________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૨
[ નિયમસાર પ્રવચન આ. શું? કે એ પરમાણુદ્રવ્ય પર્યાયમાં નથી આવ્યું, અર્થાત્ પર્યાયરૂપ નથી થઈ ગયું. અહાહા..પર્યાય એક ગુણ ચીકાશાદિપણે પરિણમે કે ગમે તેટલા (અનંત પર્યત) ગુણ ચીકાશાદિપણે પરિણમે, તોપણ પરમાણુ દ્રવ્ય તેમાં આવ્યું નથી, તેપણે થયું નથી. અહો ! આ તો ગજબ વાત છે! વસ્તુની સ્થિતિને પ્રસિદ્ધ કરવાની કોઈ અલૌકિક શૈલી છે!
અહા! આ પરમાણુ જેવા જડદ્રવ્ય પણ ગમે તેવી ભારે-ધુળવી, ચીકાશ કે લુખાશવાળી, સુંવાળી કે કર્કશ પર્યાયપણે થતા નથી તો પછી સહજજ્ઞાન ને સહજઆનંદ જેનું ત્રિકાળી સ્વરૂપ છે એવું ભગવાન આત્માનું દ્રવ્ય સંસારની પર્યાયપણે કેમ થાય? અહા ! સંસારની પર્યાયમાં તે કેમ આવે? કદીય ન આવે. અહા! આવી એની દષ્ટિ અંદર ત્રિકાળી દ્રવ્યમાં એક જ્ઞાયકસ્વરૂપમાં-જતાં તેને સિદ્ધપણે પરિણમવાની અંદરમાં લાયકાત થઈ જાય છે એમ કહે છે.
-લ્યો, એ ૪૦મો શ્લોક થયો. હવે ગાથા ૨૭.
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
Please inform us of any errors on rajesh@AtmaDharma.com