________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧]
૨૩
· આ પ્રમાણે સર્વ પદોનું તાત્પર્ય કહેવામાં આવ્યું.' જુઓ, પ્રત્યેક શબ્દનું તાત્પર્ય નામ સારરૂપ ભાવ પ્રગટ કરવામાં આવ્યો.
6
આ ગાથામાં ‘મળિવું' એમ શબ્દ છે. જ્યારે સમયસારની છઠ્ઠી ગાથામાં મનંતિ' શબ્દ છે. ‘વં ભગંતિ શુદ્ધ’–એમ છે ને ? મતલબ પ્રમત્ત-અપ્રમત્ત નથી તેને (એક જ્ઞાયકસ્વરૂપને ) સેવવાથી તે (આત્મા) શુદ્ધ છે એમ જણાય-કહેવાય છે. અહા! આત્મા શુદ્ધ-શુદ્ધ છે એમ કેવળ ધારણા કરી રાખે એ નહિ, પણ તેને સ્વસંવેદન પ્રત્યક્ષ જાણવાથી તે ‘શુદ્ધ' છે એમ કહેવાય છે; અર્થાત્ પર્યાયમાં જેણે ભગવાન આત્મા શુદ્ધ છે એમ અંતર્મુખ થઈ જાણ્યું છે તે જાણનારને આ ‘શુદ્ધ' છે એમ કહેવાય છે. જ્ઞાયકભાવ પ્રમત્ત-અપ્રમત્ત નથી એમ અંતરમાં જાણે તેને એ શુદ્ધ છે એમ કહેવામાં આવે છે. આવી ઝીણી વાત !
હવે, ટીકાકાર મુનિરાજ પહેલી ગાથા પૂરી થતાં કળશ કહે છેઃ
શ્લોક ( કળશ ) ૮: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ
અહા! જેમને વંદન કરીને નિયમસાર કહેવાની પ્રતિજ્ઞા કરી તે વીર ભગવાન કેવા છે? તો કહે છે
– શુદ્ધભાવ વડે મારનો (કામનો ) જેણે નાશ કર્યો છે.’ જોયું? શુદ્ધભાવ વડે કામનો નાશ કર્યો છે; પણ પુણ્ય-પાપરૂપ અશુદ્ધભાવ વડે નહિ એમ કહે છે. અહા! પોતે ભગવાન આત્મા જે ત્રિકાળ શુદ્ધસ્વરૂપ છે તેમાં અંતર્લીન શુદ્ધોપયોગ વડે અર્થાત્ પુણ્ય-પાપના વિકલ્પની મલિનતારહિત નિર્મળ એવો સ્વભાવના આશ્રયે ઉત્પન્ન એવો જે શુદ્ધોપયોગ-શુદ્ધભાવ છે તે દ્વારા જેણે મારનો અથવા કામદેવનો અથવા હિંસાનો અથવા મ૨ણનો નાશ કર્યો છે (તે ભગવાન વીર છે). મતલબ કે ભગવાન શ્રી વીર પરમેશ્વરે શુદ્ધોપયોગ વડે મરણનો અંત કીધો છે, હિંસાનો નાશ કર્યો છે, અને જે કામ-વિષયની ઇચ્છા તેનો પણ નાશ કર્યો છે. આ ગુણનું વિશેષ વર્ણન કર્યું છે.-એક વાત.
હવે પુણ્યનું વર્ણન કરે છેઃ ‘ત્રણ ભુવનના જનોને જે પૂજ્ય છે.' અહા! એવા (ઉપર કહ્યા તેવા) ગુણને લઈને તેઓ ત્રણ ભુવનના અર્થાત્ ઉર્ધ્વ, મધ્ય અને અધોલોક એમ ત્રણ લોકના જનોને પૂજ્ય છે, પૂજવાલાયક છે. અહા! ગુણવિશેષ વડે ભગવાન વીર પ્રભુ ત્રણ ભુવનના જનોને પૂજ્ય છે.-બે વાત.
હવે ત્રીજી વાતઃ ‘પૂર્ણ જ્ઞાન જેનું એક રાજ્ય છે.' શું કીધું ? કે અનંત જ્ઞાનાદિનું પૂર્ણ સ્વરૂપ એ તેમનું રાજ્ય છે, કેમકે તેઓએ કેવળજ્ઞાન વડે ત્રણ કાળ-ત્રણ લોકને પ્રત્યક્ષ જાણી લીધા છે. અહા! પૂર્ણ જ્ઞાન એ એવું એમનું રાજ્ય છે કે એનો હુકમ-આશા ફરે નહિ, અર્થાત્ કેવળજ્ઞાનમાં જે જોયું છે તે જ થાય છે. અહા! પણ અહીં તો એમ પણ આશય છે કે પૂર્ણ જ્ઞાનથી તેઓ શોભિત છે. રાજ્યતિ ફતિ શોભિત:। અહા ! ‘પૂર્ણ જ્ઞાન જેનું એક રાજ્ય છે' એટલે કે પૂર્ણ જ્ઞાન એ જ એમની સત્તા છે. અહા! આવું પૂર્ણ સ્વરૂપ ભગવાનનું જેણે જાણ્યું (એ ન્યાલ થઈ જાય છે.) હવે કહે છે
‘દેવોનો સમાજ જેને નમે છે.' ત્રણ ભુવનના જનોને પૂજ્ય-એ સમુચ્ચય વાત હતી. અહીં કહે છે પુણ્યના ફળવાળા જે દેવો છે તેનો સમાજ પણ અર્થાત્ ઘણા બધા દેવો જેને નમે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com