________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૮
[નિયમસાર પ્રવચન આવ્યું નથી. અહા! આવો (સુંદર) મારગ ! પણ મારગને લોકોએ સાંભળ્યો ય નથી, અને એમ ને એમભગવાન ને ગુરુની ભક્તિ કરીએ છીએ તેથી-આપણું કલ્યાણ થઈ જશે એમ માને છે. પણ ભાઈ ! એમાં ધૂળેય કલ્યાણ નહિ થાય સાંભળને! અરે, કલ્યાણ તો નહિ થાય પણ એક ભવ પણ નહિ ઘટે, કેમકે ભવના નાશનો એ ઉપાય જ નથી. અહાહા..! અંદરમાં ભગવાન આત્મા પોતાનો સાચો ભગવાન છે, તેની ભક્તિથી ભવનો નાશ થાય છે. અને તેથી તો (સમયસાર ગાથા ૩૧માં) તીર્થકરની સ્તુતિમાં એ વાત લીધી છે.
તો, અહીં ર૬મી ગાથામાં એમ કહ્યું કે પરમ પારિણામિકભાવની વિવક્ષાનો આશ્રય કરનારા સહજ નિશ્ચયનયથી નિત્ય એવો ભગવાન આત્મા અનિત્ય એવી નિગોદાદિ પર્યાયોથી ભિન્ન છે.
હવે, અહીંયાં કહે છે કે આ આંગળી, પૈસો, વાણી, દાળ, ભાત, શાક, કર્મ આદિ જડ-માટીના રજકણોનો જથ્થો-સ્કંધ છે ને? તો એમાં જે એક પરમાણુ રહેલો છે, એમાં જે એક છૂટો પોઈન્ટ-રજકણ રહેલો છે તે એક રસવાળો છે, એક રંગવાળો છે, એક ગંધવાળો છે ને બે સ્પર્શવાળો છે; અને તે પરમાણુ શબ્દનું કારણ છે, પણ આત્મા ભાષાનું કારણ છે નહીં. આત્મા ભાષા બોલતો નથી, ને આત્માથી ભાષા થતી નથી. અરે! જગતના તત્ત્વોની અજ્ઞાનીને ખબર નથી ને એમ ને એમ બહારથી (ક્રિયાકાંડથી) ધર્મ થઈ જશે એમ તે માને છે પણ એ તો મૂઢતા છે.
ભાઈ ! શબ્દનું કારણ પરમાણુ છે, પણ આત્મા નહીં. શું કીધું? આ જે અવાજ ઊઠે છે તે આત્માથી થતો નથી. તે જડની દશા જડ પરમાણુથી ઉત્પન્ન થાય છે. તો તે પરમાણુ, અહીં કહે છે, સ્કંધની અંદર હોય તોપણ દ્રવ્ય છે; અર્થાત્ સદાય સર્વથી ભિન્ન, શુદ્ધ એક દ્રવ્ય છે. આ તો અહીં “શુદ્ધ ” શબ્દ આવ્યો છે ને? એટલે જરી વધારે સ્પષ્ટ કરવું છે. અહા! આ રજકણ જો કે છે તો સ્કંધની અંદર, છતાં તે એકલો ને સ્વતંત્ર છે. તેથી તેને શુદ્ધ કહીએ છીએ. જો કે તેની પર્યાય વિભાવિક છે, તો પણ તે બીજાથી જુદો છે એટલે તે અપેક્ષાએ તેને શુદ્ધ કહીએ છીએ.
અહા ! આ સ્કંધ તો ઘણા રજકણોનો પિંડ છે. પણ તેના ટુકડા કરતાં કરતાં જે છેલ્લો પોઈન્ટ રહે-સ્કંધમાં રહેલો જે છેલ્લો પોઈન્ટ-રજકણ છે-તે શુદ્ધ છે.
શુદ્ધનો અર્થ શું?
કે તે પરના સંબંધ વિનાનો છે. એ જે પરમાણુ સ્કંધમાં રહેલો છે તે વિભાવિક અવસ્થાવાળોવિકારી અવસ્થાવાળો-છે, છતાં તેને શુદ્ધ દ્રવ્ય કહેવામાં આવેલ છે; કારણ કે તે પરના સંબંધ વિનાનો છે. હવે, આવી વસ્તુસ્થિતિનું કાંઈ જ્ઞાન ન મળે, કાંઈ સમજણ ન મળે, અને માને કે ધર્મ થઈ જશે, પણ ભાઈ ! એ તો અનંતકાળના એના એ જ ૮૪ના રખડવાના રસ્તા છે.
પ્રશ્નઃ સ્કંધમાં રહ્યો હોવા છતાં પરમાણુને શુદ્ધ કેમ કહ્યો ?
સમાધાન: એ તો કહ્યું ને ભાઈ ? શું કહ્યું આ? કે પરના સંબંધ વિનાનો તે પરમાણુ પોતાના ચતુષ્ટયમાં રહ્યો છે. માટે તે અપેક્ષાએ તેને શુદ્ધ કહ્યો છે.
પ્રશ્નઃ સારા, ખરાબ જે શબ્દો થાય છે...
સમાધાન: શબ્દ જડથી થાય છે. તેથી શબ્દમાં સારું કે ખરાબ છે જ નહીં. ભાઈ, આ વાણી તો જડ-ધૂળ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com