________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૬
[નિયમસાર પ્રવચન છે. અહા ! એનું (પરમાણુનું) નિત્ય દ્રવ્ય તો પર્યાયમાં આવ્યું નથી, પણ એની પર્યાય અહીંના (સ્કંધના) બીજા પરમાણુને અડી સુદ્ધાં નથી એમ કહે છે. તો, કહે છે –
“એક રસવાળો, એક વર્ણવાળો, એક ગંધવાળો અને બે સ્પર્શવાળો તે પરમાણુ શબ્દનું કારણ છે, અશબ્દ છે અને સ્કંધની અંદર હોય તોપણ દ્રવ્ય છે (અર્થાત્ સદાય સર્વથી ભિન્ન, શુદ્ધ એક દ્રવ્ય છે.) ”
અહા ! એક રસની પર્યાયવાળો, એક વર્ણની પર્યાયવાળો, એક ગંધની ને બે સ્પર્શની પર્યાયવાળો એ પરમાણુ છે તે શબ્દનું કારણ છે. પણ પોતે અશબ્દ છે. આ સ્કંધમાંનો ગમે તે એક રજકણ હો તોપણ તેમાં શબ્દ નથી. છતાં પણ તે શબ્દનું કારણ છે; અને સ્કંધની અંદર હોય તોપણ દ્રવ્ય છે. જુઓ તો ખરા ! આ રજકણ દેહમાં હોય કે બીજા સ્કંધમાં હોય, તે દ્રવ્ય છે; અર્થાત્ સદાય સર્વથી ભિન્ન, શુદ્ધ એક દ્રવ્ય છે. “શુદ્ધ' એટલે ? કે તે એકલો છે. સ્કંધમાં વિભાવરૂપે પરિણમેલો છે તોય એકલો છે, શુદ્ધ એક દ્રવ્ય છે. સમજાણું કાંઈ...?
પ્રશ્નઃ અહીં પરમાણુનું દ્રવ્ય બતાવવું છે ને?
ઉત્તર: હા; છતાં પણ તેને પર્યાયવાળો કહ્યો છે. તે પરમાણુ પર્યાયવાળો છે તોપણ...એમ કહ્યું છે ને ?.. અને બે સ્પર્શવાળો તે પરમાણુ શબ્દનું કારણ છે, અશબ્દ છે અને સ્કંધની અંદર હોય તોપણ દ્રવ્ય છે.” આવી પર્યાયવાળો હોય તોપણ તે પરમાણુ દ્રવ્ય છે, અર્થાત્ સદાય સર્વથી ભિન્ન, શુદ્ધ એક દ્રવ્ય છે. એટલે કે વસ્તુપણે ગણો તો તે શુદ્ધ દ્રવ્ય છે, પરના સંબંધ વિનાની તે ભિન્ન ચીજ છે. અહા ! આટલા નાના ક્ષેત્રમાં રહેલો હોવા છતાં એ પરમાણુ પોતાના સ્વચતુષ્ટયમાં જ છે. હવે આવી વાત સર્વજ્ઞ સિવાય બીજે ક્યાં મળે?
વળી, જુઓ, અહીં શબ્દનું કારણ કહ્યું છે. કોને?
એક પરમાણુને. એટલે કે શબ્દનું કારણ આત્મા છે એમ નથી. તેમ જ આ હોઠ છે તે શબ્દનું કારણ છે એમેય નથી. શબ્દનું કારણ પરમાણુ છે. અહા! આત્મા શબ્દનું કારણ નહિ, તેમ જ શબ્દની ઉત્પત્તિ આત્મા છે માટે થાય છે એમ પણ નહિ. ભારે વાત ભાઈ !
પ્રશ્ન: હોઠ હલે છે તો શબ્દ થાય છે ને?
સમાધાન: ના, એમ નથી. કેમકે હોઠની વર્ગણા બીજી છે. તે આહારવર્ગણા છે, જ્યારે શબ્દ ભાષાવર્ગણા છે. અહીં આહારવર્ગણાથી ભાષાવર્ગણાની ઉત્પત્તિ કેમ થાય ? ન થાય. હવે જગતને આ આકરું પડે છે, પણ આ વસ્તુસ્થિતિ છે. જગત તો બહારમાં અટકયું છે. અહા ! મોટા જૈનના પંડિત પણ કહેવા લાગ્યા છે કે-પરનો કર્તા આત્માને ન માને તે દિગંબર જૈન નહીં. હવે આવું કહે છે! અરરર..! આ શું કહે છે ભગવાન! તું? પરથી પણ હું (આત્મા) ભિન્ન છું એટલું ખ્યાલમાં લેતાં પણ આકરું પડે છે? ભાઈ, આત્મા શરીરમાં હોવા છતાં શરીરથી તદ્દન જુદો છે. રાગ સાથે દેખાવા છતાં રાગથી તદ્દન જુદો છે, અને પર્યાયવાળો દેખાવા છતાં દ્રવ્ય-ધ્રુવવસ્તુ પર્યાયથી જુદું છે. બાપુ! આવી દષ્ટિ કર્યા વિના તને સમ્યગ્દર્શન-આત્માનું શ્રદ્ધાન કેમ થશે?
અહાહા....ભગવાન આત્મા, સહજ પરમ પરિણામિકભાવનો આશ્રય કરનારા સહજ નિશ્ચયનયે નિજ એક જ્ઞાયકભાવથી કોઈ દિ' ભ્રષ્ટ થયો નથી. શું કીધું? કે ત્રિકાળ નિત્ય એક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com