________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦
[ નિયમસાર પ્રવચન નિયમસાર કહું છું.
જુઓ, સમયસારમાં પહેલી ગાથામાં એમ લીધું કે-અનંતા સિદ્ધોને હું મારા જ્ઞાનમાં સ્થાપું છું, અને એ “વંવિતુ' નામ વંદન છે. અર્થાત્ મારા જ્ઞાનમાં અનંતા સિદ્ધોનો આદર કરું છું એ તેમનું વંદન છે. ત્યાં શ્રોતાને પણ કહ્યું કે-હું મારા ને તમારા આત્મામાં (જ્ઞાનમાં) અનંતા સિદ્ધોને સ્થાવું છું અને તમે પણ તમારા જ્ઞાનમાં અનંતા સિદ્ધોને સ્થાપો. અહો ! શું દિગંબર સંતોની શૈલી !
હવે અહીં કહે છે-“ નિયમ શબ્દ, પ્રથમ તો, સમ્યગ્દર્શનશાનચારિત્ર માટે છે. આ કોઈ લોકો પૂછે છે ને કે તમારે કાંઈ નિયમ છે? તેને અહીં કહે છે-પર્યાયમાં શુદ્ધ દર્શનશાનચારિત્ર પ્રગટ કરવું તે નિયમ છે. આ નિયમ લેવા જેવો છે. અહા ! પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા છે તેને નિયમમાં લેવો અર્થાત તેને શ્રદ્ધાનમાં લેવો, જ્ઞાનમાં લેવો અને આચરણમાં લેવો એ નિયમ છે. આ ધર્મ છે ને આ મારગ છે બાપુ !
હવે “સાર” પદનો અર્થ કહે છે: “નિયમસાર (નિયમનો સારો એમ કહેતાં શુદ્ધ રત્નત્રયનું સ્વરૂપ કહ્યું છે.' અહાહા....! ભગવાન આત્મા કે જે પૂર્ણાનંદઘન સ્વરૂપે અસ્તિ છે, સત્તા છે તેની અંતર્મુખ થઈને પ્રતીતિ કરવી, તેનું અંતર્મુખાકાર સ્વસંવેદનપૂર્વક જ્ઞાન કરવું અને તેમાં જ સ્થિરતા-લીનતારૂપ આચરણ કરવું તે નિયમ છે.
તે નિયમને સાર કેમ કહ્યો?
કેમકે અહીં શુદ્ધ રત્નત્રયનું સ્વરૂપ કહેવું છે. અહા! નિયમ એટલે રત્નત્રય અને સાર પદ જોડતાં શુદ્ધ રત્નત્રય, એમાં વ્યવહાર રત્નત્રય સમાય નહિ, અર્થાત્ એમાં વ્યવહાર રત્નત્રયનો નિષેધ છે-એમ કહેવું છે. સમજાણું કાંઈ...?
અહાહા....! ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ એક જ્ઞાનાનંદ-ચિદાનંદસ્વભાવ છે. અહા ! તેના આશ્રયે-સ્વાશ્રયે પ્રગટ જે સ્વરૂપનાં શ્રદ્ધાન, જ્ઞાન ને ચારિત્ર તે શુદ્ધ રત્નત્રય છે, અને તેની જ અહીં વાત કહેવી છે. રાગરહિત-મલરહિત નિર્મલ શુદ્ધ રત્નત્રયના સ્વરૂપને જ અહીં કહેવું છે. ભલે વ્યવહાર અંદર સમજાવશે, પણ વસ્તુ જે કહેવી છે તે આ (શુદ્ધ રત્નત્રય) છે. અહા ! ભેદ પાડીને સમજાવશે, પણ સમજાવવાં છે ત્રિકાલ શુદ્ધ ચિત્માત્ર વસ્તુનાં શ્રદ્ધાન-જ્ઞાન-રમણતારૂપ શુદ્ધ રત્નત્રય. લ્યો, આ વાસ્તવિક મોક્ષનો માર્ગ!
અરે ! આવા માર્ગને સમજ્યા વિના જીવો બિચારા સંસારના દુઃખમાં-આકુળતામાં શેકાઈ રહ્યા છે! પ્રશ્નઃ હા, પણ પુણ્યના યોગે ધન-પૈસા હોય ને પુત્ર-પરિવાર બરાબર હોય એ તો સુખી છે ને?
સમાધાન: ભાઈ ! તને એના (પુણના યોગ) ઉપર લક્ષ જાય છે એ એકલી આકુળતા જ છે પ્રભુ! અરે, અહીં તો એમ કહે છે કે દેવ-ગુરુ-શાસ્ત્ર ઉપર લક્ષ જાય તો તે પણ આકુળતા છે માટે તો તેની અહીં વાત કરવી નથી. એ વ્યવહારની વાત અહીં કહેવી નથી. (છતાં મુમુક્ષુની ભૂમિકામાં દેવશાસ્ત્ર-ગુરુની ભક્તિ હોય છે.) અહાહા...! અતીન્દ્રિય આનંદનો નાથ જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મા અંદર બિરાજે છે તેના આશ્રયે અનાકુળ-નિરાકુળ અતીન્દ્રિય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com