________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨
એટલે એકસાથે છે, જ્યારે પર્યાય ક્રમે એક પછી એક છે. આમ બે નયનું કથન છે.
ભાઈ, વીતરાગ પરમેશ્વરની તો બે નયના આશ્રયે સર્વસ્વ કહેવાની પદ્ધતિ છે. સ્વથી અસ્તિ ને પરથી નાસ્તિ; તો સ્વથી અસ્તિ તે નિશ્ચય છે, ને પરથી નાસ્તિ એ વ્યવહાર થઈ ગયો. આમ બધેય બે નય દ્વારા કહેવાની પદ્ધતિ છે. ‘નયક્રયાયત્તવાવ્યસર્વસ્વપતિમ્' એમ છે ને? અર્થાત્ કહેવાની પદ્ધતિનિરૂપણની શૈલી-બે પ્રકારે છે. કથનના પ્રકાર બે છે; દ્રવ્યથી ને પર્યાયથી, ભેદથી ને અભેદથી; નિશ્ચયથી ને વ્યવહા૨થી–એમ નિરૂપણ બે પ્રકારથી છે. અહાહા...! કહે છે–એમ બે પ્રકારથી સર્વસ્વ કહેવાની જેની પદ્ધતિ છે તે વાણીને (જિનભગવંતોની સ્યાદ્વાદમુદ્રિત વાણીને) હું વંદું છું.
પહેલા દેવની ઓળખાણ કરીને વંદન કર્યું, અને હવે વાણીની ઓળખાણ કરીને જિનવાણીને વંદન કર્યું છે. સમયસારમાં પણ આવે છે કે ‘ અનેાન્તમયીમૂર્તિર્નિત્યમેવ પ્રાશતામ્' ત્યાં પણ વાણીને નમસ્કાર કર્યા છે. નિમિત્તરૂપે ભગવાનની વાણી છે ને ? અહાહા...! સ્વભાવમાં જા, સ્વભાવમાં જા; ને વિભાવથી ખસ, ખસ-આવી વાણી વીતરાગ પરમેશ્વરની છે. અહા ! આવી જિનભગવંતોની સ્યાદ્વાદમુદ્રિત વાણીને હું વંદન કરું છું એમ કહે છે.
હવે ગુરુને વંદન કરે છે.
[નિયમસાર પ્રવચન
શ્લોક ૩: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ
જુઓ, શ્રી પદ્મપ્રભમલધારિદેવ મહા મુનિવર સંત છે તે પોતાના ગુરુને વંદન કરે છે અને સાથે સાથે બીજા પણ જે ગુરુપદે છે તે બધાને વંદન કરે છે. કહે છે–ઉત્તમ સિદ્ધાંતરૂપીશ્રીના પતિ સિદ્ધસેન મુનિન્દ્રને અર્થાત્ ઉત્તમ સિદ્ધાંતો જેમણે સિદ્ધ-પ્રસિદ્ધ કર્યા છે એવા સિદ્ધસેન મુનિન્દ્રને ‘વન્દે’ હું વંદું છું. હવે આ વાંચીને કોઈ અજ્ઞાની એમ કહે છે કે–જુઓ, શ્વેતાંબરમાં ‘સન્મતિ તર્ક’ ના રચયિતા જે સિદ્ધસેન થયા છે તેને અહીં વંદન કરે છે. પણ ભાઈ! એમ નથી. આ તો દિગંબર સંત શ્રી સિદ્ધસેન કે જેઓ ઉત્તમ સિદ્ધાંતરૂપી લક્ષ્મીના સ્વામી હતા એવા મુનિન્દ્ર સિદ્ધસેનને અહીં વંદન કરે છે. અહા ! વંદન કરનાર દિગંબર સંત મહા મુનિવર છે તેઓ બીજાને કેમ વંદન કરે ? અહા ! જગતને આકો પડે એવો માર્ગ! પણ બાપુ! સત્ય તો આવું જ હોય ને? આ સત્ય છે. સમજાણું કાંઈ... ?
હવે કહે છે-તર્કકમળના સૂર્ય ભટ્ટ અકલંક મુનિન્દ્રને હું વંદું છું. શું કીધું? ‘તત્ત્વાર્થ રાજવાર્તિક' ના રચિયતા ભટ્ટ અકલંકદેવ મહા મુનિવર થઈ ગયા. તેઓ તર્કરૂપી કમળને પ્રફુલ્લિત કરવામાં સૂર્ય સમાન હતા. અહા ! આવા મહાન સમર્થ મુનિવરને અહીં વંદન કરે છે.
વળી કહે છે–શસિંધુના ચંદ્ર પૂજ્યપાદ મુનિન્દ્રને હું વંદું છું. પૂજ્યપાદસ્વામીએ તત્ત્વાર્થસૂત્રની ‘સર્વાર્થસિદ્ધિ’ નામની ટીકા રચી છે. આ સર્વાર્થસિદ્ધિમાં જાણે શબ્દસિંધુ ઉછળ્યો ન હોય! જેમ પૂનમનો ચંદ્ર પ્રગટ થતાં દરિયો ઉછળે તેમ ચંદ્રસમાન પૂજ્યપાદસ્વામીના નિમિત્તે સર્વાર્થસિદ્ધિમાં શબ્દસિંધુ ઉછળ્યો છે. તેથી કહે છે શબ્દસિંધુના ચંદ્ર અર્થાત્ શબ્દસિંધુને ઉછાળવામાં ચંદ્રસમાન એવા શ્રી પૂજ્યપાદસ્વામીને હું વંદું છું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com