________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૩૩૦
[નિયમસાર પ્રવચન
કહી શકાય ને? નહીંતર ‘બીજું’ એમ કેવી રીતે કહી શકાય? બીજા તત્ત્વનો અર્થ જ એ અનેરું છે એમ થાય છે.
અહીં કહે છે કે એક ગુણ ચીકાશ કે લુખાશવાળો પરમાણુ બે ગુણ ચીકાશ કે લુખાશવાળા પરમાણુ સાથે સમ કે વિષમ-એકી કે બેકી-બંધને અયોગ્ય છે. તેવી રીતે તે જ એક ગુણ ચીકાશ કે લુખાશવાળો ૫૨માણુ ત્રણ ગુણ ચીકાશ કે લુખાશવાળા પરમાણુ સાથે પણ બંધને અયોગ્ય છે. તેથી, એ એક ગુણ ચીકાશ કે લુખાશવાળો ૫૨માણુ જઘન્ય ૫૨માણુ છે એવો અર્થ છે. જે બંધને લાયક નથી તેને અહીં જઘન્ય પરમાણુ કહ્યો છે.
હવે કહે છે– એક ગુણ સ્નિગ્ધતા કે રૂક્ષતાની ઉપર, બે ગુણવાળાનો અને ચા૨ ગુણવાળાનો સમબંધ થાય છે તથા ત્રણ ગુણવાળાનો અને પાંચ ગુણવાળાનો વિષમબંધ થાય છે, આ ઉત્કૃષ્ટ પરમાણુ
છે.’
લ્યો, આ તો દાખલો કહ્યો છે. તેનો વિશેષ ખુલાસો નીચે ફૂટનોટમાં છે જુઓ.
‘સમબંધ એટલે બેકી ગુણવાળા પરમાણુઓનો બંધ અને વિષમબંધ એટલે એકી ગુણવાળા પરમાણુઓનો બંધ. અહીં (ટીકામાં) સમબંધનું અને વિષમબંધનું એકેક ઉદાહરણ આપ્યું છે તે પ્રમાણે બધાય સમબંધો અને વિષમબંધો સમજી લેવા.’
અહીં શું કહેવું છે? કે આટલો જ (ઉદાહરણમાં છે એટલો જ) બંધ ન લેવો. પણ ત્રણ ગુણનો ને પાંચ ગુણનો જેમ બંધ લીધો, તેમ પાંચ ગુણનો ને સાત ગુણનો, સાત ગુણનો ને નવ ગુણનો એમ આગળ બધેય લેવું.વિષમબંધમાં આમ લેવું એમ કહે છે.
વળી, સમબંધમાં બે ગુણનો ને ચા૨ ગુણનો બંધ લીધો છે; તો માત્ર એટલું જ ન લેવું. એ તો દૃષ્ટાંતમાત્ર છે. પણ પછી ચાર ગુણનો ને છ ગુણનો, છ ગુણનો ને આઠ ગુણનો, આઠ ગુણનો ને દસ ગુણનો એમ આગળ આગળ બધે બે ગુણ અધિક લેવા.-સમબંધમાં આમ લેવું એમ કહે છે. તો જે બંધ થવાને લાયક છે તેને ઉત્કૃષ્ટ પરમાણુ કહે છે.
શું કીધું ?
૫રમાણુ અનંતી ચીકાશપણે કે લુખાશપણે પરિણમે તો તે ઉત્કૃષ્ટ પરમાણુ છે એમ અહીં નથી કહેવું. અહીં તો જે સમ કે વિષમબંધને યોગ્ય છે તેને ઉત્કૃષ્ટ પરમાણુ કહ્યો છે. અહા! બંધ થવાને જે અયોગ્ય-અલાયક છે તેને જઘન્ય ૫૨માણુ કહે છે, અને બંધ થવાને જે લાયક છે તેને ઉત્કૃષ્ટ પરમાણુ કહે છે. ભલેને તે ત્રણ ગુણ કે પાંચ ગુણ, નવ ગુણ કે અગિયાર ગુણ, વા બે ગુણ કે ચાર ગુણ, છ ગુણ કે આઠ ગુણ ઇત્યાદિ ચીકાશપણે કે લુખાશપણે હોય, તોપણ તેને ઉત્કૃષ્ટ પરમાણુ કહે છે. આ પરમાણુની જાત જ જુદી છે. અર્થાત્ એ ૫૨માણુમાં બે અધિક ગુણવાળા બીજા ૫૨માણુની સાથે સંબંધ થવાની લાયકાત થઈ છે અને તેને ઉત્કૃષ્ટ ૫૨માણુ કહ્યો છે. અહા! આ નિયમસારની ભાષા જ કોઈ જુદી છે. પણ પાઠમાં જ આ છે કે નહીં? જુઓને! કાર્ય-કારણ તો પાઠમાં જ છે. તેથી તેમાંથી ટીકાકારે આ જઘન્ય અને ઉત્કૃષ્ટની વાત કાઢી છે.
હવે કહે છે–‘ગળતાં અર્થાત્ છૂટાં પડતાં પુદ્દગલદ્રવ્યોના અંતમાં-અવસાનમાં ( અંતિમ દશામાં ) સ્થિત તે કાર્યપરમાણુ છે (અર્થાત્ સ્કંધો ખંડિત થતાં થતાં જે નાનામાં નાનો અવિભાગ ભાગ રહે તે કાર્ય૫૨માણુ છે.)’
Please inform us of any errors on rajesh@AtmaDharma.com