________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮
[નિયમસાર પ્રવચન શું કીધું? “મિળ નિ' ગાથામાં પહેલાં શબ્દો છે ને? “જિનને નમીને' એટલે શું? એટલે કે પરમ વીતરાગભાવને, ભગવાન વીતરાગદેવને નમસ્કાર. અહાહા...! જેમને પૂર્ણ વીતરાગતા પ્રગટી છે એવા શ્રી જિનને નમસ્કાર. અહા! પહેલો જ “જિન” શબ્દ લીધો છે. વસ્તુસ્વરૂપે તો આત્મા જિનસ્વરૂપ જિન જ છે, અને (પર્યાયમાં) જેમને રાગદ્વેષમોહરહિત પરમ વીતરાગદશા-જિનદશા પ્રગટી છે તેમને નમીને..આમ કહીને આચાર્યદેવ શાસ્ત્રની આદિમાં અસાધારણ માંગલિક કર્યું છે. આપણે પણ આ શાસ્ત્ર પોષ સુદી એકમથી–સુદના દિવસે શરૂ થયું છે ને ? એટલે કે અંધારાં ગયાં ને અજવાળાં થયાં. અહા ! જુઓને, કુદરતનો પણ કેવો મેળ ને કેવો સંકેત ! તેને કરે કોણ? (એ તો સહજ છે.)
હવે, “નત્વા' ઇત્યાદિ પદોનું તાત્પર્ય કહેવામાં આવે છે:
ટીકાનું નામ તાત્પર્યવૃત્તિ છે ને ? માટે દરેક શબ્દનું તાત્પર્ય કહેવામાં આવે છે. તાત્પર્ય એટલે તેનો સાર.
(પહેલાં જિનની વ્યાખ્યા કરે છે) : “અનેક જન્મરૂપ અટવીને પ્રાપ્ત કરાવવાના હેતુભૂત....' અહા ! જે નિજ સ્વરૂપમાં નથી એવી અનેક જન્મરૂપ અટવીને અર્થાત ચોરાસીના અવતારો-દેહરૂપ મહાવનને પ્રાપ્ત કરાવવાના નિમિત્તભૂત એવા “સમસ્ત મોહરાગદ્વેષાદિકને જે જીતે છે તે “જિન” છે.” શું કીધું? ભગવાન આત્મા અંદર જિનસ્વરૂપ જ છે. અહાહા ! જેણે આવા જિનસ્વરૂપ ભગવાન આત્માનો આશ્રય લઈને ભવના કારણભૂત એવા મોહરાગદ્વેષને સંપૂર્ણતાએ જીત્યા છે તેને “જિન” કહે છે. લ્યો, આ જિનની વ્યાખ્યા. બાપુ! “જિન” એ કોઈ સંપ્રદાયની ચીજ નથી, એ તો વસ્તુનું સ્વરૂપ છે, વસ્તુની સ્થિતિ છે, સમજાણું કાંઈ..?
અહા! ભગવાન આત્મા શક્તિરૂપે, સત્ત્વરૂપે, સ્વભાવે જિનસ્વરૂપ જ છે. જો તે જિનસ્વરૂપ ન હોય તો જિન પર્યાય પ્રગટ ક્યાંથી થાય? તેથી નિજ સ્વભાવનું શરણ લઈને જેણે સમસ્ત મોહરાગદ્વેષને જીત્યા છે તે “જિન” છે, અને એવા જિનને વીર કહીએ. જિન છે તે વીર છે.
(હવે વીરની વ્યાખ્યા કરે છે) :
વીર એટલે વિકાન્ત (પરાક્રમી)' . ભગવાન વીર વિક્રાન્ત-પરાક્રમી છે. શામાં પરાક્રમી છે? કે મોહરાગદ્વેષને જીતવામાં પોતાના સ્વભાવનો આશ્રય લઈને મોહરાગદ્વેષને જીતવામાં તેઓ અતુલ પરાક્રમી છે.
| વીર એટલે “વીરતા ફોરવે' . અહાહા...! આ વીરની વિશેષ વ્યાખ્યા કરી કે જે વીર્યની ફુરણા કરીને અનંત ગુણને રચે અને રાગાદિને જીતે તે વીર છે.
વીર એટલે “શૌર્ય ફોરવે.” શું કીધું? શૌર્ય-શૂરવીરતા ફોરવે તે વીર છે. ફરીને વિશેષ કહે છે –
વીર એટલે “વિક્રમ (પરાક્રમ ) ફોરવે.' પહેલાં વિક્રમ રાજા થઈ ગયા ને? એમ આ આત્મા રાજા વિક્રમ છે એમ કહે છે. પરાક્રમ ફોરવે તે વિક્રમ છે. એટલે કે અનંતગુણસ્વરૂપ નિજ આત્માની સન્મુખ થઈને અનંતવીર્યની ફુરણા કરે તે વિક્રમ છે. અહીં વિક્રમ છે તે વીર છે એમ કહે છે. (નિશ્ચયથી તો) ભગવાન આત્મા વીર વિક્રમાદિત્ય છે.
હવે કહે છે-કર્મશત્રુઓ પર વિજય મેળવે તે વીર છે.'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com