________________
૩૫૨
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
[નિયમસાર પ્રવચન
આ શું કીધું સમજાણું ?
કે હું અખંડાનંદ શુદ્ધ ચૈતન્યધાતુ છું, ચૈતન્યસ્વરૂપ છું-એમ નિજ સ્વરૂપસન્મુખ થઈને તેમાં એકાગ્ર થવું, તેની ધ્યાનમાં ભાવના કરવી, વર્તમાન જ્ઞાનની દશાનું ધ્યેય-વિષય ધ્રુવને બનાવવો, એને ભાવના કહેવામાં આવે છે, અને એનું નામ ધર્મ છે.
પ્રશ્નઃ લાયક-ભવ્ય જીવોએ કલ્યાણ કરવું હોય તો શું કરવું? એને ધર્મ કરવો હોય તો શું કરવું ? સમાધાનઃ કે ભવ્યોના ટોળાએ શુદ્ધાત્માને એકને ભાવવો. અહા! અંદર આનંદમૂર્તિ પ્રભુ આત્મા છે તેનું ભજન કરવું, એટલે કે તેમાં એકાગ્રતા કરવી.
પ્રશ્નઃ શુદ્ધાત્મા કેવો છે તે પહેલાં જાણવો તો જોઈએ ને?
સમાધાનઃ હા, ભાઈ! શુદ્ધાત્મા શું છે, પર્યાય શું છે, રાગ શું છે, સંયોગ શું છે-એ બધુંય એણે જાણવું તો પડે તે? કેમકે નવ તત્ત્વની ભિન્નતા જાણ્યા વિના એક શુદ્ધાત્મ તત્ત્વમાં તે આવશે ક્યાંથી ? બહુ ઝીણી વાત છે ભાઈ! અહા! પોતાના આત્માનું કે જેનો સ્વભાવ સચ્ચિદાનંદ છે તેનું ધ્યાન છોડીને (ભેદજ્ઞાનના અભ્યાસ વિના) તેણે બીજાં ધ્યાન તો અનાદિથી અનંતવાર કર્યાં છે. પણ એથી શું? એમાં કાંઈ વળ્યું નહિ. ચોરાસીનાં જન્મ-મરણ એમ ને એમ ઊભાં રહ્યાં. પરમાત્મ-પ્રકાશમાં આવ્યું છે કે ‘ભવોભવ જિનવ૨ પૂજીઓ.' આવે છે ને? અહા! અનંતવાર ભર્વ-ભવે જિનવ૨ તીર્થંકરની પૂજા એણે કરી છે. પરંતુ એ તો બધાં થોથાં હતાં. એ તો બધો રાગ હતો બાપુ! એમાં ધર્મ ક્યાં હતો? સમ્યજ્ઞાન દીપિકામાં (ભૂમિકા-પાનું ૩૦) પણ આવે છે કે સાક્ષાત્ ભગવાન તીર્થંકરદેવ જ્યારે સમવસરણમાં બિરાજતા હતા ત્યારે તેણે અનંતવાર મણિરત્નના દીવા, હીરાના થાળ ને કલ્પવૃક્ષનાં ફૂલ વડે ભગવાનની પૂજા કરી છે. છતાં પણ તેમાં આત્માનું કાંઈ વળ્યું નહિ. કેમ ? કેમકે એ તો શુભરાગ છે, શુભવિકલ્પ છે, પુણ્ય છે, પણ ધર્મ નથી. આકરી વાત છે ભગવાન! પણ આ સત્ય વાત છે.
અહા ! અત્યારે સંપ્રદાયમાં તો બધો ગોટો ઉઠયો છે. એમ કે આ જ (શુભરાગ જ) મારગ છે, ને આ જ મારગે ધર્મ થાય છે. કેટલાક દયા, દાન, વ્રત ને તપ કરીને ધર્મ માને છે, તો વળી કેટલાક ભગવાનની ભક્તિથી ને ગુરુભક્તિથી ધર્મ માને છે. પરંતુ તે બધાય મિથ્યાદષ્ટિ ઊંધા રસ્તે છે. અનાદિથી જે રખડવાનો રસ્તો છે એના એ જ રસ્તે તેઓ છે.
પ્રશ્ન: સમકિતી પણ ભગવાનની ભક્તિ તો કરે છે?
સમાધાનઃ સમકિતી તો વિકલ્પ આવે છે તેને જાણે છે કે આ હૈય છે. તે વિકલ્પ જો કે છે તો હેય, પરંતુ વસ્તુમાં ઠરી શકતો નથી એટલે અશુભથી બચવા માટે એવો વિકલ્પ તેને આવે છે; અને તોપણ એને તે હેય છે, આદરણીય નથી. જ્યારે આદરણીય તો એક સ્વભાવ જ છે. અહીં પણ ભાષા જુઓને ? કે ‘ ભવ્યસમૂહ શુદ્ધ આત્માને એકને ભાવે’–એમ લીધી છે. ભાઈ, અજ્ઞાની ઘણી ભક્તિ ને ઉપવાસ ને તપ કરીને સૂકાઈ જાય તોપણ તેમાં ધૂળેય કાંઈ ન વળે; એ તો મોટી મજૂરી છે.
અહા ! અહીં કહે છે–એટલે ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વર કહે છે હોં-કે જે ભવ્યસમૂહ જીવ છે તે ‘શુદ્ધ આત્માને એકને ભાવે.' એટલે કે જેમાં અનંત શક્તિ પડી છે, જેમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com