________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૭]
૩૪૫ ધ્રુવ ત્રિકાળી તત્ત્વ કે જે પર્યાયમાં આવ્યું નથી તેને જો. એ તો ભાઈ ! ૧૪ માર્ગણાની વાતમાં (સમયસાર ગાથા ૫૦ થી પ૫ માં) પણ આવે છે ને કે-માર્ગણાને ન જો, કેમકે માર્ગણા તું નથી, અહા ! માર્ગણા તારા જીવદ્રવ્યમાં નથી. અહા ! હું ભવી છે કે અભવી-એમ ન જો; પણ દ્રવ્યને ધ્રુવ ત્રિકાળીને જો. અને દ્રવ્યને જોયું એટલે બધું જ પૂરું થઈ ગયું (બધું જણાઈ ગયું ).
પ્રશ્ન: માર્ગણા જીવમાં નથી, તો એ જીવ નથી ને?
સમાધાનઃ ના. (તે પરમાર્થ જીવ નથી). એ પર્યાયમાં છે એટલે વ્યવહાર જીવ છે. (પણ નિશ્ચય જીવ નથી ). ભારે વાત ભાઈ ! અહા! કેવળજ્ઞાનમાં પણ જીવ આવ્યો નથી, કેમકે એક અંશમાં આખો ધ્રુવ અંશી કેમ આવે? એક અંશમાં આખો અંશી ન સમાય. અહા ! જ્ઞાન ને આનંદાદિ ગુણનું અખંડ તત્ત્વ પૂર્ણ પ્રભુ આત્મા તેના પર્યાયમાં-અંશમાં ન આવે. તેવી રીતે આ પરમાણુઓ પણ આવા રંગ-રસ આદિના પર્યાયોમાં ન આવે.
હવે કહે છે-“ કઠોર, કોમળ, ભારે, હળવો, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ (ચીકણો) અને રૂક્ષ ( લૂખો) એ આઠ સ્પર્શોમાંથી છેલ્લા ચાર સ્પર્શોમાંના અવિરુદ્ધ બે સ્પર્શ, આ, જિનોના મતમાં પરમાણુના સ્વભાવગુણો છે.'
જુઓ, કઠોર, કોમળ ઇત્યાદિ સ્પર્શની આઠ પર્યાય છે ને? તો, એક પરમાણુમાં એ આઠ પર્યાયોમાંથી છેલ્લા ચાર સ્પર્શોમાંના અવિરુદ્ધ બે સ્પર્શ હોય છે. એટલે શું? કે ગરમ પર્યાય હોય તો તે વખતે ઠંડો પર્યાય ન હોય, ને ઠંડો પર્યાય હોય તો તે વખતે ગરમ પર્યાય ન હોય. પણ ઠંડો પર્યાય ને ચીકણો પર્યાય કે ગરમ પર્યાય એક સાથે હોય એવું હોય કે ઠંડો પર્યાય ને લૂખો પર્યાય, કે ગરમ પર્યાય ને લૂખો પર્યાય એક સાથે હોય એવું હોય.
અહા! અહીં પરમાણુમાં પર્યાયો લેવી છે ને? તો, એક રસ, એક વર્ણ, એક ગંધ અને ઉપર કહેલા આઠ સ્પર્શીમાંથી છેલ્લા ચાર સ્પર્શોમાંના અવિરુદ્ધ બે સ્પર્શ-એમ પરમાણુના સ્વભાવગુણો એટલે કે સ્વભાવપર્યાયો વીતરાગ ભગવાનના અભિપ્રાયમાં છે.
હવે કહે છે-“વિભાવપુદ્ગલ વિભાવગુણાત્મક હોય છે.'
અહા! વિભાવપુદ્ગલ એટલે શું? નીચે ફૂટનોટ છે કે “બે પરમાણુઓથી માંડીને અનંત પરમાણુઓનો બનેલો સ્કંધ તે વિભાવપુદ્ગલ છે. અને તે વિભાવપુદ્ગલની વિભાવપર્યાયો હોય છે. અહીં વિભાવગુણ એટલે વિભાવપર્યાય-એમ અર્થ છે.
હવે કહે છે-“આ દ્વિ-અણુકાદિસ્કંધરૂપ વિભાવપુગલના વિભાવગુણો સકળ ઇંદ્રિયસમૂહ વડે ગ્રાહ્ય ( જણાવાયોગ્ય ) છે.-આમ (આ ગાથાનો ) અર્થ છે.'
જુઓ, પરમાણુને ઇન્દ્રિયગ્રાહ્ય નહોતો કહ્યો; જ્યારે આ (સ્કંધ) પર્યાય ઇન્દ્રિયગ્રાહ્ય છે એમ કહે છે.
એવી રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત ) શ્રી પંચાસ્તિકાય સમયમાં (૮૧ મી ગાથા દ્વારા ) કહ્યું છે કે:-'
જુઓ, આ આધાર માટે ગાથા મૂકી છે અને તેમાં પાછું કાલે કહ્યું હતું એ વાત ફરીને આવી છે. ભાઈ, આ આંગળી એક સ્કંધ-પિંડ છે. તેમાં એક-એક રજકણ પોતાના સ્વ-ચતુષ્ટયથી રહેલ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com