________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૮
[ નિયમસાર પ્રવચન
(અનુકુમ ) स्कन्धैस्तैः षट्प्रकारैः किं चतुर्भिरणुभिर्मम। आत्मानमक्षयं शुद्धं भावयामि मुहुर्मुहुः ।। ३९ ।।
[ શ્લોકાર્ચ- ] તે છ પ્રકારના સ્કંધો કે ચાર પ્રકારના અણુઓ સાથે મારે શું છે? હું તો અક્ષય શુદ્ધ આત્માને ફરી ફરીને ભાવું છું. ૩૯.
ગાથા ૨૫: ટીકા ઉપરનું પ્રવચન: સ્વભાવપરમાણુના, કાર્યપરમાણુ અને કારણપરમાણુ-એમ બે ભેદ આગળ (ગાથા ૨૦માં) આવી ગયા ને? તો, હવે તેનું વિશેષ વર્ણન કરે છે. જુઓ ભાઈ ! આ ભાષા (કાર્ય ને કારણે એવા શબ્દો) મૂળ પાઠમાં જ છે, પણ એમ કાંઈ નથી કે તે ટીકાકારે જ કહ્યા છે. આ શબ્દો-કાર્યપરમાણુ ને કારણપરમાણુમૂળ પાઠમાં શ્રી કુંદકુંદાચાર્યે જ પોતે નાખ્યા છે. અને એટલે કાર્યપરમાત્મા ને કારણપરમાત્મા–એવા ભેદ એમાંથી ઊઠે છે, ઊભા થાય છે. એમ કે જ્યારે પરમાણુમાં કાર્ય ને કારણ એવા ભેદ છે, તો આત્મામાં પણ તે લાગુ પડે જ છે. માટે, ટીકાકાર મુનિરાજે કાર્યપરમાત્મા ને કારણપરમાત્માની વાત કહીને કાંઈ નવું ઘરનું નાખ્યું છે એમ નથી. કોઈને (અજ્ઞાનીને ) એમ થાય કે આ ક્યાંથી નાખ્યું? સાંભળીને હવે ! બધું જ છે એ નાખ્યું છે. તો, કહે છે
આ, કારણપરમાણુદ્રવ્ય અને કાર્યપરમાણુદ્રવ્યના સ્વરૂપનું કથન છે. પૃથ્વી, જળ, તેજ ને વાયુ એ ચાર ધાતુઓ છે; તેમનો જે હેતુ છે તે કારણપરમાણુ છે.'
જુઓ, ખૂબી શું છે? કે પૃથ્વી, જળ, તેજ ને વાયુ એ ચાર ધાતુઓ છે. તો, એ પૃથ્વીના પરમાણુઓનો જે સ્કંધ થાય છે, જળના પરમાણુઓનો જે સ્કંધ થાય છે, ને તેવી રીતે તેજ ને વાયુના પરમાણુઓનો જે સ્કંધ થાય છે તેનો હેતુ તે કારણપરમાણુ છે, પણ તેનો હેતુ જીવ નથી એમ કહે છે. અહા! આ લાડવા બને, પૃથ્વી થઈ, જળ એકઠું થયું ને તેજ ને વાયુ થયા તેનો હેતુ કારણપરમાણુ છે. અહા ! એ પરમાણુ કારણ થઈને આ બધા સ્કંધો થયા છે, પરંતુ જીવ કારણ થઈને એ સ્કંધો થયા છે એમ નથી. અહા! આ લાડવા આમ વળે, રોટલી વણાય, ને આ અક્ષર લખાય ઇત્યાદિ સ્કંધો થાય તેનો હેતુ કારણપરમાણુ છે, જીવ નહિ, સમજાય છે કાંઈ....? અહા ! આવો કારણપરમાણુ!
હવે વિશેષ કહે છે:
તે જ (પરમાણુ ), એક ગુણ સ્નિગ્ધતા.'
જુઓ, ભાષા (શબ્દ) તો “ગુણ' છે, પરંતુ ખરેખર એ સ્નિગ્ધતા પર્યાય છે. એ તો ભાઈ ! પંચાસ્તિકાયમાં અનંત અગલની વ્યાખ્યામાં (ગાથા ૩૧-૩રમાં) પણ નથી આવ્યું ? તે અનંત અગુરુલઘુ (અંશ) છે તો પર્યાય, છતાં પણ ત્યાં ગુણ શબ્દ વાપર્યો છે. અહા ! આ, ભાઈ! કાંઈ શબ્દ પાર ન આવે, પણ ભાવ શું છે એ સમજે તો કામ થાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com