________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧
મંગલાચરણ ] છે.) વાણી કાંઈ ભગવાનની (ભગવાનના આત્માની) ચીજ નથી. ભગવાન તો વાણીરહિત મૌન જ છે. તેવી રીતે આ આત્મા પણ વાણીરહિત મૌન જ છે. આત્મામાં વાણી કે વિકલ્પ ક્યાં છે? ઝીણી વાત પ્રભુ!
અહાહા...! વાચંયમીન્દ્રોનું અર્થાત્ વાચંયમી નામ મૌન સેવનારા વાણીના સંયમી મુનિવરોમાં પ્રધાન-શ્રેષ્ઠ એવા જિનદેવોનું મુખકમળ જેનું વાહન છે.. , શું કીધું? જિનદેવોનું મુખકમળ વાણીનું વાહન છે. અહા! ભગવાનને તો દિવ્યધ્વનિ હોય છે (અને તે સર્વાગ પ્રગટે છે), પણ અહીં મુખકમળને વાણીનું વાહન કહ્યું છે. ઘણે ઠેકાણે મુખને જ લે છે ને? પંચાસ્તિકાયમાં પણ કહ્યું છે કે-“શ્રમણના મુખમાંથી નીકળેલ અર્થમય” અર્થાત્ મુખરૂપી કમળમાંથી પ્રભુ! આપની વાણી નીકળે છે. અહીં પણ એ જ શૈલી લીધી છે. ભગવાનને તો મૌન જ હોય છે, અને આખા શરીરમાંથી 38 એવો ધ્વનિ ઊઠે છે. પણ લોકો મુખની મુખ્યતાથી ભાષા કહે છે ને? તેથી એ અપેક્ષાએ અહીં શૈલી લીધી છે.
અહા! જિનદેવોનું મુખકમળ જેનું વાહન છે, અને બે નયોના આશ્રયે સર્વસ્વ કહેવાની જેની પદ્ધતિ છે.
પ્રશ્ન: જુઓ, આમાં બે નયો દ્વારા વાણીમાં કથન આવે છે એમ કહ્યું છે.
સમાધાન: હા ભાઈ, બે નયો દ્વારા સર્વસ્વ કહેવાની પદ્ધતિ છે એની કોણ ના પાડે છે? બે નયો દ્વારા વાણીમાં કથન હોય છે. કથન તો દ્રવ્ય ને પર્યાયનું, નિશ્ચય ને વ્યવહારનું-એમ બેયનું હોય ને? જો ન હોય તો એકાંત થઈ જાય. અને બે નયનું કથન છે એટલે તો તેમાં એક નય આદરણીય છે અને બીજો નય છોડવાયોગ્ય છે; અને ત્યારે જ બે નય સિદ્ધ થાય છે. જો બે નય સરખા જ ( ઉપાદેય ) હોય તો બે ભેદ પડે કેમ? અહા! દ્રવ્ય-ત્રિકાળી જ્ઞાયક ભગવાન આત્મા ઉપાદેય છે એવી વાણી પણ હે પ્રભુ! આપની છે; તથા એક સમયની પર્યાય છે, રાગાદિની હયાતી છે, ને તેને હેય બતાવે એવી વાણી પણ પ્રભુ! આપની જ છે. અહો ! દિગંબર સંતો-મુનિવરોએ જંગલમાં રહીને કેવી અદ્ભુત અલૌકિક વાતો કરી
કહે છે-જિનદેવોનું મુખકમળ વાણીનું વાહન છે અને બે નયોના આશ્રયે સર્વસ્વ કહેવાની પદ્ધતિ છે. ભાષા એમ છે ને? “વાવ્યસર્વસ્વપદ્ધતિમ્” અર્થાત્ બધે બે નય હોય છે. મોક્ષમાર્ગ તો કહે છે, સમ્યગ્દર્શન તો કહે છે, સમ્યજ્ઞાન તો કહે છે, ચારિત્ર તો કહે બે-એમ સર્વ ઠેકાણે બે પ્રકારે કથનનીવાણીમાં કહેવાની-પદ્ધતિ છે અર્થાત્ બે નય છે.
પ્રશ્ન: તો પછી ક્રમબદ્ધમાં પણ પર્યાય ક્રમબદ્ધ અને અક્રમબદ્ધ એમ બે પ્રકાર જોઈએ ને?
સમાધાન: ભાઈ, પર્યાય તો ક્રમબદ્ધ જ છે; પણ પોતાની અપેક્ષાએ તેને ક્રમ કહેવાય છે, જ્યારે બીજાની અપેક્ષાએ તેને અક્રમ કહેવાય છે. પણ અક્રમ એટલે તેના ક્રમમાં ફેરફાર થાય છે એમ નથી. આમ આ બે નયનું કથન છે. જેમ સ્વદ્રવ્યને પોતાની અપેક્ષાએ દ્રવ્ય કહેવાય છે ને પરદ્રવ્યની અપેક્ષાએ તેને અદ્રવ્ય કહેવાય છે, તેમ પોતાની અપેક્ષાએ પર્યાય ક્રમે છે ને બીજાના પર્યાયની કે જે એના ક્રમે થાય છે એની અપેક્ષાએ અક્રમે છે; એટલે કે એનો આ કમ નથી. અથવા બીજી રીતે કહીએ તો બધી પર્યાયો ક્રમબદ્ધ છે ને ગુણો અક્રમ છે; ગુણો અક્રમ છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com