________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મંગલાચરણ ]
શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્ય દેવપ્રણીત
શ્રી
નિયમસાર
જીવ અધિકાર શ્રીપદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ જુઓ, આ શાસ્ત્રની ટીકાનું નામ “તાત્પર્યવૃત્તિ છે. શ્રી પદ્મપ્રભમલધારિદેવ કે જેઓ ભાવલિંગી દિગંબર સંત-મુનિવર છે, વનવાસી છે તે પોતે હવે શ્લોક દ્વારા માંગલિક કરે છે:
શ્લોક ૧: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન: અહાહા..! શું કહે છે? કે “ત્વયિ સતિ પરમાત્મન' હે પરમાત્મા! તારી ક્યાતી હોતાં.... , શું કીધું? કે ભગવાન! તું સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વર છો, તો એવો તું હોતાં અને બીજાને (સંસારીને) કેમ વંદીએ? લ્યો, આમ કહે છે. ત્વયિ સતિ'—એમ છે ને? મતલબ હે નાથ ! તું હોતાં. , એટલે કે જેને અંદર પૂર્ણ પરમાત્મદશા પ્રવટ થઈ છે, પૂર્ણ વીતરાગતા પ્રગટ થઈ છે, અને પરમ જ્ઞાન ને આનંદની દશા પ્રગટ થઈ છે એવો તું હોતાં... અર્થાત્ એવી તારી હયાતી-મોજુદગી હોતાં અને બીજાને ( રાગી અલ્પજ્ઞને) કેમ વંદીએ? ન જ વંદીએ. અહાહા...! પૂર્ણ જ્ઞાનાનંદનો દરિયો ને અનંત સુખથી ભરિયો એવો પ્રભુ તું મોજુદ હોતાં હું “માતૃશાન' મારા જેવા (સંસારીઓ જેવા) બીજાઓને કેમ નમું? અહા ! પોતે છે તો મુનિવર, પણ કિંચિત અલ્પ (સંવલન) રાગ છે ને? એટલે કહે છે મારા જેવા સંસારીરાગી પ્રાણીઓને હું કેમ ભજું, કેમ નમું? (એમ કે સંસારી પ્રાણીઓ તો રાગી જ છે, તેથી સંસારીઓ પ્રતિ વિનય-ભક્તિનો આ રીતે નિષેધ કર્યો.)
પ્રશ્ન: “તારી (પરમાત્માની) હયાતી હોતા..' એમ કીધું. પણ વર્તમાનમાં અહીં (ભરતક્ષેત્રે) પરમાત્માની હયાતી તો નથી?
સમાધાન: હા, વર્તમાનમાં અહીં પરમાત્માની થાતી નથી, પણ બીજે પરમાત્માની હયાતી છે, મહાવિદેહમાં સીમંધરાદિ પરમાત્મા સાક્ષાત બિરાજે છે. અહીં ભગવન્! “ત્વયિ સતિ” તારી હયાતીમાંતારા હોવાપણામાં હું બીજા જે ભાન વિનાના સંસારી અજ્ઞાની જીવો છે તેમને “વથ યનેડ' હું કેમ ભજું? કદીય ન ભજું.
કેવો છે તે સંસારીઓ? તો કહે છે-“મોમુરાન' મોહથી મુગ્ધ-પાગલ થયેલા અને મતનુવશર્વાન' કામને વશ થયેલા છે. પાઠમાં ‘બતનું' શબ્દ છે ને? કામદેવને ‘બતનુ’ શરીર વિનાના “કામ” એમ કહેવામાં આવે છે. અહા ! હું એવા મોહથી મુગ્ધ-ભ્રાન્તિમાં પડેલા ને કામને વશ એવા બુદ્ધને તથા બ્રહ્મા-વિષ્ણુ-મહેશને કેમ પૂછું? અહા ! બધું ક્ષણિક માનનારા બુદ્ધ મોહમુગ્ધ છે, મિથ્યાત્વ અને રાગને જ વશ-તાબે થયેલા છે. અહા ! જેઓ સ્વવશ નથી પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com