________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૭]
३४3
ગાથા – ૨૭ एयरसरूवगंधं दोफासं तं हवे सहावगुणं। विहावगुणमिदि भणिदं जिणसमये सव्वपयडत्तं ।।२७।। બે સ્પર્શ, રસ-રૂપ-ગંધ એક, સ્વભાવગુણમય તેહ છે; જિનસમયમાંહી વિભાવગુણ સર્વાષપ્રગટ કહેલ છે. ૨૭.
અન્વયાર્થ-[રસરુપાંધ:] જે એક રસવાળું, એક વર્ણવાળું, એક ગંધવાળું અને [ ક્રિસ્પર્શ.] બે સ્પર્શવાળું હોય, [1] તે [સ્વભાવ.: ] સ્વભાવગુણવાળું [ ભવેત્] છે; [ વિમાવાળ: ] વિભાવગુણવાળાને [ બિનસમયે] “જિનસમયમાં [ સર્વપ્રત્વનું ] સર્વપ્રગટ (સર્વઇન્દ્રિયોથી ગ્રાહ્ય ) [ રૂતિ મળત:] કહેલ છે.
ટીકાઃ- આ, સ્વભાવપુદ્ગલના સ્વરૂપનું કથન છે.
તીખો, કડવો, કષાયલો, ખાટો અને મીઠો એ પાંચ રસોમાંનો એક રસ; ધોળો, પીળો, લીલો, રાતો અને કાળો એ (પાંચ) વર્ણોમાંનો એક વર્ણ સુગંધ અને દુર્ગધમાંની એક ગંધ; કઠોર, કોમળ, ભારે, હળવો, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ (ચીકણો) અને રૂક્ષ (લૂખો) એ આઠ સ્પર્શોમાંથી છેલ્લા ચાર સ્પર્શોમાંના અવિરુદ્ધ બે સ્પર્શ આ, જિનોના મતમાં પરમાણુના સ્વભાવગુણો છે. વિભાવપુદ્ગલ વિભાવગુણાત્મક હોય છે. આ 'દ્ધિ-અણુકાદિસ્કંધરૂપ વિભાવપુદ્ગલના વિભાવગુણો સકળ ઇન્દ્રિયસમૂહ વડે ગ્રાહ્ય ( જણાવાયોગ્ય) છે.-આમ (આ ગાથાનો) અર્થ છે.
એવી રીતે (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત ) શ્રી પંચાસ્તિકાયસમયમાં (૮૧ મી ગાથા દ્વારા) કહ્યું છે કે
[ગાથાર્થ:- ] એક રસવાળો, એક વર્ણવાળો, એક ગંધવાળો અને બે સ્પર્શવાળો તે પરમાણુ શબ્દનું કારણ છે, અશબ્દ છે અને સ્કંધની અંદર હોય તોપણ દ્રવ્ય છે (અર્થાત્ સદાય સર્વથી ભિન્ન, શુદ્ધ એક દ્રવ્ય છે).”
વળી માર્ગ પ્રકાશમાં (શ્લોક દ્વારા) કહ્યું છે કે -
[ શ્લોકાર્ચ- ] પરમાણુને આઠ પ્રકારના સ્પર્શોમાંથી છેલ્લા ચાર સ્પર્શોમાંના બે સ્પર્શ, એક વર્ણ, એક ગંધ અને એક રસ સમજવાં, અન્ય નહિ.”
વળી (૨૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક દ્વારા ભવ્યજનોને શુદ્ધ આત્માની ભાવનાનો ઉપદેશ કરે છે) :
૧. સમય = સિદ્ધાંત શાસ્ત્ર; શાસન દર્શનઃ મત. ૨. બે પરમાણુઓથી માંડીને અનંત પરમાણુઓનો બનેલો સ્કંધ તે વિભાવપુદ્ગલ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com