________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૬]
૩૩૯
સમાધાનઃ ના, એમ નથી; ૫૨માણુ સ્કંધમાં આવ્યો માટે ભારે પર્યાયપણે પરિણમ્યો છે એ વાત બરાબર નથી. એ તો ૫૨માણુની પર્યાય તે કાળે પોતાથી જ એવી થઈ છે. વળી, એ ભારેપણાની પર્યાયપણે પરિણમે છે તેથી દ્રવ્ય (પંચમભાવ) તે પર્યાયમાં આવ્યું છે એમ પણ નથી. આવી ૫૨માણુની વ્યાખ્યા! આવું બહુ ઝીણું! અહા! અહીં પરમાણુની વ્યાખ્યા છે એટલે એમ ન માનવું કે પરમાણુની વ્યાખ્યામાં વળી શું હોય? ભાઈ! એમાં તો ભગવાન આત્માની વ્યાખ્યા પણ સમાઈ જાય છે.
અહા ! ૫૨માણુની ગમે તે પર્યાય હો–ભારે-હળવી પર્યાય હો, કે કર્કશ-સુંવાળી પર્યાય હો, ગમે તે પર્યાયપણે તે થયેલ હો-તોપણ તે સમયે ૫૨માણુદ્રવ્ય (પંચમભાવ) તેમાં આવ્યું નથી. કારણ કે પર્યાય પર્યાયપણે થઈ છે, ને દ્રવ્ય તો ધ્રુવપણે, નિત્યપણે રહ્યું છે. અહા ! દ્રવ્ય તો પર્યાયમાં આવે જ નહિ ને? કેમકે બે અંશો જ જ્યાં ભિન્ન છે ત્યાં દ્રવ્ય પર્યાયમાં કેમ આવે ?
એમ ભગવાન આત્મા નિગોદથી માંડીને..અહાહા...! જુઓ, આમાં જીવોની કેટલી અવસ્થાઓ લીધી ? ને કેટલા જીવ લીધા ? અહા! નિગોદના એક શરીરમાં અનંત જીવ છે. ભાઈ, આ આંગળાના ( અંગુલના ) અસંખ્યમા ભાગ જેટલા સક્કરકંદમાં અસંખ્ય શરીર છે, અને તે એકેક શરીરમાં સિદ્ધ કરતાં અનંતગુણા અનંતા જીવ છે. તો તે બધી પર્યાયપણે પંચમભાવસ્વરૂપ દ્રવ્ય થયું નથી. ઓહો...! કહે છે કે ભલે અભિવની પર્યાય હો કે તીવ્ર મિથ્યાત્વની પર્યાય હો, કે તીવ્ર પાપાચારની પર્યાય હો; કેવી ? કે બબ્બે માઈલમાં પશુને કાપવાનું કારખાનું-કષાયખાનું માંડે એવી પાપાચારની પર્યાય હો; તોપણ પરમસ્વભાવભાવરૂપ દ્રવ્ય એમાં આવ્યું નથી, કેમકે દ્રવ્ય તો ધ્રુવ ત્રિકાળ નિત્ય છે. વળી, જે સિદ્ધપણે પરિણમન છે તે પર્યાયપણે પણ દ્રવ્ય તો થયું નથી, તે પર્યાયમાં પણ દ્રવ્ય તો આવ્યું નથી; કેમકે દ્રવ્ય તો એવું ને એવું અભેદ એકરૂપ ધ્રુવ નિત્ય છે. અહાહા...! આવો જે અંદર જ્ઞાન ને આનંદનો કંદ ભગવાન જ્ઞાયકસ્વરૂપ નિજ આત્મા છે તેની તું અંતર-એકાગ્રતા કર. આ જ ભાઈ! તારા કલ્યાણનો મારગ છે. બાકી બીજું બધું–વ્રત, તપ ને ભક્તિ આદિ-તો તું કરી કરીને હેરાન થઈ ગયો છો, કેમકે એ તો બધો રાગ ને કાયક્લેશ છે.
હવે કહે છે જે આવો હોવાથી, ઇન્દ્રિયજ્ઞાનગોચર નહિ હોવાથી અને પવન, અગ્નિ ઇત્યાદિ વડે નાશ પામતો નહિ હોવાથી, અવિભાગી છે તેને, હું શિષ્ય ! તું પરમાણુ જાણ.
લ્યો, આને તું ૫૨માણુ જાણ એમ કહે છે. યોગસારમાં પણ કહ્યું છે ને ? કે–છ દ્રવ્યને તું પ્રયત્નથી જાણ. છ દ્રવ્યનું વ્યવહાર જ્ઞાન તું પ્રયત્નથી કર.
શ્લોક ૪૦: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન:
‘જડાત્મક પુદ્દગલની સ્થિતિ પોતામાં (-પુદ્દગલમાં જ ) જાણીને (અર્થાત્ જડસ્વરૂપ પુદ્દગલો પુદ્દગલના નિજ સ્વરૂપમાં જ રહે છે એમ જાણીને), તે સિદ્ધભગવંતો પોતાના ચૈતન્યાત્મક સ્વરૂપમાં કેમ ન રહે? (જરૂર રહે). ’
અહાહા...! કહે છે-જ્યારે આવો જડ પ૨માણુ પણ પોતામાં રહે છે, અહા! જેને કાંઈ ભાન નથી, જેમાં કાંઈ જ્ઞાન નથી એવો પ૨માણુ પણ જ્યારે પોતે પોતામાં દ્રવ્યસ્વરૂપથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com