________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧]
૧૯
આ પ્રમાણે આટલા બધા વીરના અર્થ કર્યા. ‘વીર એટલે વિક્રાંત (-પરાક્રમી ); વીરતા ફોરવે, શૌર્ય ફોરવે. વિક્રમ (પરાક્રમ ) ફોરવે, કર્મશત્રુઓ પર વિજય મેળવે, તે “વીર” છે.” બીજે આવે છે ને કે- વિશેષે પ્રેરે તે વી૨; એટલે પોતાના વીર્યને વિશેષે પ્રેરે–સ્વભાવ સન્મુખ કરે તે વીર છે.
‘એવા વી૨ને-કે જે શ્રી વર્ધમાન' એક નામ વીર છે, અને તેમનું વર્ધમાન પણ નામ છે. તેઓ ધર્મમાં વૃદ્ધિ પામ્યા છે માટે વર્ધમાન છે. ‘શ્રી સન્મતિનાથ...' આવું પણ નામ છે. તેઓએ દીક્ષા લીધી ન હતી અને બાળક અવસ્થામાં હતા ત્યારે દિગંબર ભાવલિંગી સંત-મુનિએ તેમને (તેમના શરીરને જ હોં) જ્યાં દેખ્યા ત્યાં જ તે મુનિને જે સંશય હતો તેનું સમાધાન થઈ ગયું. એટલે તેમને સન્મતિનાથ-સન્મતિ આપનારા-કહેવામાં આવે છે. ‘શ્રી અતિવીર...' મહા પરાક્રમ કર્યા છે માટે અતિવીર કહેવાયા. કથામાં આવે છે ને કે દેવ પરીક્ષા લેવા આવે છે ત્યારે પોતે નાગ ઉપર ચઢી જાય છે. અને તેથી ‘શ્રી મહાવીર' કહેવાયા. આમ ભગવાન શ્રી મહાવીરનાં પાંચ નામ હતાં (૧) વીર, (૨) વર્ધમાન, (૩) સન્મતિનાથ, (૪) અતિવીર ને (૫) મહાવીર.
અહા ! ભગવાન મહાવી૨ જે ‘એ નામોથી યુક્ત છે' અને ‘જે પરમેશ્વર છે'-આ વીરની વિશેષતા છે. તથા ‘મહાદેવાધિદેવ છે’ અર્થાત્ મહાદેવના પણ દેવ છે. એટલે શું? સ્વર્ગના દેવોના પ્રધાન દેવ ગણધર છે, અને તેમના દેવ પણ ભગવાન છે, માટે મહાદેવાધિદેવ છે. વળી ‘છેલ્લા તીર્થનાથ છે' એટલે કે તીર્થના રક્ષણ કરનારા છે. સાધુ, અર્જિકા, શ્રાવક ને શ્રાવિકા એ તીર્થ છે, અને તેના ભગવાન નાથ છે. નાથ કોને કહીએ ? કે જે પ્રાપ્ત છે તેને જાળવી રાખે, રક્ષણ કરે, અને જે અપ્રાસ છે તેને મેળવી આપે. ભગવાન મહાવીર પ્રાસ ધર્મની (તીર્થની) રક્ષા કરનારા છે, અને અપ્રાપ્તને મેળવી આપનારા છે; માટે તેઓ તીર્થનાથ છે. અહા! આ નિમિત્તથી વાત છે હોં. પ્રવચનસારમાં (૧ થી ૫ ગાથામાં) પણ આવે છે કે-જેમનું (ભગવાન મહાવીરનું) નામગ્રહણ (સ્મરણ ) પણ સારું છે, હિતકાર છે.
પ્રશ્ન: એક બાજુ એમ કહો છો કે બીજાનું નામ લેતાં વિકલ્પ ઊઠે છે અને આ...?
સમાધાનઃ સાંભળીને બાપુ! વિકલ્પ તો વિકલ્પ છે, પણ ભગવાનના નામસ્મરણની પાછળ જે જ્ઞાન થયું છે તેની વિશેષતા છે.
હવે, ‘અનંતવરાળવંસળસન્હાવું' ની વ્યાખ્યા કરે છેઃ કે ‘ જે ત્રણ ભુવનના '..., ઉર્ધ્વ, મધ્ય અને અધોલોકના ‘સચરાચર’...ચાલતા ને સ્થિર એવા ‘દ્રવ્ય-ગુણ-પર્યાયથી કહેવામાં આવતા...', જોયું ? પહેલેથી જ ત્રણ (દ્રવ્ય-ગુણ-પર્યાય ) શબ્દ આવ્યા. મતલબ વસ્તુ, એનો ભાવ અને એની દશા એ ત્રણેથી કહેવામાં આવતા ‘સમયને (–સમસ્ત દ્રવ્યોને) જાણવા-દેખવામાં સમર્થ એવા સકવિમળ (( સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાનદર્શનથી સંયુક્ત છે.' શું કીધું ? ત્રણ લોકના બધા સચરાચર દ્રવ્ય-ગુણ-પર્યાયને
જાણવા-દેખવામાં સમર્થ એવા સકવિમળ કેવળજ્ઞાનદર્શનથી ભગવાન સહિત છે. અહાહા...! ભગવાન ત્રણ કાળ, ત્રણ લોકના સમસ્ત દ્રવ્ય-ગુણ-પર્યાયોને એક સમયમાં જાણવા-દેખવાના સામર્થ્યથી સહિત છે. ‘તેને પ્રણમીને કહું છું.' અહા! કુંદકુંદાચાર્ય કહે છે-આવા ભગવાનને પ્રણમીને, નમીને, વંદન કરીને હું કહું છું. ‘શું કહું છું? નિયમસાર કહું છું'. અહા! આવા દેવાધિદેવ, ત્રણ લોકના નાથ, સર્વજ્ઞ ૫રમાત્માને હું પ્રણમીને આ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com