________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મંગલાચરણ ] નાથ! આપને મોહ-રાગ-દ્વેષ જરીય નથી તેથી આપ પરમ શોભાને પ્રાપ્ત છો. (દોષરહિત પૂર્ણ નિર્દોષ આપ જગતનું ભૂષણ છો.) આ સમવસરણ છે ને ઇન્દ્રો વંદન કરે છે માટે આપ શોભનીક છો એમ નહિ, પણ સર્વથા મોહ-રાગ-દ્વેષથી રહિત આપ પરમ વીતરાગ, પરમ નિર્દોષ, પરમાનંદમય પરમ ઈષ્ટદશાને પ્રાપ્ત થયા છો તેથી આપ શોભનીક છો, સુગત છો. આ રીતે શ્રીજિન જ સુગત છે.
વળી શ્રી જિનભગવાન કેવળજ્ઞાનાદિકને પામ્યા હોવાને લીધે સંપૂર્ણતાને પ્રાપ્ત છે તેથી સુગત છે. અહા ! અંદર વસ્તુ તો સ્વભાવે પૂર્ણ હતી જ. એમાંથી (એના પૂર્ણ આશ્રયથી) પૂર્ણ પર્યાય પ્રગટ કરીને શ્રી જિનભગવાન કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતસુખ, અનંતવીર્ય-એમ અનંત ચતુષ્ટય વડે પૂર્ણતાને પામ્યા છે; માટે સંપૂર્ણતાને પ્રાપ્ત શ્રી જિનભગવાન સુગત છે. અહાહા....! પરમ શોભનીકતા અને સંપૂર્ણતાને પ્રાપ્ત એવા શ્રી જિન વા સુગતને હું વંદું છું એમ કહે છે. સમજાણું કાંઈ....?
અહા! કેવળજ્ઞાન, કેવળદર્શન પર્યાયની અસ્તિની પ્રતીતિ થવી અર્થાત્ કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતઆનંદ, અનંતવીર્ય આદિ પૂર્ણ પર્યાયનું અસ્તિપણું છે, આવી મહાન અલૌકિક સત્તા જગતમાં છે એમ પ્રતીતિમાં આવવું એય અસાધારણ વાત છે. અહાહા....! અહીં કહે છે-હે પ્રભુ! આવો તું હોતાં હું અર્થાત્ આવી હયાતીનો અંતરમાં સ્વીકાર થયો છે તો પછી હું બીજાને-સંસારીઓને કેમ વંદું ?
“સુનતમ્ અધરં વા' એમ પદ ને? મતલબ કે શ્રીજિનને “અગધર' નામથી કહો તો કહો, તેને હું વંદું છું. “મધર' એટલે? ના એટલે +1 જેને ગતિ-ગમન નથી એવો મહાન પર્વત, ને
ઘર' એટલે ધરી રાખનાર. મતલબ ભગવાનને અગધર અર્થાત્ ગિરિધર ભલે કહો, પણ આવા શ્રી જિનભગવાનને હો. એમ તો શ્રીકૃષ્ણને ગિરિધર કહેવામાં આવે છે, પણ એ વાત અહીં નથી. અહીં તો શ્રી જિનભગવાન અનંતવીર્યવાન હોવાથી તેમને ગિરિધર કહ્યા છે. અહાહા..! અનંતબળ શક્તિરૂપે જે હતું તેને ભગવાને પ્રગટ કર્યું છે અને તે વડે નિજ અનંત સ્વરૂપની રચના ધારણ કરી છે તેથી ભગવાનને ગિરિધર કહેવામાં આવે છે. શું કીધું? અહાહા..! પ્રગટ અનંતવીર્ય વડે નિજ અનંતા સ્વરૂપની રચના વા અનંતા ગુણ-પર્યાયોને ભગવાને ધારી રાખ્યા છે માટે તેમને ગિરિધર-અગધર કહેવામાં આવે છે. સમજાણું કાંઈ....?
ભાઈ, પોતાના જ્ઞાનમાં નિઃસંદેહ આનું માપ આવવું જોઈએ કે આવા ભગવાન છે, આવા ભાવના ધરનારા પરમાત્મા છે. “ત્વયિ સતિ પરમાત્મન” એમ કહ્યું છે ને? મતલબ હે પરમાત્મા ! આપ (આવા) વિદ્યમાન છો તો હવે અમે બીજા કોને વંદીએ? અમે તો તમારા જ સેવક છીએ. અહાહા..! આવો (અનંત ચતુષ્ટયમય) સ્વભાવ જેણે પ્રાપ્ત કર્યો છે તેના અમે સેવનારા છીએ; અમે બીજાને કેમ સેવીએ?
હવે કહે છે-શ્રીજિનને ભલે “વાગીશ્વર' કહો. છે ને અંદર? “વાધીશ” વાગધીશ એટલે વાગીશ્વર. આ વાઘેશ્વર-વાઘ ઉપર બેસનાર એમ નહિ હ પણ વાગીશ્વર અર્થાત્ વાક-ઈશ્વર એટલે વચનના ઈશ્વર. હે ભગવાન! આપ વચનના ઈશ્વર છો એમ વાત છે. અહાહા...! સર્વાગ પ્રગટતી ઓધ્વનિ-દિવ્યધ્વનિ પ્રભુ ! આપને જ હોય છે. જુઓ નીચે અર્થ કીધો છેઃ “બ્રહ્માને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com