________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૭]
૩૪૭ જ્ઞાયકભાવ કે જે આત્માનો સદા એકરૂપ પરમસ્વભાવ છે તેવા પોતાના નિજસ્વરૂપથી શ્રુત થઈને ભગવાન આત્મા નિગોદથી માંડીને સિદ્ધ પર્વતની પર્યાયોમાં ક્યારે ય આવ્યો નથી. અહા ! આવું જે આત્મદ્રવ્ય છે તેમાં એકાગ્ર થઈને તેનું ધ્યાન કરવાલાયક છે.
પ્રશ્નઃ તો, ધ્યાન કરવું એ તો પર્યાય થઈ ગઈ ?
સમાધાનઃ (તો એમાં શું હરકત છે?) ભલે એ ધ્યાન પર્યાય છે પણ તેનો વિષય તો ધ્રુવ એક ભગવાન શાયક છે ને? પર્યાયની અસ્તિનો ક્યાં નિષેધ છે? ભાઈ, ધ્યાન કરવું છે, મોક્ષમાર્ગ છે, એનું ફળ મોક્ષ છે-એ બધી પર્યાય (અસ્તિપણે) છે.
પ્રશ્નઃ પણ તેનું કથન જ કરવું. બસ એકલું ધ્રુવ...ધ્રુવ ધ્રુવ કરવું. સમાધાનઃ પણ ધ્રુવ...ધ્રુવ...ધ્રુવ છું એમ નક્કી કોણ કરે ? ધ્રુવને નક્કી કોણ કરે? પર્યાય કે ધ્રુવ? પ્રશ્ન: પણ ભગવાને પર્યાય સામું જોવાની ના પાડી છે.
સમાધાન: હા, પર્યાય સામું જોવાની ના પાડી છે એ તો બરાબર છે. પણ ધ્રુવની સામું જુએ છે એ પર્યાય છે તેની શું ના પાડી છે?
અહાહા...! વસ્તુ-આત્મદ્રવ્ય તો એક જ્ઞાયકભાવ, શુદ્ધ પરમસ્વભાવ ભાવ એવા પરમ પારિણામિકભાવરૂપ છે કે જેમાં પર્યાય નથી. પર્યાય તેમાં નથી હોં. બાકી નિર્ણય ને અનુભવ તો પર્યાય કરે છે. ભાઈ, ભગવાન શાયકની-ત્રિકાળી ધ્રુવની-સન્મુખ થઈને દશા પ્રગટ કર્યા વિના ત્રણ કાળમાં ધર્મ થતો નથી. આ વસ્તુસ્થિતિ છે. સમજાણું કાંઈ...?
પ્રશ્નઃ બસ હું ધ્રુવ.ધ્રુવ...ધ્રુવ એક જ્ઞાયક છું એમ જ કહો ને?
સમાધાન: પણ હું ધ્રુવ એક જ્ઞાયક છું-એમ જાણે છે કોણ ? અંદર “આ ધ્રુવ છે”—એમ કોણ જાણે છે? શું એમ ધ્રુવ જાણે છે?
પ્રશ્ન: તો એમ કોણ જાણે છે?
સમાધાન: અંતર-સન્મુખ થયેલી પર્યાય. ભાઈ, અહીં તો ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વર એમ ફરમાવે છે કે ભગવાન આત્મા એક સમયમાં પૂર્ણાનંદ-નિત્યાનંદ પ્રભુ છે. અહાહા..! ત્રિકાળ ધ્રુવ પરમસ્વભાવભાવ એવા એક જ્ઞાયકભાવમય જે તત્ત્વ છે તે જ આત્મા છે; અને તેનું ધ્યાન કરવું એટલે કે તેનાં દષ્ટિ-જ્ઞાન ને રમણતા કરવાં એ જ ધર્મ છે. સમજાણું કાંઈ....?
પ્રશ્ન: પણ દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ કરવી એ ધર્મ ખરો કે નહિ ?
સમાધાનઃ ના, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ કરવી એ ધર્મ નથી; કેમકે પોતાના આત્માથી ભિન્ન એવા એ દેવ-ગુરુ-શાસ્ત્ર પરવસ્તુ છે. તેથી તેમની સન્મુખ જોઈને જેટલી ભક્તિ થાય તે બધો રાગ છે, પુણ્યભાવ છે, પણ ધર્મ નહીં. અહા ! ત્રણ લોકના નાથ સર્વજ્ઞ તીર્થંકરદેવ સમોસરણમાં બિરાજમાન હોય, ને ઈન્દ્ર તેમને પૂજતા હોય તોપણ ભગવાન પ્રત્યેની એ ભક્તિ-શ્રદ્ધાનો વિકલ્પ ને તેમના સન્મુખનું જ્ઞાન એ બધું પરાધીનતા ને રાગ છે, તથા તે રાગ પુણ્યબંધનું કારણ છે, ધર્મનું નહિ.
પ્રશ્ન: તો શાસ્ત્રનો અભ્યાસ? સમાધાન: શાસ્ત્રનો અભ્યાસ પણ પરાધીનતા ને રાગ છે. અરે ! દુનિયાને સત્ હાથ જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com