________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર૬
[ નિયમસાર પ્રવચન દિ' છોડશે નહિ. ભાઈ, રાગમાં તું રતિ કરીશ તો તે રાગ તો છૂટી જશે, ને શરીરાદિ પુદગલોનો પ્રેમ કરીશ તો તે પુગલો પણ છૂટી જશે: તારા સંગમાં એ કાયમ રહેશે નહિ. તેના વલ્લભ થવામાં-ત્યાં વહાલપ જોડવામાંતું છેતરાઈ જઈશ ભગવાન! કેમકે એ બધી ચીજો તારી સાથે નહીં રહે. માટે, સ્વસ્વભાવમાં અતુલ રતિ કર, તેમાં જ અતિશયપણે લીન થા. તેથી તેને પરમાનંદની પ્રાપ્તિ થશે જે કદીય છૂટશે નહિ. જુઓ ! આ ચાર ગાથાઓમાં-સ્કંધોની વ્યાખ્યામાં પણ આ મૂકયું છે !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com