________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-ર૬]
૩૪૧ પણ કોઈ અજ્ઞાનીઓ આ (શ્રી પદ્મપ્રભમલધારિદેવ) તો મુનિ છે એટલે એમની ટીકા માન્ય નથી એમ કહે છે. અરે ભગવાન! તું શું કહે છે આ? ભાઈ ! તને સત્યની ખબર નથી (તેથી આમ કહે છે.) જુઓ તો ખરા ! આ મુનિએ શું અલૌકિક વાત કરી છે! વાત પરમાણુની કરે છે, તે મુખ્યતા આત્માની રાખી છે. અહો ! ગજબની શૈલી છે!
અહા ! પરમાણુની આદિ-મધ્ય-અંતમાં પરમાણુ પોતે જ છે, તેને કોઈ બીજાની અપેક્ષા-ગરજ નથી. વળી તેને ખબરેય નથી કે મારા આદિ-મધ્ય-અંતમાં હું નો હું જ રહ્યો છું. પરંતુ તેના જાણનારની પર્યાયમાં એમ આવ્યું છે કે આ પરમાણુ તો એમ ને એમ ધ્રુવ નિત્ય છે. ત્યારે હવે એ જાણનારની પર્યાય, આ મારું આત્મદ્રવ્ય એમ ને એમ ધ્રુવ ત્રિકાળ છે એમ જાણીને એમાં કેમ ન ઠરે? ઠરે જ-એમ કહે છે. સમજાય છે કાંઈ..?
અહા! “જડસ્વરૂપ પુદ્ગલો પુદ્ગલના નિજ સ્વરૂપમાં જ રહે છે એમ જાણીને...” જુઓ, જાણીને..' એમ કહ્યું છે ને? અને ગાથામાં પણ “વિયાગાદિ'—એમ છે ને? ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદવે પણ ગાથામાં કહ્યું છે કે “વિયા હિ'–વિશેષે જાણ. તો એ જાણવાનું પ્રયોજન શું છે? કે એક-એક પરમાણુ આવો છે ને એવા પરમાણુ લોકમાં કેટલા? કે આત્માની-જીવની સંખ્યા કરતાં અનંતગુણા છે. તો એવા પરમાણુ પણ દ્રવ્યપણે એમ ને એમ નિત્ય રહે છે, ને એવી જ વસ્તુસ્થિતિ છે કે જેની એ પરમાણુઓને તો ખબર સુદ્ધાય નથી. તો, એની ખબર કરનારું જે આ જ્ઞાન છે તે જ્ઞાન, જેમ પરમાણુદ્રવ્યને તે એમ ને એમ નિત્ય રહે છે એમ જાણે છે તેમ, હું પણ એમ ને એમ સહજ પરમ પારિણામિકભાવે ત્રિકાળ નિત્ય છું એમ કેમ ન જાણે? અને એમ જાણીને તેમાં સ્થિર કેમ ન થાય? તેમાં જ ઠરીઠામ કેમ ન થાય? આમ કહીને મુનિરાજે પુરુષાર્થનાં પ્રેરણામૃત પાયાં છે. જગતને ઊંચું (ઉર્ધ્વ) કર્યું છે
અહા! “તે સિદ્ધભગવંતો...' સિદ્ધભગવતો એટલે? એટલે આ આત્મા જ હોં. કેમકે નિશ્ચયથી આ આત્મા સહજાનંદ પ્રભુ અંદર સિદ્ધસ્વરૂપી જ છે ને? અહાહા...! ધ્રુવ...ધ્રુવ..ધ્રુવરૂપે રહેલી શુદ્ધ ચૈતન્યવસ્તુ સિદ્ધસ્વરૂપ જ છે. તો તે પોતાના સિદ્ધસ્વરૂપમાં કેમ ન રહે? અહા ! અમે જગતના તત્ત્વો છીએ કે નહીં એવી જેને ખબરેય નથી, અને જેને કાંઈ જ્ઞાન-ભાન નથી એવા અનંતાનંત જડ પરમાણુદ્રવ્ય પણ જ્યારે એવાં જે એવાં ત્રિકાળ નિત્ય રહે છે તો પછી એવું જાણનાર ભગવાન સહજાનંદી આત્મા એવો ને એવો કેમ ન રહે? અને એમ જાણીને આ જાણનારી પર્યાય એમાં જ કેમ ન ઠરે? અહાહા..! અનંત પરમાણુ દ્રવ્યપણે તો એમ ને એમ જ છે. તે કાંઈ પર્યાયમાં આવ્યા નથી.-આવું જાણનાર જ્ઞાનનો પર્યાય, મારું દ્રવ્ય પણ એમ ને એમ જ છે, પર્યાયમાં આવ્યું નથી એવો સ્વરૂપ તરફનો નિર્ણય કરીને સ્વરૂપમાં કેમ ન ઠરે? અહો! મુનિરાજે આ એક-એક કડીમાં કેટલો ભાવ ભર્યો છે! ભાઈ, શ્વેતાંબર અને સ્થાનકવાસીના સૂત્રોમાં આવી તો નામનીય વાત નથી. સમજાય છે કાંઈ....?
પ્રશ્ન: હવે આ દિગંબર ધર્મ બહાર આવ્યો છે, નહીંતર તો એ સંતાઈ ગયો હતો ને?
સમાધાનઃ હવે એ તો પરંપરાથી ચાલ્યો આવે છે, કેમકે દિગંબર ધર્મ એ તો આત્માનું સનાતન સ્વરૂપ છે, તે આત્મધર્મ છે; એ કાંઈ સંપ્રદાય, પક્ષ કે વાડો નથી. ભારે વાત ભાઈ ! કારણપરમાણુ, કાર્યપરમાણુ, જઘન્ય પરમાણું, ને ઉત્કૃષ્ટ પરમાણુની વાત કરીને પાછું નાખ્યું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com