________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧]
(માલિની) जयति जगति वीर: शुद्धभावास्तमार: त्रिभुवनजनपूज्य: पूर्णबोधैकराज्यः। नतदिविजसमाजः प्रास्तजन्मद्रुबीज:
समवसृतिनिवासः केवलश्रीनिवासः।।८।। [શ્લોકાર્ચ- ] શુદ્ધભાવ વડે મારનો (કામનો) જેણે નાશ કર્યો છે, ત્રણ ભુવનના જનોને જે પૂજ્ય છે, પૂર્ણ જ્ઞાન જેનું એક રાજ્ય છે, દેવોનો સમાજ જેને નમે છે, જન્મવૃક્ષનું બીજ જેણે નષ્ટ કર્યું છે, સમવસરણમાં જેનો નિવાસ છે અને કેવળશ્રી (કેવળજ્ઞાનદર્શનરૂપી લક્ષ્મી) જેનામાં વસે છે, તે વીર જગતમાં જયવંત વર્તે છે. ૮.
ગાથા-૧: ગાથાર્થ ઉપરનું પ્રવચન: જુઓ, ગાથામાં “àવતિસુવર્તીમળવું'—એમ સ્પષ્ટ આવ્યું છે કે આ નિયમસાર કેવળી અને શ્રુતકેવળીઓએ કહેલું છે. સમયસારમાં “સુયવર્તીમળિય'-શ્રુતકેવળીએ કહેલું એમ પાઠ છે, ત્યાં કેવળીએ કહેલું એમ સ્પષ્ટ-ચોખું નથી. પણ અમૃતચંદ્રાચાર્યદવે એની ટીકામાં સ્પષ્ટ કરી નાખ્યું છે કે (આ સમયસાર) સર્વજ્ઞથી પ્રણીત અને શ્રુતકેવળી ગણધરોએ કહેલ છે. ત્યાં સમયસારમાં પધની રચનામાં “શ્રુતકેવળી' શબ્દ જ આવવાનો હતો પણ અંદર આશય તો આ જ હતો કે તે કેવળી અને શ્રુતકેવળીઓએ કહેલું છે. અહીં નિયમસારમાં સ્પષ્ટ વાત છે ને? અહા! આ નિયમસાર કેવળી પરમાત્માએ અને ચૌદ પૂર્વ તથા બાર અંગના ધરનારા એવા શ્રુતકેવળીઓએ કહેલું છે, અને તે હું કહીશ એમ કહે છે.
હવે અન્વયાર્થ:-“અનંત અને ઉત્કૃષ્ટ જ્ઞાનદર્શન જેમનો સ્વભાવ છે એવા (કેવળજ્ઞાની અને કેવળદર્શની) જિન વીરને નમીને...' , જુઓ, સમયસારમાં સિદ્ધ ભગવંતોને વંદન કર્યું છે, પણ અહીં આ શાસ્ત્રમાં તો મોક્ષમાર્ગ કહેવો છે તેથી વર્તમાન શાસનનાયક એવા શ્રી વીર ભગવાનને નમસ્કાર કર્યો છે. અહા! જેણે ભવના ભાવને જીત્યા છે અર્થાત્ ભવનો અભાવ ર્યો છે એવા શ્રી જિન વીરને નમીને “વવનિસુવેવનીમવિં-કેવળી અને શ્રુતકેવળીઓએ કહેલું નિયમસાર હું કહીશ'. જુઓ, અહીં કેવળી અને શ્રુતકેવળી–એમ બે શબ્દો જુદા ચોખ્ખા છે. અહા ! કેવળી પરમાત્માએ અને શ્રુતકેવળીઓએ જે મોક્ષનો માર્ગ–નિયમસાર કહ્યો છે તે હું આ પરમાગમમાં કહીશ એમ કહે છે. “વક્ષ્યામિ' છે ને? મતલબ હું કહીશ, અહા ! પણ કહેલું છે તે કહીશ. મારું (મારા ઘરનું) કાંઈ કહીશ નહિ, કેવળી ને મુનિવરોશ્રતધરોએ જે કહ્યું છે તે કહીશ એમ કહે છે.
ગાથા ૧: ટીકા ઉપરનું પ્રવચન: અહીં “નિને નત્વ' એ ગાથાથી શાસ્ત્રના આદિમાં અસાધારણ મંગળ કહ્યું છે.'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com