________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦
[ નિયમસાર પ્રવચન અથવા બૃહસ્પતિને વાગીશ્વર (અર્થાત્ વાણીના અધિપતિ) કહેવામાં આવે છે. શ્રી જિનભગવાન દિવ્યવાણીના પ્રકાશક હોવાથી તેમને અહીં વાગીશ્વર કહ્યા છે.” અહા! હું જિનભગવાન! આપ પરમ વીતરાગ, સર્વજ્ઞ, અનંત ચતુયધારી છો, ઉપરાંત આપ દિવ્યધ્વનિના ધરનારા છો, દિવ્યધ્વનિના પ્રકાશક છો એમ કહે છે. અહીં ભગવાનની પરમ હિતકારી વાણીને યાદ કરીને કહે છે કે આવી દિવ્યવાણી પ્રભુ! આપને જ હોય છે માટે આપ વાગીશ્વર છો. સ્તવનમાં આવે છે ને કે
નમો દેવી વાગેશ્વરી જૈનવાણી” વાગેશ્વરી એટલે વાક + ઈશ્વરી અર્થાત્ વાણીમાં ઈશ્વર એવી દિવ્યધ્વનિના પ્રભુ! આપ પ્રકાશક છો માટે આપ જ વાણીના સ્વામી છો. અહો! પૂર્ણાનંદ પ્રભુની વાણીમાં પૂર્ણતા જ આવે છે. અહો! જે ભવ્ય જીવો એને સાંભળે એમનું કલ્યાણ થઈ જાય એવી અલૌકિક દિવ્યધ્વનિ હોય છે. અહા ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકરદેવ આ રીતે વાગીશ્વર છે. તેમને જ આ બધાં નામ લાગુ પડે છે, પણ બીજા કોઈને લાગુ પડતો નથી.
હવે કહે છે-શ્રીજિનને ભલે “શિવ’ કહો. શિવનો અર્થ છે કલ્યાણસ્વરૂપ. ભગવાન શ્રીજિન શિવ અર્થાત્ કલ્યાણ સ્વરૂપ છે. જુઓ, નીચે અર્થ કર્યો છેઃ “મહેશને (શંકરને) શિવ કહેવામાં આવે છે. શ્રી જિનભગવાન કલ્યાણ સ્વરૂપ હોવાથી તેમને અહીં શિવ કહેવામાં આવ્યા છે.' અહા ! પૂર્ણાનંદને પ્રાપ્ત હે જિનભગવાન! આપ પરમ કલ્યાણ સ્વરૂપ છો. “નમોત્થણ” માં આવે છે: સિવમયલમયમરંત'; મતલબ હે પરમાત્મા! આપ શિવ અર્થાત્ કલ્યાણસ્વરૂપ છો. અહા ! પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ આપને પ્રગટ થયા છે, અને રાગનો કણ પણ આપને નથી એવું પરમ વીતરાગતામય પરમાત્મપદ આપે પ્રગટ કર્યું છે તેથી હે ભગવન્! આપ જ શિવ-શંકર છો. (આ પ્રમાણે પરમ વીતરાગ, સર્વજ્ઞ, કલ્યાણસ્વરૂપ, પરમહિતકારી એવા શ્રી જિનપરમેશ્વરને હું વંદું છું, પણ બીજાને કેમ વંદું ?–એમ કહે છે.)
આ પહેલા શ્લોકનો અર્થ થયો જેમાં દેવનું સ્વરૂપે પ્રગટ કરીને માંગળિક કર્યું, હવે બીજો શ્લોક જિનવાણી-શાસ્ત્રનો કહે છે.
શ્લોક ૨: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન: શું કહે છે? “વાવંયમીન્દ્રાળ” “વાંચયમીન્દ્રાનું વાચંયમીન્દ્ર એટલે? વાણીના યમીઓમાં ઇન્દ્ર, વાણીના મૌનમાં ઇન્દ્ર. વાચંયમી એટલે વાણીમાં મૌન ધરનારા એવા જે મુનિવરો તે, અને તેઓમાં ઇન્દ્ર એટલે કે જિનદેવો. સમજાણું કાંઈ...?
લ્યો, એક બાજુ એમ કહેવું કે ભગવાન ! આપ વાગીશ્વર-વાણીના પ્રકાશક છો, અને વળી અહીં કહે છે કે જિનદેવ વાણીના સંયમીઓમાં પ્રધાન છે-આ કેવું?
સમાધાન: ભાઈ, આત્મા તો વાણીરહિત મૌન જ છે. વાણી તો વાણીના કારણે નીકળે છે. (વાણી ક્યાં આત્માની છે? ભગવાનને વાગીશ્વર કહ્યા એ તો નિમિત્તપરક કથનની પદ્ધતિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com