________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૪
[નિયમસાર પ્રવચન (માસિની) अथ सति परमाणोरेकवर्णादिभास्वन्निजगुणनिचयेऽस्मिन् नास्ति मे कार्यसिद्धिः। इति निजहृदि मत्त्वा शुद्धमात्मानमेकम् परमसुखपदार्थी ભાવયેદ્રવ્યનો: 897
[શ્લોકાર્થ:- ] જો પરમાણુ એકવર્ણાદિરૂપ પ્રકાશતા (જણાતા ) નિજગુણસમૂહમાં છે, તો તેમાં મારી (કાંઈ ) કાર્યસિદ્ધિ નથી. (અર્થાત્ પરમાણુ તો એક વર્ણ, એક ગંધ વગેરે પોતાના ગુણોમાં જ છે, તો પછી તેમાં મારું કાંઈ કાર્ય સિદ્ધ થતું નથી);-આમ નિજ હૃદયમાં માનીને પરમ સુખપદનો અર્થી ભવ્યસમૂહ શુદ્ધ આત્માને એકને ભાવે. ૪૧.
ગાથા ૨૭: ટીકા ઉપરનું પ્રવચનઃ આ સ્વભાવપુદ્ગલના સ્વરૂપનું કથન છે. તીખો, કડવો, કપાયલો, ખાટો અને મીઠો એ પાંચ રસોમાંનો એક રસ..”
જુઓ, પરમાણુમાં આ પાંચ રસમાંથી એક રસ (પર્યાય) હોય છે. અહા ! પરમાણુનો જે રસ ગુણ છે એ તો ત્રિકાળ છે, જ્યારે આ ખાટો, મીઠો આદિ તો પર્યાય છે, ગુણ નહિ. અહીંયાં “ગુણ' શબ્દ વાપર્યો છે, પણ એ છે પર્યાય.
શું કીધું?
કે રસ એ પરમાણુનો ત્રિકાળી ગુણ છે, ને આ ખાટો, કડવો, મીઠો આદિ છે એ પર્યાય છે. અહા! એ રસ ગુણ આ પર્યાયોમાં આવ્યો નથી, પર્યાયરૂપ થઈ ગયો નથી; કેમકે ગુણ તો ધ્રુવ ત્રિકાળ છે. તેવી રીતે
“ધોળો, પીળો, લીલો, રાતો અને કાળો એ (પાંચ) વર્ણોમાંનો એક વર્ણ...' અહીં વર્ણ એટલે આ વર્ણ ગુણની વાત નથી. કેમકે વર્ણ ગુણ તો ત્રિકાળી છે, જ્યારે આ ધોળો, પીળો ઇત્યાદિ તો તેની પર્યાયો છે. અને તે પર્યાયને અહીં ગુણ કહેવામાં આવેલ છે. તો કહે છે લાલ, પીળી આદિ પર્યાયમાં વર્ણ ગુણ અને દ્રવ્ય આવ્યાં નથી. અહા ! નિત્ય રંગ-રસથી ભરેલું તત્ત્વ આવી પર્યાયમાં આવતું નથી. અહા ! આ વીતરાગનું વિજ્ઞાન જ કોઈ અનોખું-જુદી જાતનું છે. વળી, -
“સુગંધ અને દુર્ગધમાંની એક ગંધ.'
જુઓ, આ સુગંધ અને દુર્ગધ એ ગંધ ગુણની પર્યાયો છે, ગુણ નહિ. ગંધ ગુણ તો ધ્રુવ ત્રિકાળ છે, ને તે પર્યાયમાં ન આવે. દ્રવ્ય પર્યાયમાં ન આવે તેનો અર્થ જ એ છે કે દ્રવ્યના અનંતા ગુણ પણ પર્યાયમાં ન આવે અર્થાત પર્યાયરૂપ ન થઈ જાય. અહો ! જ્યાં પરમાણુનું ધ્રુવદ્રવ્ય ને તેના અનંતગુણ પર્યાયમાં ન આવે ત્યાં નિત્યાનંદસ્વરૂપ ધ્રુવ આત્મા ને તેના ગુણ પર્યાયમાં કેમ આવે?
અહો ! વીતરાગની કથની-વીતરાગભાવની જ પ્રસિદ્ધિ કરે છે. કહે છે-ભગવાન! ગમે તે પર્યાયપણે તારી દશા હો, પણ તેને ન જ; અહા! અંદર તારું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com