SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૪ [નિયમસાર પ્રવચન ગાથા – ૨૬ अत्तादि अत्तमज्झं अत्तंतं णेव इंदियग्गेज्झं। अविभागी जं दव्वं परमाणू तं वियाणाहि।। २६ ।। જે આદિ-મધ્યે અંતમાં પોતે જ છે, અવિભાગી છે, જે ઇન્દ્રિથી નહિ ગ્રાહ્ય છે, પરમાણુ જાણો તેહને. ૨૬. અન્વયાર્થ- [વાભારિ] પોતે જ જેનો આદિ છે, [માત્મHધ્યમ] પોતે જ જેનું મધ્ય છે અને [ માત્માન્ત] પોતે જ જેનો અંત છે ( અર્થાત્ જેના આદિમાં, મધ્યમાં અને અંતમાં પરમાણુનું નિજ સ્વરૂપ જ છે), [ન ન્દ્રિ: ગ્રામ] જે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય (જણાવાયોગ્ય) નથી અને [ યઃ વિમાનિ] જે અવિભાગી છે, [ 1 ] તે [પરમાણું દ્રવ્ય ] પરમાણુદ્રવ્ય [ વિનાનાદિ] જાણ. ટીકા- આ, પરમાણુનું વિશેષ કથન છે. જેમ સહજ પરમ પારિણામિકભાવની વિવક્ષાનો આશ્રય કરનારા સહજ નિશ્ચયનયની અપેક્ષાએ નિત્ય અને અનિત્ય નિગોદથી માંડીને સિદ્ધક્ષેત્ર પર્યત રહેલા જીવોનું નિજ સ્વરૂપથી અય્યતાપણું કહેવામાં આવ્યું, તેમ પંચમભાવની અપેક્ષાએ પરમાણુદ્રવ્યનો પરમસ્વભાવ હોવાથી પરમાણુ પોતે જ પોતાની પરિણતિનો આદિ છે, પોતે જ પોતાની પરિણતિનું મધ્ય છે અને પોતે જ પોતાનો અંત પણ છે (અર્થાત આદિમાં પણ પોતે જ, મધ્યમાં પણ પોતે જ અને અંતમાં પણ પરમાણુ પોતે જ છે, ક્યારેય નિજ સ્વરૂપથી શ્રુત નથી). જે આવો હોવાથી, ઇન્દ્રિયજ્ઞાનગોચર નહિ હોવાથી અને પવન, અગ્નિ ઇત્યાદિ વડ નાશ પામતો નહિ હોવાથી, અવિભાગી છે તેને, હે શિષ્ય! તું પરમાણુ જાણ. | [ હવે ર૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ] (અનુષ્ટ્રમ) अप्यात्मनि स्थितिं बुद्धवा पुद्गलस्य जडात्मनः। सिद्धास्ते किं न तिष्ठति स्वस्वरूपे चिदात्मनि।। ४०।। [શ્લોકાર્ચ- ] જડાત્મક પુદ્ગલની સ્થિતિ પોતામાં (-પુગલમાં જ ) જાણીને (અર્થાત્ જડસ્વરૂપ પુદ્ગલો પુદ્ગલના નિજ સ્વરૂપમાં જ રહે છે એમ જાણીને), તે સિદ્ધભગવંતો પોતાના ચૈતન્યાત્મક સ્વરૂપમાં કેમ ન રહે? (જરૂર રહે.) ૪૦. ગાથા ર૬ ટીકા ઉપરનું પ્રવચનઃ અહા ! એ પરમાણુમાં, અંગુલના અસંખ્યમા ભાગ જેટલું નાનું ક્ષેત્ર છે છતાં, જીવના ગુણની જેટલી સંખ્યા છે તેટલા, અનંત ગુણ છે. ભલે તેમાં ચૈતન્યગુણ ન હોય, તોપણ તેમાં જીવના Please inform us of any errors on [email protected]
SR No.008280
Book TitlePravachana Ratna Chintamani 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy