________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૦
[નિયમસાર પ્રવચન
જુઓ, પરમાણુનું સ્વરૂપ સ્વતંત્ર છે. તેથી તેનું જે કાંઈ પરિણમન થાય-ભાષા થાય, વાણી થાય, હાલવું થાય ઇત્યાદિ–એ સ્વતંત્ર એનાથી (જડથી) થાય છે, પણ આત્માથી એ બિલકુલ થાય નહિ એમ અહીં સિદ્ધ કરવું છે. પરંતુ અજ્ઞાની જીવ એ બોલવા-ચાલવાની જે ક્રિયા થાય છે તે જીવની ક્રિયા છે એમ માને છે. એથી જ એ મૂઢ મિથ્યાદષ્ટિ છે.
પ્રશ્ન: વ્યવહારથી તો તે ક્રિયા જીવની છે ને?
સમાધાનઃ બિલકુલ નહિ; વ્યવહારથી પણ જરીયે એ ક્રિયા જીવની નથી. વ્યવહારથી પણ કેવી ? વ્યવહાર એટલે તો એ નિમિત્તનું કથન છે. જોડે કોણ (હાજ૨) હતું એટલું બતાવવા વ્યવહારથી કહેવાય છે; પણ તેથી તેનાથી (નિમિત્તથી) એ કાર્ય થયું છે એમ નથી.
અહા! ૫૨માણુથી થયેલી આ ભાષા છે, પરમાણુથી થયેલું આ શરીર છે, અને જે આ શરીર ચાલે છે તે પણ પરમાણુથી ચાલે છે, કાંઈ આત્માને લઈને તે ચાલે છે એમ નથી. આમ છતાં, તે જડ મારાથી ચાલે છે એમ જે માન્યતા છે એ જ મિથ્યાત્વ છે, મહાપાપ છે. ભાઈ, પાખંડનું-મિથ્યાત્વનું તે મહાપાપ છે. હવે આવો મારગ વીતરાગનો છે જે એણે ક્યારેય સાંભળ્યો નથી, ને સાંભળવાની દરકારેય કરી નથી. ક્યાંક સહેલું મળી જાય (એમ ઇચ્છા કરી છે). કાં દાન કરીને, વા કાં પૂજા-ભક્તિ કરીને ધર્મ થઈ જાય એમ ઈચ્છા કરી છે. પણ એ તો બધું ફોગટ છે બાપુ !
શ્લોક ૪૧: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ
આ આંગળી, શરીર, વાણી, દાળ, ભાત, શાક મકાન આદિ એ બધાં જડ તત્ત્વો છે, માટી છે; તે કાંઈ આત્મા નથી. અહા! અંદર આત્મા જુદું તત્ત્વ છે, ને આ (-શરીર) જુદું તત્ત્વ છે; કારણ કે આ (શરી૨) તો જડ-માટી તત્ત્વ છે. તો, તે માટીમાં કહે છે કે, તેનો જે છેલ્લો એક પોઈન્ટ-૫૨માણુ છે તે... (નિજગુણસમૂહમાં છે ).
અહા ! આ (આંગળી ) કાંઈ એક વસ્તુ નથી, પણ એ તો ઘણા રજકણો ભેગા થઈને બની છે. તેમ જ આ (આંગળી) કાંઈ આત્મા પણ નથી; કેમકે આત્મા તો અંદ૨ સચ્ચિદાનંદ-નિર્મળાનંદ પ્રભુ શુદ્ધ અરૂપી જ્ઞાનવન છે, ને તેથી એનાથી ભિન્ન છે. હવે આવા એ આત્માના ગુણમાં હું રહું છું એમ બતાવવા અહીં કહે છે
‘જો ૫૨માણુ એકવર્ષાદિરૂપ પ્રકાશતા (જણાતા ) નિજગુણસમૂહમાં છે,..'
શું કીધું? કે જે આ રજકણો છે તે પોતાની શક્તિના-ગુણના સમૂહમાં રહેલ છે, પણ આત્મામાં નહિ. અા ! આમાં (આ આંગળી વગેરેમાં) જે આ રજણો છે તે એક વર્ણ, એક ગંધ આદિ નિજગુણસમૂહમાં રહેલ છે.
હવે કહે છે–તો તેમાં મારી (કાંઈ ) કાર્યસિદ્ધિ નથી...’
અહા ! એ જડ, જડના ગુણોમાં રહેલ છે, તો, તેને લઈને મારી કાર્યસિદ્ધિ શું? ( કાંઈ નહીં.) કેમકે હું તો આત્મા છું, ને મારું સ્વરૂપ તો સચ્ચિદાનંદમય એક જ્ઞાનઘન છે. માટે, પરમાણુમાં ગમે તે થાય તેમાં મારું શું? (મને શું?)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com