________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૩
ગાથા-૨૫] હો કે સ્નિગ્ધ હો, ગમે તે હો, બે અંશ ને ચાર અંશવાળો, ત્રણ અંશ ને પાંચ અંશવાળો-એમ એ પ્રમાણે પરમાણુ બંધાય છે. પણ એક અંશવાળો ન બંધાય. ભાઈ, એકડે એક, ને બગડે છે. અર્થાત એક અંશવાળો બંધાય નહિ, પણ બે કે અધિક અંશવાળો બંધને યોગ્ય હોવાથી બંધાય છે. પુદ્ગલનો પણ આવો સ્વભાવ છે કે એક અંશવળો જઘન્ય પરમાણુ બંધાતો નથી, કેમકે તે બંધને અયોગ્ય છે.
શ્લોક ૩૯: શ્લોકાર્થ ઉપરનું પ્રવચનઃ “તે છ પ્રકારના સ્કંધો કે ચાર પ્રકારના અણુઓ સાથે મારે શું છે?'
શું કહે છે? કે એ છ પ્રકારના સ્કંધો કહ્યા, ને ચાર પ્રકારના અણુઓ કહ્યા. તો, તે હો; પરંતુ મને એનાથી કોઈ પ્રયોજન નથી, અર્થાત તેઓ મારા કાંઈ (સંબંધી) જ નથી. કેમ? કેમકે એ ચીજ તો પરવસ્તુ છે, જ્યારે હું તો જાણનાર..જાણનાર જાણનાર-એવો જાણગસ્વરૂપે છું અને તે પણ મારામાં રહીને મારાથી જાણનાર છું.
હું તો અક્ષય શુદ્ધ આત્માને ફરી ફરીને ભાવું છું.'
અહાહા...! કહે છે-મારે તો અતીન્દ્રિય આનંદનું પ્રયોજન છે. તેથી હું તો સહજ આનંદસ્વરૂપ નિજ આત્માને ભાવું છું. અહીં તો મુનિરાજ છે ને? તો, કહે છે-ફરી ફરીને અક્ષય શુદ્ધ આત્માને ભાવું છું. અહાહા....! મારો આત્મા અક્ષય આનંદનું ધામ અંદર સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. તો, હું ત્યાં જ ફરી ફરીને એકાગ્ર થાઉં છું.
અહા! મને તો એક આનંદનું જ પ્રયોજન છે; અને આનંદ તો મારી પાસે જ છે, અર્થાત્ હું અક્ષય અતીન્દ્રિય આનંદનું ઢીમ જ છું. તેથી હું તો એવા અક્ષય-ક્ષય ન થાય એવા-શુદ્ધાત્માને અર્થાત્ પૂર્ણાનંદમય નિજ દ્રવ્યસ્વભાવને ફરી ફરીને ભાવું છું. માવયામિ મુહુર્મુઠ્ઠ:' એમ છે ને? તો “ફરી ફરીને ભાવું છું”—એનો અર્થ શું? શું એ વિકલ્પ છે? ના, હોં. એ તો ભાઈ ! અંતર-એકાગ્રતાની વાત છે. મુનિરાજ અંતર-એકાગ્રતા કરી વારંવાર સ્વરૂપમાં લીન થાય છે એમ વાત છે. સમજાણું કાંઈ....? આવો મારગ છે બાપુ !
અહાહા...! કહે છે-છ પ્રકારના સ્કંધો ને ચાર પ્રકારના પરમાણુ લોકમાં હો તો હો. હવે એમાં આ કર્મ ને નોકર્મ–બધા આવી ગયા હોં. તો, કહે છે-મારે એ બધાથી શું કામ છે? મને એ બધાથી કાંઈ પ્રયોજન નથી. મને તો અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય એ એક જ કામ ને એક જ પ્રયોજન છે. તેથી, હું તો અક્ષય આનંદનું ધામ એવા નિજ શુદ્ધાત્મામાં વારંવાર એકાગ્ર થઈ લીન થાઉં છું. અહાહા..! અનંત આનંદ ને અનંત શાન્તિથી પૂર્ણ ભરેલો અક્ષય આનંદનું ધામ એવો મારો પરમ શુદ્ધ આત્મા છે. તો, એવા આત્માને હું અંતર્મુખ થઈને ફરી ફરીને ભાવું છું. જુઓ, આમ કહીને આ જ કરવાયોગ્ય કામ છે એમ મુનિરાજ કહે છે. સમજાણું કાંઈ....!
લ્યો, આ સરવાળો કર્યો કે-અજીવ જાણવાયોગ્ય છે. પણ તેને જાણીને પછી તેનું લક્ષ છોડી સ્વરૂપની ભાવના ને સ્વરૂપમાં જ લીનતા કરવી એ જ પ્રયોજન છે.
હવે, ગાથા-ર૬ કે જેમાં પરમાણુનું વિશેષ કથન કહેશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com