________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩ર
[નિયમસાર પ્રવચન હવે આધાર આપી કહે છે
એ જ રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૧૬૫મી અને ૧૬૬મી ગાથા દ્વારા) કહ્યું છે કે
(ગાથાર્થ:-) પરમાણુ-પરિણામો, સ્નિગ્ધ હો કે રૂક્ષ હો, બેકી અંશવાળા હો કે એકી અંશવાળા
જુઓ, કીધું? કે પરમાણુ કે જે એક રજકણ, પોઈન્ટ છે તેના પરિણામો એટલે કે પર્યાયો ચીકાશરૂપ હો કે રૂક્ષરૂપ હો તથા બેકી અર્થાત્ બે અંશવાળા, ચાર અંશવાળા, છ અંશવાળા આદિ હો, કે એકી એટલે ત્રણ અંશવાળા, પાંચ અંશવાળા કે સાત અંશવાળા આદિ હો....
“જો સમાન કરતાં બે અધિક અંશવાળા હોય તો બંધાય છે'
કહે છે-બે અંશવાળો તેનાથી બે અંશ અધિક એવા ચાર અંશવાળા સાથે, ત્રણ અંશવાળો તેનાથી બે અંશ અધિક એવા પાંચ અંશવાળા સાથે બંધાય છે. તેવી રીતે સાત અંશવાળો તેનાથી બે અંશ અધિક એવા નવ અંશવાળા સાથે, ને આઠ અંશવાળો તેનાથી બે અંશ અધિક એવા દસ અંશવાળા સાથે બંધાય છે. આ પ્રમાણે પરમાણુ એનાથી બે અંશ અધિક હોય તેની સાથે બંધાય છે. પરંતુ, -
જઘન્ય અંશવાળો બંધાતો નથી.'
શું કહ્યું? કે એક અંશવાળો બંધાતો નથી. અર્થાત્ એક અંશવાળો પરમાણુ બંધને યોગ્ય નથી. તેવી રીતે આત્મામાં પણ અવગુણનો જે છેલ્લો અંશ છે તે, તેના બંધનું કારણ છે નહિ.
એ શું કહ્યું?
કે મોહનો-રાગનો જે છેલ્લો જઘન્ય અંશ છે તે પોતે પોતાના (મોહના) બંધનું કારણ નથી. અહા ! રાગનો છેલ્લો અંશ રાગને બાંધે એમ ન બને. જેમ અહીં પરમાણુમાં એક ગુણ ચીકાશની કે એક ગુણ લુખાશની જે અવસ્થા છે તે બંધને લાયક નથી, તેમ આત્મામાં પણ જે ક્રોધ, માન, માયા ને દર્શનમોહ છે-દર્શનમાં સમકિતમોહ લો તોપણ–તેનો જે છેલ્લો અંશ છે તે બંધનું કારણ નથી. અહા ! સમકિતમોહનો છેલ્લો અંશ દર્શનને ન બાંધે. કેમકે એ છેલ્લો અંશ છે ને? તેવી રીતે રાગાદિનો જે છેલ્લો અંશ છે તે પણ પોતાને ન બાંધે. તે રાગનો અંશ બીજા છ કર્મના બંધનું કારણ ભલે થાય, પણ પોતાને ન બાંધે. આવો જ વસ્તુનો સ્વતઃ સ્વભાવ છે.
-એ પહેલી (૧૬૫મી) ગાથા કહી. હવે બીજી (૧૬૬મી) ગાથા:
સ્નિગ્ધપણે બે અંશવાળો પરમાણુ ચાર અંશવાળા સ્નિગ્ધ (અથવા રૂક્ષ) પરમાણુ સાથે બંધ અનુભવે છે; અથવા રૂક્ષપણે ત્રણ અંશવાળો પરમાણુ પાંચ અંશવાળા સાથે જોડાયો થકો બંધાય છે.'
આ તો દાખલો આપ્યો છે હોં કે ત્રણ અંશવાળો રૂક્ષ પરમાણુ પાંચ અંશવાળા પરમાણુ સાથે બંધને પામે છે. બાકી, ત્રણ અંશ ચીકાશવાળો પરમાણુ પાંચ અંશ ચીકાશવાળા પરમાણુ સાથે પણ બંધાય છે. વળી, જુઓ, અહીંયાં “અનુભવે છે'—એવો શબ્દ છે.
પ્રશ્નઃ પરમાણુને અનુભવવું ક્યાં છે? સમાધાન: “અનુભવે છે” એનો અર્થ એમ છે કે અનુસરીને થાય છે. તો, કહે છે કે રૂક્ષ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com