________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-ર૬]
૩૩૫ જેટલા જ અનંત જડ ગુણ છે. અર્થાત જેટલા એક આત્મામાં ગુણની સંખ્યા છે તેટલા જ જડ ગુણની સંખ્યા પરમાણમાં છે. પણ આત્માના ગુણ તેમાં નથી. શું કહ્યું? કે જ્ઞાન, દર્શન આદિ અનંત ગુણ જીવમાં છે, તેમ એટલા જ અનંત જડ ગુણ પરમાણમાં છે. અહા ! જીવના જેવા ચેતન ગુણો પરમાણુમાં નથી, પણ સંખ્યામાં એટલા જ જડ ગુણ એક પરમાણમાં છે. અહા ! એક પ્રદેશી પરમાણુમાં પણ જીવના જેટલા જ અનંત જડ ગુણો છે. સમજાણું કાંઈ...?
પણ આ જાણીને શું કામ છે?
કે જ્યારે પરમાણુ એક પ્રદેશી હોવા છતાં વસ્તુ સ્વભાવ છે તો, આત્મા તો અસંખ્ય પ્રદેશી છે અર્થાત્ તેના સ્વભાવનું ક્ષેત્ર તો અસંખ્ય પ્રદેશ છે ને તે જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા છે. તો તેના એક જ્ઞાયક સ્વભાવનો અંદર મહિમાં લાવીને તેનો આશ્રય કરવો ને તેની જ ભાવના ભાવવી. લ્યો, આ કરવાનું છે. જો સુખી થવું હોય તો, ફરી ફરીને પણ, ભણી-ભણીને પણ, બધું જાણીને પણ કરવાનું તો આ છે.
તો, અહીં કહે છે-“આ, પરમાણુનું વિશેષ કથન છે.”
વળી કહે છે-“જેમ સહજ પરમ પારિણામિકભાવની વિવક્ષાનો આશ્રય કરનારા સહજ નિશ્ચયનયની અપેક્ષાએ...'
સહુજ પરમ પરિણામિકભાવ”—એટલે આત્માનો સ્વાભાવિક ત્રિકાળી ધ્રુવ પરમ ભાવ, અને તેની વિવક્ષાનો આશ્રય કરનારા અર્થાત્ તેના કથનનો તેમ જ તેના ભાવનો આશ્રય કરનારા સહજ નિશ્ચયનયની અપેક્ષાએ અહા ! જેમાં સહજ પરમ પારિણામિકભાવસ્વરૂપ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની જ વિવક્ષા છે, મતલબ કે જેમાં ઉદયભાવની, ઉપશમભાવની, ક્ષયોપશમભાવની કે ક્ષાયિકભાવની વિવક્ષા નથી, પણ જેમાં ત્રિકાળી ધ્રુવ પરમસ્વભાવભાવ એવા એક જ્ઞાયકભાવની જ વિવેક્ષા છે એવા સહજ-સ્વાભાવિક નિશ્ચયનયની અપેક્ષાએ... અહા ! એ અપેક્ષાએ શું વાત છે? તો, કહે છે-તે અપેક્ષાએ ભગવાન આત્મા નિત્ય છે, અર્થાત્ આત્મા નિત્યપણાથી કોઈ દિ' ગ્રુત થયો નથી. અહા ! પરમસ્વભાવભાવ એવા એક જ્ઞાયકભાવથી આત્મા કદી ચુત થયો નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ !
અહાહા...! કહે છે-“જેમ...સહજ નિશ્ચયનયની અપેક્ષાએ નિત્ય અને અનિત્ય નિગોદથી માંડીને સિદ્ધક્ષેત્ર પર્યત રહેલા જીવોનું નિજ સ્વરૂપથી અશ્રુતપણું કહેવામાં આવ્યું, તેમ..”
શું કહે છે આ? કે નિગોદથી માંડીને સિદ્ધ સુધીની પર્યાયમાં રહેલા બધાય જીવો, તેના દ્રવ્યનો જે પરમસ્વભાવભાવ છે તેનાથી કોઈ દિ' શ્રુત થયા નથી.
ફરીને, શું કહે છે? કે આ આત્મા જે નિત્ય વસ્તુ છે તે કેવી છે? અહાહા..! સહજ પરમ પારિણામિકભાવસ્વરૂપ ભગવાન આત્મા છે. અહા ! એક જ્ઞાયકભાવ જેનો પરમસ્વભાવભાવ છે તેવા આત્માનું કથન કરનારા સહજ નિશ્ચયનયની અપેક્ષાએ, અહીં કહે છે, ભગવાન આત્મા નિત્ય.. નિત્યનિત્ય એવો ત્રિકાળ ધ્રુવ છે. અહાહા...! અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા આદિ એવી અનંત શક્તિઓથી ભરપૂર ભરેલું આત્મતત્ત્વ, તેના સહુજ પરમ પારિણામિકભાવની અપેક્ષાએ નિત્ય છે. અહા! બધા જ આત્માઓ આ રીતે નિત્ય છે. અહા ! સહજ પરમ પારિણામિકભાવને કહેનારા સહજ નિશ્ચયનયે નિગોદથી માંડીને સિદ્ધ સુધીની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com