________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મંગલાચરણ ]
૧૩ હવે કહે છે-તવિદ્યાથી સમૃદ્ધ વીરનંદિ મુનિન્દ્રને હું વંદું છું. અહા! જે ઉત્તમ સિદ્ધાંતરૂપી શ્રીના પતિ પણ છે, તર્કકમળના સૂર્ય ભટ્ટ અકલંકદેવ જેવા પણ જે છે, અને શબ્દસિંધુના ચંદ્ર પૂજ્યપાદ જેવા પણ જે છે અહા ! એવા મારા ગુરુ શ્રી વીરનંદિ મુનિન્દ્રને હું વંદું છું.
-આમ શ્રી ગુરુને વિનમ્રપણે ભક્તિથી વંદન કર્યું છે.
- હવે પરમાગમ શ્રી નિયમસારમાં અધિકાર (મૂળ ગાથા) શરૂ કરતા પહેલાં માંગળિકનાં કાવ્યો કહે છે. તેમાં હવે ટીકા કરવાની શરૂઆત કેમ થઈ એની વાત કરે છે:
શ્લોક ૪: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન: જુઓ, નિયમસાર સિદ્ધાંતશાસ્ત્ર છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે તેની રચના કરી છે. નિયમસાર એટલે મોક્ષનો માર્ગ. તેની ટીકા હું શા માટે કરું છું તે વાત હવે ટીકાકાર શ્રી પદ્મપ્રભમલધારિદેવ કહે છે.
કહે છે-“અપવા ભવ્યાન' ભવ્યોના મોક્ષને માટે, અહાહા..! જે લાયક—ભવ્ય પ્રાણીઓ છે તેમના પરમસુખની પ્રાતિરૂપ જે મોક્ષ છે તેને માટે હું ટીકા કરું છું.
વળી “શુદ્ધયે સ્વીત્મનઃ પુન:' તેમ જ નિજ આત્માની શુદ્ધિને અર્થે હું આ ટીકા કરું છું. અહા! ટીકાના કાળમાં મારું લક્ષ સ્વભાવ સન્મુખ રહેશે, (સ્વભાવના ઘોલનમાં રહેશે) અને તેથી શુદ્ધિ થશે. લ્યો, આ ટીકા કરવાનું પ્રયોજન. કોઈ ખ્યાતિ–લાભ-પૂજાનું પ્રયોજન નથી; નિજ આત્માની શુદ્ધિ અર્થે જ આ ટીકાની રચના છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે પણ આ શૈલી લીધી છે. (સમયસારના ત્રીજા કળશમાં શ્રી અમૃતચંદ્રાચાર્ય કહે છે-આ સમયસારની વ્યાખ્યાથી જ મારી પરમ વિશુદ્ધિ થાઓ.).
અહા! ભવ્યોના મોક્ષને માટે તેમ જ નિજ આત્માની શુદ્ધિ અર્થે નિયમસારની-મોક્ષમાર્ગનું કથન કરનાર આ પરમાગમની-તાત્પર્યવૃત્તિ નામની આ ટીકા હું કહું છું. તાત્પર્યવૃત્તિ એ ટીકાનું નામ છે. તાત્પર્યવૃત્તિ” એટલે શું? તાત્પર્યવૃત્તિ એટલે તાત્પર્ય જે સારભૂત કહેવું છે તેનું વૃત્તિ નામ પરિણમનપરિણામ થાય એવી આ ટીકા તે હું કહીશ એમ કહે છે. સમજાણું કાંઈ?
શ્લોક ૫: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન: જુઓ, શ્રી પદ્મપ્રભમલધારિદેવ પ્રચુર અતીન્દ્રિય આનંદમાં રહેનારા, છઠ્ઠી-સાતમાં ગુણસ્થાને ઝુલતા એવા મહા મુનિવર દિગંબર સંત હતા. તેઓ પોતે અહીં કહે છે આ ટીકાનો રચનારો હું તે કોણ? “ વયે મંવા:' એમ કેમ કીધું? કેમકે આ ટીકાના અર્થો તો “ગુણના ધરનારા ગણધરોથી રચાયેલા ' છે. પાઠ છે ને અંદર? “ગુણધર'TTધરરતિ '. તેથી કહે છે-આ અર્થો મેં (ઘરના) કર્યા છે એમ નથી. અહા ! ટીકાનો આવો તો (પ્રબળ) આધાર આપે છે. (પણ શું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com