________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૫ ]
૩૨૯
અજ્ઞાનીઓ વાંધા ઉઠાવે છે કે સમકિતને શાસ્ત્રમાં ગુણ કહ્યો છે, છતાં તમે તેને પર્યાય કેમ કહો
છો ?
પણ ભાઈ ! ‘ગુણ’ શબ્દ તો અહીં પણ કહ્યો છે. એક ગુણ સ્નિગ્ધતા કહીને ચીકાશને પણ અહીં ગુણ કહ્યો છે. પણ ખરેખર તો સ્પર્શ ગુણ છે, ને આ ચીકાશ તો પર્યાય છે. અહા! જે ૫૨માણુરજકણ છે તેમાં સ્પર્શ નામનો ગુણ છે કે જે ત્રિકાળી છે, જ્યારે આ સ્નિગ્ધતા-ચીકાશ તો પર્યાય છે.
પ્રશ્ન: પણ સમકિતના આઠ ગુણ કહ્યા છે ને ?
સમાધાનઃ ભાષા તો એમ જ કહેવાય ને? જેમ સિદ્ધના આઠ ગુણ કહેવાય છે તેમ સમિતિના પણ નિઃશંક આદિ આઠ ગુણ કહેવાય છે. તેને આઠ આચાર પણ કહેવાય છે, આઠ અંગ પણ કહેવાય છે, ને આઠ લક્ષણ પણ કહેવાય છે. તો, ત્યાં ગુણ, આચાર, અંગ, લક્ષણ એટલે પર્યાય છે. અર્થાત્ સમકિત એ પર્યાય છે. પણ શું થાય ? જેમ કજિયારા છોકરા કોઈપણ વાતમાંથી-વાત-વાતમાંથી કજ્યિાં જ કાઢે છે, તેમ અજ્ઞાની કાંઈક ને કાંઈક વાંધા જ કાઢે છે. (પણ ભાવ સમજતો નથી ).
અહીં કહે છે–‘તે જ (પરમાણુ ), એક ગુણ સ્નિગ્ધતા કે રૂક્ષતા હોતાં, સમ કે વિષમ બંધને અયોગ્ય એવો જઘન્ય ૫૨માણુ છે–એમ અર્થ છે.’
અહા ! પરમાણુમાં એક ગુણ ચીકાશની પર્યાય કે એક ગુણ રૂક્ષતાની પર્યાય હોતાં, તે ૫૨માણુ બંધને અયોગ્ય એવો જઘન્ય પ૨માણુ છે–એમ કહે છે.
પ્રશ્નઃ ૫૨માણુને જઘન્ય કેમ કહ્યો ?
સમાધાનઃ કેમકે એક ગુણ ચીકાશ કે રૂક્ષતાવાળો ૫૨માણુ બંધ થવાને લાયક નથી, અયોગ્ય છે. માટે તેને જઘન્ય-હલકો કહ્યો છે.
પ્રશ્નઃ તો પછી પરમાણુને કા૨ણપ૨માણુ કેમ કહ્યો ?
સમાધાનઃ કેમકે પૃથ્વી, જળ, તેજ ને વાયુનું તે કારણ થાય છે, માટે તેને કારણપરમાણુ કહ્યો છે. અહીં કારણપરમાણુ કહીને એમ કહેવું છે કે વિવિધ સ્કંધનું કારણ તે પરમાણુ છે, પણ એ સ્કંધનું કારણ આત્મા કે આત્માનું જ્ઞાન કે કોઈ વિકલ્પ છે એમ છે નહિ. અહીં ! આ રૂપિયા આવે ને જાય છે ને ? તો, એનું કારણ તેનો પરમાણુ છે, પણ એનું કારણ તું (આત્મા) નથી, ને તારું જ્ઞાન કે વિકલ્પય નથી. સમજાય છે કાંઈ... ?
પ્રશ્નઃ રૂપિયા આવે તે અમારી પાસે આવે છે ને ?
સમાધાનઃ રૂપિયા કોની પાસે આવે છે? (રૂપિયા તારી પાસે ક્યાં આવે છે?) હવે જ્યાં રાગ પણ તારી પાસે આવતો નથી, તો વળી એ પૈસા તારી પાસે ક્યાંથી આવ્યા ? ભારે વાતુ ભાઈ ! રાગથીય વિરુદ્ધ એવા શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્મા છે. તેથી રાગ પણ ચૈતન્યસ્વભાવની સમીપ નથી, પણ દૂર છે. તો રૂપિયા તારી સમીપમાં આવે એ ક્યાંથી લાવ્યો ? (એ તો દૂર-અતિ દૂર છે. )
શું રાગ પણ દૂર છે?
હા. જેમ અજીવ દૂર છે તેમ એ રાગ પણ દૂર છે. એ રાગ પણ બીજું (આસવ ) તત્ત્વ છે ને? માટે એ જીવતત્ત્વ નથી. અહા ! એક તત્ત્વથી બીજું તત્ત્વ જુદું હોય તો જ તેને બીજું તત્ત્વ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com