________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મંગલાચરણ ] એક સાધારણ વાત કરે ત્યાં તો ફુલાઈને કહેવા લાગી જાય કે આ અમે કહીએ છીએ, અમને આવડે છે, આ અમારું છે ઇત્યાદિ.
અહીં તો કહે છે–અમારા ચિત્તમાં આ પરમાગમનો સાર એવો દઢપણે ઘુંટાયા કરે છે કે અમને એની ટીકા રચાય એમ વિકલ્પ થઈ આવે છે, અને તો (તેથી) આ ટીકા રચાય છે.
તો (તેથી) ટીકા રચાય છે એટલે?
એટલે કે પરમાગમના સારની પુષ્ટ રુચિથી આવો વિકલ્પ થઈ આવ્યો છે, આવું મન થયા કરે છે અત્યંત પ્રેરિત થાય છે તો (તેથી) ટીકા રચાય છે; અન્યથા અમારે કાંઈ (હેતુ) નથી. સમજાણું કાંઈ..?
જુઓને ! ગજબ કરી છે ને ! કેવી અલૌકિક ટીકા રચી છે! (અમને) મનમાં કોઈ વાર એમ થઈ જતું કે આની ટીકા જો શ્રી અમૃતચંદ્રાચાર્યદવ દ્વારા થઈ હોત તો? પણ જ્યાં જેનું નિમિત્ત જે હોય તે જ હોય ને? શ્રી અમૃતચંદ્રાચાર્યદેવને સમયસારની ટીકાનો વિકલ્પ થયો ને નિયમસારની ટીકા રચવાની પ્રેરણા ન થઈ. જ્યારે ટીકાકાર પમપ્રભમલધારિદેવનું મન નિયમસારની ટીકા રચવા પ્રતિ પુનઃ પુનઃ પ્રેરિત થયું. એ તો (જેને) જે જાતનો વિકલ્પ આવવાનો હોય તે જ આવે ને? આવી વાત છે.
અહા! ભગવાન આત્મા તો શુદ્ધ ચિત્માત્ર એક જ્ઞાનસ્વભાવી છે. તેમાં સ્વભાવમાં શાસ્ત્રની ટીકા રચું એવો વિકલ્પ નથી. એ તો વર્તમાન વિકલ્પ થઈ આવ્યો છે, ને આ ટીકા રચાય છે. બાકી અમે તો જ્ઞાતા-દટા છીએ. આવો વિકલ્પ થઈ આવ્યો છે, ને ટીકા રચાય છે એના અમે તો જ્ઞાતા-દષ્ટા છીએ. આવી અંતર્દષ્ટિ છે મુનિવરની, સમજાણું કાંઈ ?
શ્લોક ૭: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન: સંત-મુનિવર શ્રી પદ્મપ્રભમલધારિદેવ આમાં એમ કહે છે કે-સૂત્રકાર-સૂત્રના રચનાર ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદવે (આ શાસ્ત્રમાં) “પૂર્વે પાંચ અસ્તિકાય” પહેલાં કાળદ્રવ્ય સિવાય જીવાસ્તિકાય આદિ પાંચ અસ્તિકાય, “છ દ્રવ્ય ' કાળદ્રવ્ય સહિત જીવાદિ છ દ્રવ્ય, “સાત તત્ત્વ” પુણ્ય-પાપને આસ્રવમાં અંતર્ગર્ભિત કરીને જીવાદિ સાત તત્ત્વ અને “નવ પદાર્થ” આસ્રવથી પુણ્ય-પાપને જુદા પાડીને નવ પદાર્થ કહ્યા છે. આ બધા પહેલાં કહ્યા છે. તેમ જ પ્રત્યાખ્યાનાદિ સન્ક્રિયા કહેલ છે.” મતલબ પછી પ્રત્યાખ્યાન, અલોચના, સમાધિ, પરમભક્તિ આદિ સમ્યક સન્ક્રિયાને-નિર્વિકલ્પ ક્રિયાને સૂત્રકારે આમાં કહેલ છે. આ રીતે પરમાગમમાં વર્ણન છે.
હવે મુનિવર કહે છે-“સત્રમ્ નમ્ ગતિવિસ્તરેT' અતિ વિસ્તારથી બસ થાઓ, બસ થાઓ, “સ્વસ્તિ સાક્ષાવર્ગે વિવરણીય’ સાક્ષાત્ આ વિવરણ જયવંત વર્તો. એમ કે પાઠનું (ગાથાનું) જે વિવરણ-વિસ્તાર-સ્પષ્ટ ટીકા થાય છે તે જયવંત વર્તો. અર્થાત્ એ ભાવ જે કહીએ છીએ તે વસ્તુ (ભાવ) નિત્ય રહો, જયવંત રહો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com