________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪)
[ નિયમસાર પ્રવચન કાયમ-નિત્ય રહે છે ત્યારે તે સિદ્ધભગવંતો પોતાના નિત્ય એક ચિદાનંદમય સ્વરૂપોમાં જ કેમ ન રહે? અહીં ભાષા “સિદ્ધભગવંતો”—એમ લીધી છે, તોપણ વાત તો બધા આત્માની છે હોં. એટલે કે જ્યારે પરમાણુ પણ પોતાના દ્રવ્યસ્વરૂપમાં ત્રિકાળ રહે છે તો પછી સિદ્ધસ્વરૂપી એવો ભગવાન આત્મા પોતાના સ્વરૂપમાં કેમ ન રહે?
અહા! આ આત્મા પોતાના દ્રવ્યમાં કેમ ન રહે? એટલે કે દ્રવ્ય તો એવું ને એવું ત્રિકાળ છે તો ત્યાં (દષ્ટિ) કેમ ન જાય? ભારે વાતુ ભાઈ ! અહા ! દિગંબર સંતોની, જડની કથની હોય તોય જુદી, ચૈતન્યની કથની હોય તોય જુદી. તેઓની શૈલી જ કોઈ જુદી અનોખી છે! અહા ! અજ્ઞાની માને છે કે આ સંપ્રદાય-વાડો છે, પણ એમ નથી ભગવાન! આ તો વસ્તુસ્થિતિની વાત છે.
તો, કહે છે જ્યારે પરમાણુ પણ પોતાના જડપણાની સ્થિતિમાંથી ખસતો નથી તો પછી ત્રિકાળ દ્રવ્યસ્વભાવી એવો ભગવાન આત્મા પોતાથી કેમ ખસે? ન ખસે. અને એવી જ્યાં દષ્ટિ થઈ
યાં તે દષ્ટિ પણ સ્વરૂપમાં જ રહે છે એમ કહે છે. અહા ! આવા સ્વરૂપનું-કે જે નિજ સ્વરૂપથી ખસ્યું જ નથી તેનું-જેને જ્ઞાન થાય તે તેમાં જ રહે છે. અર્થાત્ આત્મા તો સ્વરૂપમાં રહેલો છે જ, પણ સ્વરૂપની દષ્ટિ થતાં દૃષ્ટિ પણ ત્યાં ને ત્યાં જ સ્થિત રહે છે. (આ તો હવે પર્યાય પણ સ્વરૂપમાં રહે છે એમ કહે છે.).
અહા! જ્યારે જડ પુદ્ગલપરમાણુ પણ પોતાના સ્વભાવમાં નિત્ય સ્થિત રહે છે, તો પછી આ પોતે એક જ્ઞાયકસ્વભાવી ભગવાન આત્મા છે તે પોતામાં સ્થિત કેમ ન રહે? અને પર્યાય પણ પોતાના સ્વભાવમાં સ્થિત કેમ ન રહે એમ કહે છે હોં. એ તો ભાઈ ! જ્યારે એની જ્ઞાનની પર્યાયમાં એમ નિર્ણય આવે કે આ ભગવાન જ્ઞાયક તો જ્ઞાયકપણે એવો ને એવો જ છે ત્યારે જ એણે, હું આત્મા એવો ને એવો છું એમ જાણું કહેવાય. અને ત્યારે એનો ઉપયોગ ત્યાં જ સ્થિત કેમ ન રહે?–એમ કહે છે. સમજાય છે કાંઈ...?
જેમ પોપટ ભૂંગળીને પકડીને ઊંધો થઈ ગયો છે, તોપણ એની ઉડવાની શક્તિ તો જેમ છે તેમ છે. પરંતુ ઊંધો લટક્યો છે તો હું ઊંધો જ થઈ ગયો છું એમ તે માને છે. પણ પોતાની શક્તિનો વિચાર કરે તો ફટ ભૂંગળીને છોડીને આકાશમાં ઉડી જાય. અહા ! તેમ પોતાનો સ્વભાવ ધ્રુવ-એવો ને એવો જ છે એમ જાણે ત્યાં ફટ દષ્ટિ સ્વભાવમાં સ્થિત થઈ જાય. ( અને તે જ્ઞાનઆકાશમાં વિહરવા લાગે ).
અહા ! પરમાણુએ પણ જો નિત્યપણું છોડયું નથી તો પછી પોતાનો નિત્યાનંદકંદ પ્રભુ આત્મા પોતાના સ્વભાવને કેમ છોડે ? અને તે ( જેને આવું ભાન થયું છે તે ) એવી દષ્ટિ કેમ ન કરે? એવી સ્થિરતા કેમ ન કરે?—એમ કહે છે. અહા ! પરમાણુ સ્વભાવે નિત્ય એવો ને એવો જ રહ્યો છે. પરંતુ એની પર્યાયને આની ખબર નથી હોં. શું પરમાણુની પર્યાયને એની ખબર છે ? ના. એ તો જાણગસ્વભાવી જીવને ખબર છે કે પરમાણુ એવો ને એવો નિત્ય રહ્યો છે, ને પર્યાયમાં આવતો નથી. તો, કહે છે-જ્યારે પરમાણુ નિત્યપણું છોડતો નથી, એવો ને એવો રહ્યો છે, ને પર્યાયમાં આવતો નથી, તો ત્રિકાળ નિત્ય જ્ઞાનાનંદસ્વભાવી એવો હું (ઉદયાદિ ) પર્યાયમાં કેમ આવું?–આમ માનતાં-આમ અંતર્દષ્ટિ થતાં-પર્યાય દ્રવ્યમાં સ્થિર થાય છે. દિગંબર સંતોની આવી લહેર છે. અરે !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com