________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૬
[ નિયમસાર પ્રવચન પર્યાયવાળા બધાય જીવો ત્રિકાળ નિત્ય છે; તેઓ નિત્યપણાથી કોઈ દિ' શ્રુત થાય નહિ એવા અશ્રુત છે. ઓહો....! વસ્તુના સ્વભાવને કહેવાની દિગંબર સંતોની શું અલૌકિક શૈલી ! હવે આવું વસ્તુના સ્વભાવનું વર્ણન બીજે ક્યાં છે બાપુ? એ તો જે છે તે આમાં બહાર આવ્યું છે, બાકી બીજે ક્યાંય આવી વાત છે જ નહિ.
અહાહા.! શું કહે છે? કે જેમ પરમાણુ પોતે પોતાથી પોતાના આદિ-મધ્ય-અંતમાં છે, તેમ આત્મા પણ વસ્તુસ્વભાવની-પરમસ્વભાવભાવની અપેક્ષાએ પોતાથી કોઈ દિ' શ્રુત થતો નથી. અહા ! વસ્તુ તો ધ્રુવ-એમ ને એમ-ત્રિકાળ છે. અર્થાત્ પોતે જ પોતાની આદિમાં છે, પોતે જ પોતાની મધ્યમાં છે, ને પોતે જ પોતાના અંતમાં છે. કહ્યું ને કે “નિત્ય અને અનિત્ય નિગોદથી માંડીને સિદ્ધક્ષેત્ર પર્યત...' અહા ! આત્માનો પરમસ્વભાવભાવ જે ધ્રુવ ત્રિકાળ છે તે નિગોદથી સિદ્ધ પર્વતની પર્યાયોમાં આવ્યો નથી. અર્થાત્ તે પર્યાયમય થયો નથી, અને નિત્યપણાથી ટ્યુત થયો નથી. ઓહોહો...! આવો ચૈતન્યમય હીરો ત્રિકાળ ધ્રુવ ભગવાન આત્મા છે! એનાં શું મૂલ્ય કરવાં? અહા! જેના મૂલ્યાંકન કરવા જતાં પોતાની બુદ્ધિ પણ મૂલ્યવાન થઈ જાય છે તેના મૂલ્ય શાં કરવા! આવી અચિન્હ અમૂલ્ય એ ચીજ છે.
અહાહા..! જેને કોઈ પર્યાયની-ઉદયાદિ ભાવની અપેક્ષા નથી એવો સહજ પરમ પારિણામિકભાવસ્વરૂપ ભગવાન આત્મા અલૌકિક ચીજ છે. વળી, તે પરમસ્વભાવભાવને કહેનારા સહજ નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા ત્રિકાળ નિત્ય છે. અહા! જેમ પરમાણુની આદિ-મધ્ય-અંતમાં તે પોતે જ છે, તેમ આત્માના પરમ પરિણામિકભાવમાં-નિત્યપણામાં-પણ પોતે જ ત્રિકાળ કાયમ છે, તેમાંથી કોઈ દિ” તે ખસ્યો નથી.
અહા! નિગોદથી માંડી સિદ્ધ પર્વતના સર્વ જીવોનું નિજ સ્વરૂપથી અશ્રુતપણું કહેવામાં આવ્યું છે. કયા નયે? સહજ પરમ પારિણામિકભાવની વિવક્ષાનો આશ્રય કરનારા અર્થાત્ તેને કહેનારા સહજ નિશ્ચયનયે તેઓ બધા જ અય્યત છે, નિત્ય છે. અહા ! સર્વ અનંતા જીવોનું-ચાહે તો પર્યાયમાં નિગોદપણું હો, કે પર્યાયમાં ત્રસપણે હો, કે પર્યાયમાં સિદ્ધપણું હો, એ સર્વ જીવોનું-નિજ સ્વરૂપથી અચ્યુંતપણું નિશ્ચયનયથી કહેવામાં આવ્યું છે. સહજ નિશ્ચયનયે બધાનું નિત્યપણાથી અશ્રુતપણું કહેવામાં આવ્યું છે. અહો ! શું ટીકા છે!
ભાઈ, દશામાં નિગોદની પર્યાય હો, કે સાતમી નરકના નારકીની પર્યાય હો, કે અંતિમ રૈવેયકના મિથ્યાષ્ટિની પર્યાય હો, કે ક્ષાયિક સમકિતીની પર્યાય હો, કે સિદ્ધની પર્યાય હો, અહા! નિગોદથી માંડીને જેમાં અનંત આનંદાદિ પ્રગટયાં છે એવી સિદ્ધ પર્યાય પર્વતની જે કોઈ પર્યાય પ્રગટ હો, અહીં કહે છે, વસ્તુ આત્મા પોતાના પરમસ્વભાવભાવે નિત્ય છે, તે નિત્યપણાથી કોઈ દિ' ગ્રુત થયો નથી. અહા ! બધા જ અનંતા જીવો નિજ સ્વરૂપથી અય્યત છે. ગજબની ટીકા છે ભાઈ !
“નિત્ય અને અનિત્ય નિગોદથી માંડીને સિદ્ધક્ષેત્ર પર્યત રહેલા જીવોનું...'—એમ પાઠ છે ને? એટલે કે આ લોકમાં એક જીવ નથી, પણ ઘણા-બધા અનંત જીવો છે. તેમ જ અહીં નિગોદથી માંડીને સિદ્ધ પર્વતના જીવો લીધા છે ને? તો મિથ્યાષ્ટિના ત્રસ ને સ્થાવરમય અનંત જીવો છે, સિદ્ધના પણ અનંતા જીવો છે, અને વચમાં જેને સાધકપણું ને સાથે કંઈક બાધકપણું છે એવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com