________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬
[નિયમસાર પ્રવચન
હવે (શ્રીમદ્ભગવત્કંદકુંદાચાર્યદેવવિરચિત) ગાથાસૂત્રનું અવતરણ કરવામાં આવે છે:
ગાથા – ૧ णमिऊण जिणं वीरं अणंतवरणाणदंसणसहावं। वोच्छामि णियमसारं केवलिसुदकेवलीभणिदं।।१।। નમીને અનંતોત્કૃષ્ટ દર્શનશાનમય જિન વીરને
કહું નિયમસાર હું કેવળીશ્રુતકેવળીપરિકથિતને. ૧. અન્વયાર્થ-[અનંતવરજ્ઞાનવસ્વમાનં] અનંત અને ઉત્કૃષ્ટ જ્ઞાનદર્શન જેમનો સ્વભાવ છે એવા (-કેવળજ્ઞાની અને કેવળદર્શની ) [ નિ વીરં] જિન વીરને [ નત્વ ] નમીને [ વનિયુતવનિમણિd] કેવળી અને શ્રુતકેવળીઓએ કહેલું [ નિયમસાર] નિયમસાર [વક્ષ્યામિ ] હું કહીશ.
ટીકા- અહીં “નિન નન્દા’ એ ગાથાથી શાસ્ત્રના આદિમાં અસાધારણ મંગળ કહ્યું છે. નત્વી' ઇત્યાદિ પદોનું તાત્પર્ય કહેવામાં આવે છે:
અનેક જન્મરૂપ અટવીને પ્રાપ્ત કરાવવાના હેતુભૂત સમસ્ત મોહરાગદ્વેષાદિકને જે જીતે છે તે “જિન” છે. “વીર' એટલે વિક્રાંત (-પરાક્રમી); વીરતા ફોરવે, શૌર્ય ફોરવે, વિક્રમ (પરાક્રમ) ફોરવે, કર્મશત્રુઓ પર વિજય મેળવે, તે “વીર” છે. એવા વીરને-કે જે શ્રી વર્ધમાન, શ્રી સન્મતિનાથ, શ્રી અતિવીર અને શ્રી મહાવીર એ નામોથી યુક્ત છે, જે પરમેશ્વર છે, મહાદેવાધિદેવ છે, છેલ્લા તીર્થનાથ છે, જે ત્રણ ભુવનના સચરાચર દ્રવ્ય-ગુણ-પર્યાયોથી કહેવામાં આવતા સમયને (-સમસ્ત દ્રવ્યોને) જાણવા-દેખવામાં સમર્થ એવા સકળવિમળ (-સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાનદર્શનથી સંયુક્ત છે તેને-પ્રણમીને કહું છું. શું કહું છું? “નિયમસાર' કહું છું. “નિયમ” શબ્દ, પ્રથમ તો, સમ્યગ્દર્શનશાનચારિત્ર માટે છે. “નિયમસાર” (નિયમનો સાર”) એમ કહેતાં શુદ્ધ રત્નત્રયનું
સ્વરૂપ કહ્યું છે. કેવું છે તે? કેવળીઓ અને શ્રુતકેવળીઓએ કહેલું છે. “કેવળીઓ' તે સકલપ્રત્યક્ષ જ્ઞાનના ધરનારા અને “શ્રુતકેવળીઓ” તે સકળ દ્રવ્યશ્રુતના ધરનારા; એવા કેવળીઓ અને શ્રુતકેવળીઓએ કહેલું, સકળ ભવ્યસમૂહને હિતકર, નિયમસાર, નામનું પરમાગમ હું કહું છું. આમ, વિશિષ્ટ ઇષ્ટદેવતાના સ્તવન પછી, સૂત્રકાર પૂર્વાચાર્ય શ્રી કુંદકુંદાચાર્યદેવગુરુએ પ્રતિજ્ઞા કરી.
-આ પ્રમાણે સર્વ પદોનું તાત્પર્ય કહેવામાં આવ્યું. [હવે પહેલી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com