________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૮
[ નિયમસાર પ્રવચન જ પોતાની પરિણતિનો આદિ છે.' એટલે કે પરમાણુ પોતે જ પોતાના ભાવનો સ્વભાવનો આદિ છે. પરિણતિ શબ્દ અહીં પર્યાય નથી કહેવી, પણ તેનો ભાવ-સ્વભાવ કહેવો છે. તેવી રીતે, “પોતે જ પોતાની પરિણતિનું મધ્ય છે.” એટલે કે પોતે જ પોતાના સ્વભાવનું મધ્ય છે. અહા ! સ્વભાવનું મધ્ય પણ પોતે જ ધ્રુવવસ્તુ-દ્રવ્ય છે. અને પોતે જ પોતાનો અંત પણ છે.' અર્થાત્ પોતાની આદિ–મધ્ય-અંતમાં પરમાણુદ્રવ્ય પોતે જ છે. જોયું? આ સરવાળો લીધો. પરિણતિ એટલે પર્યાયનું અહીં કામ (પ્રયોજન) નથી, કેમકે અહીં પંચમભાવની અપેક્ષાએ વાત છે, ને તેનો (પરમાણુનો) પરમસ્વભાવ લીધો છે. ભાઈ, અહીં દ્રવ્યને–પરમાર્થ દ્રવ્યને જ સિદ્ધ કરવું છે. સમજાય છે કાંઈ...?
અહા ! એક પરમાણુ પણ અતિન્દ્રિય વસ્તુ છે, અને આકાશના એક પ્રદેશમાં એવા અનંતા પરમાણુના અનંતા સ્કંધ સમાય છે. અહા ! આવો એક પરમાણુ છે! અહા ! એની આદિ-મધ્ય-અંતમાં તે વસ્તુ-દ્રવ્ય પોતે જ છે. અહા ! તે પરમાણુ ક્યારેય નિજ સ્વરૂપથી શ્રુત નથી.'
શું કીધું?
કે એ જે પરમાણુદ્રવ્ય છે તે કોઈ દિ' ચીકાશ કે લુખાક્ષાદિની પર્યાયમાં આવ્યું નથી. શું કીધું? એક ગુણ ચીકાશ હો, બે ગુણ ચીકાશ હો, ત્રણ ગુણ ચીકાશ હો, બંધને યોગ્ય હો, કે બંધને અયોગ્ય હો, પંચમભાવવાળું આ જે તત્ત્વ-વસ્તુ-દ્રવ્ય છે તે કોઈ દિ' પર્યાયમાં આવતું નથી. અહા ! પરમાણુની જે પર્યાય છે એ તો પરિણામિકભાવની જ પર્યાય છે, કેમકે તેને ઉદય કે એવો કોઈ ભાવ છે નહિ, છતાં પણ એ વસ્તુ કે જે પંચમભાવસ્વરૂપ ધ્રુવ શક્તિરૂપ ભાવ છે તે પર્યાયમાં આવતી નથી. અહા ! જુઓ તો ખરા! વસ્તુ નાની છે કે મોટી-એમ એના ક્ષેત્રને ન દેખવું, પણ તેનો સ્વભાવ શું છે તે જોવું. અહા ! એક પરમાણુનો પણ આવો સ્વભાવ છે કે-એક ગુણ ચીકાશ હો કે અનંત ગુણ ચીકાશ હો એક ગુણ લખાશ હો કે અનંત ગુણ લુખાશ હો; તે ભારે પરિણમ્યો હો કે હુલકાપણે પરિણમ્યો હો; પરમાણુદ્રવ્ય તો જે છે તે જ છે, એ પર્યાયમાં આવતો જ નથી. અહા! તે ક્યારેય નિજ સ્વરૂપથી શ્રુત નથી. હવે આવું સર્વજ્ઞ સિવાય બીજે ક્યાં મળે ?
અહા! કહે છે-તે ક્યારેય નિજ સ્વરૂપથી શ્રુત નથી.' એટલે શું? કે પંચમભાવવાળું અજીવ પરમાણુતત્ત્વ ક્યારેય પોતાની પર્યાયમાં આવ્યું નથી. અહા ! સુગંધની પર્યાય હો કે દુર્ગધની પર્યાય હો; ચીકાશની પર્યાય હો કે લુખાશની પર્યાય હો; ઠંડાની પર્યાય હો કે ગરમની પર્યાય હો; ભારેપણાની પર્યાય હો કે હળવાપણાની પર્યાય હો; પંચમભાવ તેમાં આવ્યો નથી.
પ્રશ્ન: પરમાણુમાં ભારે પર્યાય હોય?
સમાધાન: હા, છે. પરમાણુની પણ ભારે પર્યાય છે. જુઓ ખૂબી ! કે સ્કંધમાં પરમાણુની પણ ભારે-ધુળવી પર્યાય થઈ છે. છતાં પરમાણુ (દ્રવ્ય-સ્વભાવ) તેનાથી જુદો છે, તે ભારે-હળવી પર્યાયમાં પંચમભાવમય દ્રવ્ય આવ્યું નથી. અહા ! જુઓને, આ કેટલું લોજિક છે? આ તો વસ્તુવિજ્ઞાન છે બાપુ !
પ્રશ્ન: શરીરમાં પરમાણુ ભારે છે ને ? માટે, સ્કંધમાં તે પરમાણુ આવ્યો તો એટલો ફર્યો કે નહીં? પરમાણુ સ્કંધમાં આવ્યો ત્યારે પર્યાય ભારેપણાની થઈ ને? તેથી તે ભારે પર્યાય પરને લઈને થઈ ને ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com