________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૬]
૩૩૭
અસંખ્ય જીવો પણ છે. તો, કહે છે, આ બધાય જીવોનું સહજ નિશ્ચયનયે નિજ સ્વરૂપથી અચ્યુતપણું કહેવામાં આવ્યું છે. અર્થાત્ સર્વ વિવિધ અવસ્થાઓમાં રહેલા તે જીવો નિજ ૫૨મસ્વભાવભાવથી ચ્યુત થતા નથી.
જુઓ, નિગોદના જીવને અક્ષરના અનંતમા ભાગની જ જ્ઞાનની પર્યાય ઉઘડી છે, જ્યારે ભગવાન કેવળીને અને સિદ્ધને પૂર્ણ જ્ઞાનની-કેવળજ્ઞાનની પર્યાય ઉઘડેલી છે. અને વચમાં સાધક જીવને મોક્ષમાર્ગની પર્યાય ઉઘડેલી છે. અર્થાત્ બધાય પંચેન્દ્રિય પર્યંતના મિથ્યાદષ્ટિ જીવો પર્યાયમાં તીવ્ર મિથ્યાત્વપણે પરિણમે છે જ્યારે કેવળી ને સિદ્ધ અનંત કેવળજ્ઞાન આદિપણે પરિણમે છે. છતાં, કહે છે-એ બધાય જીવો-ચાહે સંસારી હો કે સિદ્ધ હો-પોતાના નિત્ય ધ્રુવ સ્વરૂપથી ીય ખસ્યા નથી ને ખસતા નથી. વાહ! જુઓને! આ બે લીટીમાં કેટલું સમાડી દીધું છે!
અહા! પરમાણુ જેવા અજીવ અચેતન પદાર્થને પણ રહેવાને માટે કોઈની જરૂર નથી. એ પોતે જ પોતાથી પોતામાં-પોતાના આદિ-મધ્ય-અંતમાં છે. તેમ ભગવાન આત્મા નિગોદથી માંડીને સિદ્ધ સુધી..., અહા ! વચમાં બીજા બધા પણ આવી ગયા ને? એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યંતના બધા જીવો આવી ગયા કે નહિ? આવી ગયા. આ માંસના ખાનારા સિંહ, વાઘ ને વરુ વગેરે બધા પણ આવી ગયા. તો, કહે છે, એવી એવી પર્યાયમાં રહેલા-તીવ્ર ગૃહિત મિથ્યાત્વની પર્યાયમાં, કે સમ્યગ્દર્શનની સાધકની પર્યાયમાં, કે સિદ્ધની પર્યાયમાં રહેલા-એ બધાય જીવોનું નિજ સ્વરૂપથી અચ્યુતપણું કહેવામાં આવ્યું છે. અર્થાત્ તે તે પર્યાય વખતે પણ નિત્ય ધ્રુવ વસ્તુ તો પોતાથી કદી ખસી જ નથી. અહા ! એ ત્રિકાળી ધ્રુવ સ્વભાવભાવ, પર્યાયમાં કદી આવ્યો જ નથી. કહો, આવી વાત હવે બીજે ક્યાં છે? અહીં વાત તો પરમાણુની કરવી છે; છતાં પણ તેમાં આત્માના સ્વભાવની વાત પણ ભેગી નાખી છે.
હવે કહે છે– તેમ પંચમભાવની અપેક્ષાએ પરમાણુદ્રવ્યનો ૫૨મસ્વભાવ હોવાથી પરમાણુ પોતે જ પોતાની પરિણિતનો આદિ છે, પોતે જ પોતાની પરિણતિનું મધ્ય છે અને પોતે જ પોતાનો અંત પણ છે (અર્થાત્ આદિમાં પણ પોતે જ, મધ્યમાં પણ પોતે જ અને અંતમાં પણ પરમાણુ પોતે જ છે, ક્યારેય નિજ સ્વરૂપથી ચ્યુત નથી ).’
જુઓ, પરિણતિ શબ્દે અહીંયાં પરિણતિ એટલે પર્યાય ન લેવી; કેમકે અહીંયાં પંચમભાવનીત્રિકાળી ધ્રુવની અપેક્ષાએ વાત છે. શું કીધું? કે પરમાણુના પંચમભાવસ્વરૂપ જે એનો ત્રિકાળી પરમસ્વભાવ છે, ત્રિકાળી ધ્રુવ ભાવ છે તેની અહીંયાં વાત છે. એમ તો એની પર્યાય પણ પારિણામિકભાવની જ પર્યાય છે, પણ તેને અહીં સિદ્ધ નથી કરવી. અહા! પાઠમાં ‘અત્તાવિ’-વગેરે છે ને? તો, કહે છે, પોતે જે વસ્તુ છે-જે સૂક્ષ્મ એક પરમાણુ છે-તે પોતે જ પોતાની આદિ છે, તે પોતે જ પોતાનું મધ્ય છે, ને તે પોતે જ પોતાનો અંત છે. જો કે કહેવામાં ભેદ પડે છે, પણ વસ્તુમાં આવો કોઈ ભેદ નથી.
6
અહાહા...! કહે છે–‘તેમ પંચમભાવની અપેક્ષાએ...'
આ કોનો પંચમભાવ છે?
પરમાણુનો. તો પંચમભાવની અપેક્ષાએ ‘પરમાણુદ્રવ્યનો ૫૨મસ્વભાવ હોવાથી...' જુઓ, ૫૨મસ્વભાવ હોવાથી... ’–એમ લીધું છે. તો, ‘ ૫૨માણુદ્રવ્યનો પરમસ્વભાવ હોવાથી પરમાણુ પોતે Please inform us of any errors on rajesh@AtmaDharma.com