________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨
[નિયમસાર પ્રવચન પરની સહાય વિના જાણે છે; પણ એ મનનો એક પ્રકાર છે માટે તેને પરોક્ષ પણ કહે છે. પંચાધ્યાયીમાં (પૂર્વાર્ધ, ૭૦૧ ગાથામાં) ચારેય જ્ઞાનને પરોક્ષ કહ્યા છે. ભગવાન કેવળી સકલપ્રત્યક્ષ જ્ઞાનના ધરનારા છે. એટલે શું? કે બધુંય-ત્રણ કાળ-ત્રણ લોકવર્તી સમસ્ત દ્રવ્ય-ગુણ-પર્યાય આદિ લોકાલોકસહિત બધુંય ભગવાન કેવળીને યુગપદ પ્રત્યક્ષ થયું છે. અહાહા..! આવા સકલપ્રત્યક્ષ જ્ઞાનના ધરનારા ભગવાન કેવળીઓએ આ નિયમસાર કહ્યું છે.
અને શ્રુતકેવળીઓ તે સકળ દ્રવ્યશ્રુતના ધરનારા...' , જુઓ, આમાંય “સકળ” કહ્યું પણ કેવળી સકળપ્રત્યક્ષ જ્ઞાનના ધરનારા છે, જ્યારે શ્રુતકેવળી સકળ દ્રવ્યશ્રુતના ધરનારા છે, મતલબ કે જેટલાં શાસ્ત્ર છે તે બધાને તેમણે ધારી રાખ્યાં છે.
અહા! “એવા કેવળીઓ અને શ્રુતકેવળીઓએ કહેલું, સકળ ભવ્યસમૂહને હિતકાર, “નિયમસાર” નામનું પરમાગમ હું કહું છું.” જુઓ, આ નિયમસાર શાસ્ત્ર જે કેવળી-શ્રુતકેવળીઓએ કહેલું છે તે હું કહું છું એમ ભગવાન કુંદકુંદાચાર્યદવ કહે છે. તેના અર્થ (ટકા) કરનાર શ્રી પદ્મપ્રભમલધારિદેવે તો આ પહેલાં (પાંચમા કળશમાં) કહી દીધું છે કે ગુણના ધરનારા ગણધરોએ અને પરંપરાના આચાર્યોએ કહેલા જે અર્થો છે તે ટીકામાં કહેવામાં આવશે. અહીં તો મૂળ પાઠ કરનારા ભગવાન કુંદકુંદાચાર્યદવ કહે છે કે આ નિયમસાર પરમાગમ જે ભગવાન કેવળીઓ ને શ્રુતકેવળીઓએ કહેલું છે અને હું કહીશ.
પ્રશ્ન: અહીં “વોચ્છામિ' હું કહીશ, અર્થાત્ કોઈને માટે હું કહીશ એમ અર્થ છે, જ્યારે છેલ્લે કહે છે કે મારી ભાવના માટે રચ્યું છે.
સમાધાન: ભાઈ, જરી હતુ તો બીજાને કહેવાનો છે. જુઓ, અહીં કહ્યું ને કે-“સકળ ભવ્યસમૂહને હિતકર 'અર્થાત્ જેટલા મોક્ષની યોગ્યતાવાળા ભવ્ય પ્રાણી છે તેને આ નિયમસાર પરમાગમ હિતકર છે. એવો નિમિત્ત-વ્યવહાર છે ને? માટે એમ કહ્યું છે. બાકી નિશ્ચયે તો “નિયમસાર” નામ શુદ્ધ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ હિતકર છે, અને એની જ ભાવના આચાર્યદેવને છે.) સમજાણું કાંઈ...?
અહા ! “સકળ ભવ્યસમૂહને હિતકર, નિયમસાર નામનું પરમાગમ' જુઓ, આ પરમાગમ છે. શુદ્ધ મોક્ષમાર્ગને કહેનારું આ કેવળી–શ્રુતકેવળીઓએ કહેલું પરમાગમ છે. અહા ! કુંદકુંદાચાર્ય કહે છે-આવું પરમાગમ “વોચ્છામિ' હું કહું છું. આમ એક એક શબ્દને અર્થ જુદો પાડીને કર્યો.
હવે કહે છે-“આમ વિશિષ્ટ ઇષ્ટદેવતાના સ્તવન પછી...” વિશિષ્ટ એટલે ખાસ વિશેષ અને ઇષ્ટદેવ એટલે પોતાને પ્રિય એવા વીતરાગી પરમાત્મા શ્રી વીર-મહાવીરસ્વામીનું સ્તવન કરી “સૂત્રકાર પૂર્વાચાર્ય શ્રી કુંદકુંદાચાર્યદેવગુરુએ પ્રતિજ્ઞા કરી. ટીકાકાર મુનિરાજ કહે છે-આમ સૂત્રકાર અર્થાત સૂત્રના કરનાર પૂર્વાચાર્ય શ્રી કુંદકુંદાચાર્યદેવગુરુએ પ્રતિજ્ઞા કરી. જુઓ, “કુંદકુંદાચાર્યદેવગુરુ' એવો શબ્દ છે. શ્રી પદ્મપ્રભમલધારિદેવે સંસ્કૃતમાં “શ્રીન્દ્રન્દાવાર્યવાણી' એમ કહ્યું છે. ત્યાં શ્રી કુંદકુંદાચાર્યદવ એ નામ છે, ને ગુરુ એ પદવી છે. અહા ! એવા શ્રી કુન્દકુન્દાચાર્યદવે આ પ્રતિજ્ઞા કરી કે શ્રી કેવળીશ્રુતકેવળીઓએ કહેલું નિયમસાર પરમાગમ ભવ્ય જીવોના હિતને માટે હું કહીશ. -આ પહેલી ગાથાનો કે જેમાં શ્રી કુંદકુંદાચાર્યદવે માંગલિક કર્યું છે તેનો અર્થ થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com