________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-ર૫]
૩૨૭
ગાથા – ૨૫ धाउचउक्कस्स पुणो जं हेऊ कारणं ति तं णेयो। खंधाणं अवसाणं णादव्वो कज्जपरमाणू।। २५ ।। જે હેતુ ધાતુચતુષ્કનો તે કારણાણુ જાણવો; સ્કંધો તણા અવસાનને વળી કાર્યપરમાણુ કહ્યો. ૨૫.
અન્વયાર્થ- [પુન:] વળી [૧] જે [ ધાતુતુઝસ્ય] (પૃથ્વી, પાણી, તેજ ને વાયુ-એ) ચાર ધાતુઓનો [ દેતુ: ] હેતુ છે, [૪: ] તે [વરણમ્ તિ શેય: ] કારણપરમાણુ જાણવો; [ ન્યાના”] સ્કંધોના [અવસાન:] અવસાનને (-છૂટા પડેલા અવિભાગી અંતિમ અંશને) [ wાર્યપરમાણુ:] કાર્યપરમાણુ [જ્ઞાતવ્ય:] જાણવો.
ટીકાઃ- આ, કારણપરમાણુદ્રવ્ય અને કાર્યપરમાણુદ્રવ્યના સ્વરૂપનું કથન છે.
પૃથ્વી, જળ, તેજ ને વાયુ એ ચાર ધાતુઓ છે; તેમનો જે હેતુ છે તે કારણપરમાણુ છે. તે જ (પરમાણુ ), એક ગુણ સ્નિગ્ધતા કે રૂક્ષતા હોતાં, સમ કે વિષમ બંધને અયોગ્ય એવો જઘન્ય પરમાણુ છે-એમ અર્થ છે. એક ગુણ સ્નિગ્ધતા કે રૂક્ષતાની ઉપર, બે ગુણવાળાનો અને ચાર ગુણવાળાનો *સમબંધ થાય છે તથા ત્રણ ગુણવાળાનો અને પાંચ ગુણવાળાનો *વિષમબંધ થાય છે.-આ ઉત્કૃષ્ટ પરમાણુ છે. ગળતા અર્થાત્ છૂટાં પડતાં પુદ્ગલદ્રવ્યોના અંતમાં-અવસાનમાં (અંતિમ દશામાં) સ્થિત તે કાર્યપરમાણુ છે (અર્થાત્ સ્કંધો ખંડિત થતાં થતાં જે નાનામાં નાનો અવિભાગ ભાવ રહે તે કાર્યપરમાણુ છે ). (આમ ) અણુઓના (-પરમાણુઓના) ચાર ભેદ છે: કાર્ય, કારણ, જઘન્ય ને ઉત્કૃષ્ટ, તે પરમાણુદ્રવ્ય સ્વરૂપમાં સ્થિત હોવાથી તેને વિભાવનો અભાવ છે, માટે (તેને) પરમ સ્વભાવ છે.
એ જ રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૧૬૫ મી અને ૧૬૬ મી ગાથા દ્વારા) કહ્યું છે કે -
[ ગાથાર્થ:- ] પરમાણુ-પરિણામો, સ્નિગ્ધ હો કે રૂક્ષ હો, બેકી અંશવાળા હો કે એકી અંશવાળા હો, જો સમાન કરતાં બે અધિક અંશવાળા હોય તો બંધાય છે; જઘન્ય અંશવાળો બંધાતો નથી.
સ્નિગ્ધપણે બે અંશવાળો પરમાણુ ચાર અંશવાળા સ્નિગ્ધ (અથવા રૂક્ષ) પરમાણુ સાથે બંધ અનુભવે છે; અથવા રૂક્ષપણે ત્રણ અંશવાળો પરમાણુ પાંચ અંશવાળા સાથે જોડાયો થકો બંધાય છે.”
વળી (૨૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોકદ્વારા પુદ્ગલની ઉપેક્ષા કરી શુદ્ધ આત્માની ભાવના કરે છે) :
* સમબંધ એટલે બેકી ગુણવાળા પરમાણુઓનો બંધ અને વિષમબંધ એટલે એકી ગુણવાળા પરમાણુઓનો બંધ. અહીં
(ટકામાં) સમબંધનું અને વિષમબંધનું એકેક ઉદાહરણ આપ્યું છે તે પ્રમાણે બધાય સમબંધો અને વિષમબંધો સમજી લેવા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com