________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧]
૨૧
આનંદ જે પ્રગટે છે તેને અહીં શુદ્ધ રત્નત્રય કહે છે અને એ મોક્ષનો મારગ છે. અરે! પણ મને ૫૨ વિના ચાલે નહિ એમ માનીને અજ્ઞાની રાંકો-ભિખારો થઈને ફરે છે, અને તેથી હું આવો મહાન જ્ઞાનાનંદસ્વરૂપી આત્મા છું એમ એને પોતાની મોટપ બેસતી નથી.
અહા ! કહે છે-નિયમ એટલે રત્નત્રય અને સાર એટલે શુદ્ધ; એટલે કે શુદ્ધ રત્નત્રયને અહીં નિયમસાર કહે છે. જ્યારે દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા આદિરૂપ જે વ્યવહાર રત્નત્રય છે તે તો અશુદ્ધ રત્નત્રય છે, બાહ્ય રત્નત્રય છે, ભેદ રત્નત્રય છે, અને એવાં બીજાં નામ દ્રવ્યસંગ્રહમાં આવે છે. અહા! અહીં તો મુનિ ભગવંત કહે છે-અમે તો શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ નિજ આત્માનાં જેમાં દર્શન-જ્ઞાન થાય, સાક્ષાત્કાર થાય અને અનાકુળ આનંદનો રસ નીપજે એવાં શુદ્ધ રત્નત્રય-શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રને કહેવા માગીએ છીએ. અહા! આત્મા પોતે સચ્ચિદાનંદ ૫રમાત્મા છે, પણ રાગની એકતા આડે અજ્ઞાનીને એનાં દર્શન થતાં નથી. એનાં દર્શન તો નિજ સ્વભાવના એકત્વ વડે થાય છે. અહા! શુદ્ધ સ્વભાવનું એકત્વ થયે શુદ્ધ રત્નત્રય પ્રગટે છે અને તે અત્યંતર મોક્ષનો મારગ છે. સમજાણું કાંઈ...?
પણ આમાં વ્યવહારના ભેદોનું પણ વર્ણન છે?
વ્યવહાર નિમિત્ત છે ને ? પણ એ વ્યવહાર દ્વારા સમજાવવો તો છે અખંડ અભેદ એકાકાર આત્મા, વ્યવહાર વિના સમજાવવું શી રીતે ? જુઓ, જ્ઞાનના પાંચ ભેદ છે એવા ભેદ પાડવા એ વ્યવહા૨ છે. ત્યાં સમયસારમાં (ગાથા ૨૦૪માં) કહ્યું છે કે ભેદ, અભેદને અભિનંદે છે. કેવળજ્ઞાનસ્વભાવી આત્માના આશ્રયે પ્રગટેલી નિર્મળ પર્યાય, કે જે વધતી જાય છે તે, અભેદપણાને સિદ્ધ કરે છે, અભેદને અભિનંદે છે, ભેદને પ્રસિદ્ધ કરતી નથી. ભલે નિર્મળ પર્યાય વૃદ્ધિગત થાય છે, પણ તે અભેદને પ્રસિદ્ધ કરે છે, એકત્વને સિદ્ધ કરે છે. આવું ઝીણું છે બાપુ ! (ભેદરૂપ વ્યવહાર પણ નિશ્ચય અભેદને સમજાવવા માટે છે. ) સમજાણું કાંઈ...?
અહા ! અહીં કહે છે–‘ કેવળીઓ અને શ્રુતકેવળીઓએ કહેલું છે.' શું? કે નિયમસાર અર્થાત્ શુદ્ધ રત્નત્રયનું સ્વરૂપ. નિજ શુદ્ધ પરમાત્મસ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન-રમણતા તે શુદ્ધ રત્નત્રય છે. આ શુદ્ધ રત્નત્રય આત્માની (આત્મરૂપ ) નિર્મળ પર્યાય છે. લ્યો, આ કેવળીઓ અને શ્રુતકેવળીઓએ કહેલી વાત છે. રાત્રે કહ્યું હતું ને કે જૈનશાસન તે વીતરાગી પર્યાય છે. એ દ્રવ્ય-ગુણ નથી, એ છે તો પર્યાય. નિર્મળ રત્નત્રય કહો, શુદ્ધોપયોગ પરિણામ કહો-એ પર્યાય છે તે જિનશાસન છે. ત્યાં એ શુદ્ધોપયોગ અભેદથી જાણે છે તો એમ જાણે છે કે હું જ્ઞાયક દ્રવ્ય છું. જાણનારી તો પર્યાય છે, દ્રવ્યને (નિષ્ક્રિયને ) ક્યાં જાણવું છે? છતાં શુદ્ધ રત્નત્રયની પર્યાય એમ જાણે–ધ્યાવે છે કે આ વસ્તુ હું જ્ઞાયક છું. ભાઈ, આ ઝીણી પણ અંતરની અલૌકિક વાત છે. અહો! આવા શુદ્ધ રત્નત્રયનું સ્વરૂપ કેવળી ને શ્રુતકેવળી ભગવંતોએ કહ્યું છે. સમજાણું કાંઈ ?
હવે એ કેવળીઓ અને શ્રુતકેવળીઓ કોણ છે? તો કહે છે-‘કેવળીઓ તે સકલપ્રત્યક્ષ જ્ઞાનના ધરનારા...' જોયું? આનો અર્થ એ થયો કે નીચેનાં ગુણસ્થાનોમાં પણ થોડું પ્રત્યક્ષ જ્ઞાન હોય છે. મતિ-શ્રુતજ્ઞાન પણ અનુભવના કાળમાં (વેદન અપેક્ષાએ) પ્રત્યક્ષ છે. અવધિજ્ઞાન પણ પ૨ને જાણવામાં દેશ-અંશે પ્રત્યક્ષ છે, અને મન:પર્યયજ્ઞાન પણ પ૨ને જાણવામાં પ્રત્યક્ષ છે, કેમકે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
'