________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪
[ નિયમસાર પ્રવચન થાય? અજ્ઞાની માને નહિ, હઠ છોડે નહિ).
અહા! ભગવાનના મુખકમળમાંથી સૂત્રો-અર્થ નીકળ્યા છે, અને ગણધરોએ તે સૂત્રો રચ્યાં છે. તે સૂત્રોમાં, કહે છે, આ અર્થસમૂહ ભગવાન ગણધરોએ ભર્યો છે અને શ્રતધરોની પરંપરાથી સારી રીતે તે અર્થસમૂહ વ્યક્ત કરાયેલો છે. “મૃતધરસન્તાનતંતુ સુવ્યજીમ્'—એમ પાઠ છે ને? અા! ગણધરોથી માંડી પરંપરાએ શ્રુતધરો-શ્રુતના ધરનારાઓ થયા છે તેની પરંપરાના સંતોએ આ અર્થસમૂહને સારી રીતે વ્યક્ત કર્યો છે અને તે પરંપરાએ પ્રાપ્ત થયો છે એમ કહે છે. શું કહે છે? કે આ અર્થો સારી રીતે (સમ્યક પ્રકારે) વ્યક્ત કરાયેલા છે, કોઈ વાત ગુપ્ત રાખી છે એમ નથી. અહા! શ્રતધરોની પરંપરાથી સારી રીતે વ્યક્ત કરાયેલા આ અર્થો છે, તે એકલા મારા કરેલા અર્થો છે એમ નથી. આ તો આચાર્યોની પરંપરાએ પ્રાપ્ત થયેલા અર્થો છે. સમજાય છે કાંઈ....?
અહા ! કહે છે-આ પરમાગમના અર્થસમૂહનું કથન કરવાને એટલે કે પરમાગમ શ્રી નિયમસારના અર્થના સમૂહને કહેવાને “અમે મંદબુદ્ધિ તે કોણ?' હું ટીકા કહીશ એમ ચોથા કળશમાં કહ્યું છે. હવે અહીં કહે છે-અમે મંદબુદ્ધિવાળા તે કોણ કે આ કહી શકીએ? એ તો પૂર્વે ગણધરોએ અને આચાર્યોએ જે અર્થો ભલી પ્રકારે કહ્યા છે તે આમાં (ટકામાં) અમે કહેવાના છીએ એમ કહેવું છે.
અહા! આગળ (૧૦૦મી ગાથામાં) પોતે જ કહે છે કે “પરમાગમરૂપી પુષ્પરસ જેના મુખમાંથી ઝરે છે એવો પદ્મપ્રભ અને અહીં કહે છે-“અમે મંદબુદ્ધિ તે કોણ ?'– ભાઈ ! અમારી મંદબુદ્ધિ છે.
ગણધરો અને શ્રુતધર આચાર્યો પાસે અમે મંદબુદ્ધિ છીએ. અહાહા....! “વવતું નમું છે વયં મંડા” અમે મંદબુદ્ધિવાળા તે કોણ કે આ કહી શકીએ? જુઓ, કેટલી નિર્માનતા છે!
શ્લોક ૬: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન: જુઓ, પહેલાં (ચોથા શ્લોકમાં) કહ્યું કે-ભવ્યોના મોક્ષને માટે તેમ જ નિજ આત્માની શુદ્ધિ અર્થે આ ટીકા રચું છું-એમ બે કારણ કહ્યાં. હવે ત્રીજું કારણ કહે છે. કહે છે-“હુમણાં અમારું મન પરમાગમના સારની પુષ્ટ રુચિથી ફરી ફરીને અત્યંત પ્રેરિત થાય છે.” એમ કે પરમાગમના સારની અતિશય રુચિથી પ્રેરિત થવાને લીધે તાત્પર્યવૃત્તિ' નામની આ ટીકા રચાય છે. અહાહા...! કહે છે અમારા મનમાં આ શાસ્ત્રની ટીકા રચાય એમ વારંવાર વિકલ્પ થઈ આવે છે.
અહા! પરમાગમનો સાર જે મોક્ષમાર્ગ તેની અતિ પુષ્ટ-દઢ રુચિ થવાથી અમારું મન તેની ટીકા રચવા પ્રતિ ફરી ફરીને પ્રેરિત થાય છે. આની ટીકા રચાય એમ ફરી ફરીને મન ત્યાં જાય છે, અને તેથી આ ટીકા રચાય છે એમ કહે છે. (અહા ! પરમાગમના સાર પ્રતિ કેવી દેઢ રુચિ ! અને એની ટીકા રચવા પ્રતિ કેવું દઢ મન!) અમારું મન વારંવાર “પુન: પુન: પ્રેરાતાં, કહે છે, આ ટીકા રચાય છે. અહા ! કેટલી લઘુતા ! કેટલી નરમાશ ! (ને કેવી સરળતા !) અજ્ઞાની તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com