________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[નિયમસાર પ્રવચન મોહને અને કામને જ વશ થયેલા છે એવા બુદ્ધ તેમ જ બ્રહ્મા-વિષ્ણુ-મહેશને હું કેમ પૂરું? (ન જ પૂજું ). આ વિવેક બતાવ્યો છે હોં, કાંઈ દ્વેષ છે એમ નથી.
એમ કે સચ્ચિદાનંદસ્વરૂપ નિજ આત્મામાં અંતર એકાકાર થઈ આપે પરમ વીતરાગ-સર્વજ્ઞરૂપ પરમાત્મદશા પ્રગટ કરી છે તેથી હે પ્રભો! હું આપને છોડીને આવા મોહમુગ્ધ-ભ્રમણામાં પડેલા અને કામને વશ થયેલા-વિષયને વશ થયેલા એવા બ્રહ્મા-વિષ્ણુ-મહેશ વગેરેને કેમ પૂછું? પ્રભુ! આપ હોતાં બીજાને કેમ પૂછું ?
ત્યારે કોને પૂજું ? તે હવે કહે છે
નિતમવમવં' જેણે ભવોને જીત્યા છે તેને હું વંદું છું. જુઓ, અહીંથી જ પ્રથમ ઉપાડ્યું છે. પંચાસ્તિકાયમાં પણ પહેલી જ ગાથામાં આવ્યું છે ને કે “નમો વિનાનું નિમવાનું' અહાહા...! જેણે ભવને જીત્યા છે. અર્થાત્ જેણે ભવનો અભાવ કર્યો છે એવા જિનને હું વંદું છું. એ જ શૈલી અહીં (પદ્મપ્રભમલધારિદેવે ) લીધી છે.
અહા! જેને ભવ જ નથી એવા આત્માને આપે પ્રગટ કર્યો અર્થાત્ આપ પરમ વીતરાગ સર્વજ્ઞપદને પ્રાપ્ત થયા તેથી આપને જ વંદું છું. (આપ એક જ મને પૂજનીક છો.) અહા ! કોઈએ પણ જો કરવાયોગ્ય કાંઈ હોય તો આ જ છે કે ભવનો અભાવ કરવો ને સ્વભાવની પ્રાપ્તિ કરવી. અને તે તો હું જિનદેવ ! આપે કર્યું છે. આપે ભવનો અર્થાત ચાર ગતિનો છેદ કર્યો છે અને આપ પરમપદ-નિજપદને પ્રાપ્ત થયા છો. તેથી હે દેવ! આપ જ પૂજનીક છો.
અહા! “નિતમવન્' શબ્દથી જ પહેલું ઉપાડ્યું છે. એમ કે જેમણે ભવને જીત્યા છે, (ભવનો છેદ કર્યો છે) એવા જિનને હું વંદું છું, એવા જિનનો હું આદર કરું છું. પણ જેને ભવ છે, જે ભવલીન છે એવા જીવોને હું કેમ વંદું? ન વંદું; કેમકે તેઓ તો મોહવશ ચાર ગતિમાં રખડનારા છે. અહાહા...! ભવના છેદનું પ્રયોજન છે ને? તેથી મુનિવર કહે છે જેણે ભવને જીત્યા છે એવા “નિતનવેમ્' જિનને હું વંદું છું. સમજાણું કાંઈ...?
હવે કહે છે જેને હું વંદું છું તેને “પ્રકાશમાન એવા શ્રીજિન કહો..; અંદર છે ને? છેલ્લી પંક્તિમાં છેલ્લા શબ્દ છે કે “ભાનુરે શ્રીનિ વ..' મતલબ કે જેમણે ભવ જીત્યા છે અને આત્માની પૂર્ણ પ્રાપ્તિ કરી છે એવા પરમ પુરુષને “પ્રકાશમાન શ્રીજિન” કહો વા અન્ય કહો, એને હું વંદું છું. આ પ્રથમ માંગલિક શ્લોકમાં દેવને વંદન કરે છે ત્યાં દેવનું શું સ્વરૂપ છે તે બરાબર જાણીને વંદન કરે છે. પોતાને પણ ભવનો અભાવ કરવો છે માટે કહે છે-જેણે ભવનો અભાવ કર્યો છે એવા પરમ પુરુષને જ હું વંદું છું, એને ચાહે “પ્રકાશમાન શ્રીજિન” કહો વા અન્ય કહો.
અહાહા...! જેને ભવનો અભાવ થયો ને પૂર્ણ આત્મોપલબ્ધિ થઈ છે એવા પૂર્ણ દશાર્વત પુરુષને પ્રકાશમાન શ્રીજિન” કહો, વા “સુગત” કહો-તેને હું વંદું છું; આવી દશાવતને જ હોં, બીજા જે લૌકિકમાં સુગત કહે છે તે સુગત નહિ. “બુદ્ધ” ને પણ સુગત કહે છે, પણ તે સુગત નથી. જુઓ, “સુગત” નો અર્થ નીચે કહ્યો છે. સુગત એટલે સુ+ગત એટલે (૧) શોભનીકતાને પ્રાપ્ત અથવા (૨) સંપૂર્ણતાને પ્રાપ્ત. આ બીજા બુદ્ધ છે તે સુગત નથી. અહા ! સુગત એને કહીએ કે જે શોભનીકતાને પ્રાપ્ત હોય અને સંપૂર્ણતાને પ્રાપ્ત હોય. શ્રી જિનભગવાન મોહ–રાગ-દ્વેષના અભાવને લીધે શોભનીકતાને પ્રાપ્ત છે. અહાહા...! હે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com