________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૧-૨૪]
૩રપ શું કીધું?
કે એ બધા-રાગાદિ ભાવ ને જે આ શરીરાદિ સ્કંધો કહ્યા તે બધા છે માટે ચૈતન્યભાવ એને જાણવાનો પર્યાય કરે છે એમ નથી. અહા ! આત્મા એવી ચૈતન્ય ચમત્કાર વસ્તુ છે કે એની જાણ નક્રિયા
ક્ષિા નથી. સ્વને અને પરને જાણવાનું કાર્ય સ્વયં ચૈતન્ય ચમત્કારથી જ ઊભું થાય છે. અહા! વિવિધ પ્રકારના પદાર્થોની હયાતીને કારણે નહિ, પણ પોતાની હયાતીમાં એવો ચૈતન્યનો ચમત્કાર છે કે જેથી આત્મા સ્વને ને પરને જાણવાના સ્વભાવને સ્વયં પ્રગટ કરે છે. હવે આવી વાત જગતને કઠણ પડે, પણ આ પરમાર્થ સત્ય છે બાપુ !
જગતના અજ્ઞાની લોક તો જ્યાં એક આંખ ફૂટે કે પગ ભાંગે ત્યાં તો રાડ પોકારે છે. અંદર હાય-હાય કરે કે મારી આંખ ફૂટી ! મારો પગ ભાંગ્યો ! પણ એથી શું છે?—એમ અહીં કહે છે. કેમકે આંખ ગઈ, કે પગ ભાંગ્યો-એ તો પુદ્ગલ ગયું છે. એમાં તારામાંથી શું ગયું છે? તેવી રીતે પાસે પાંચ-દસ લાખ રૂપિયા હોય ને તેમાંથી પાંચ-પચાસ હજાર જાય તો રાડ નાખે કે-હાય, પૈસા ગયા! પણ ભાઈ ! પૈસા ગયા છે કે એની વિવિધ દશાનું તને જ્ઞાન થયું છે? તારું શું ગયું? તારું તો જ્ઞાન રહ્યું છે. પહેલાં પૈસા અહીંયાં હતા એમ જણાતું હતું, ને હવે બીજે છે એમ જણાય છે. તો તને તો જાણવાનું જ થયું છે. તારું જ્ઞાન તો ઊભું જ છે; કેમકે ભગવાન! એવો જ તું ચૈતન્ય ચમત્કાર છો. સ્વ-પરનું પોતે પોતાથી જ જાણવાનું કામ કરે એવો સ્વરૂપથી જ તું છોસમજાય છે કાંઈ..? તો, કહે છે-એ પુદ્ગલ સ્કંધોમાં ને રાગાદિ પુદ્ગલવિકારોમાં રતિ ન કર.
પરંતુ, “ચૈતન્યચમત્કારમાત્રમાં (અર્થાત ચૈતન્યચમત્કારમાત્ર આત્મામાં) તું અતુલ રતિ કર..'
કહે છે-નિજ ચૈતન્યચમત્કારસ્વરૂપ નિજ આત્મામાં અતુલ રતિ કર. અહાહા...! નિત્યાનંદસહજાનંદસ્વરૂપ પ્રભુ તું અંદર ચૈતન્ય મહાપ્રભુ છો તો તેમાં અતુલ અર્થાત્ જેની ઉપમા નથી એવો અપરિમિત પ્રેમ કર, અને પુદ્ગલાદિથી પતિ-પ્રેમ છોડી દે. ભાઈ ! જો આત્માનું પરમ હિત કરવું હોય ને જો ધર્મ કરવો હોય તો રાગથી માંડીને લોકની બધીય પર ચીજનો પ્રેમ છોડી દે. અને શુદ્ધ ચૈતન્ય ચિદાનંદમય નિજ આત્મામાં અતુલ રતિ કર.
હવે, એનું ફળ દર્શાવે છે:
કે જેથી તું પરમશ્રીરૂપી કામિનીનો વહ્મ થઈશ.' “હે ભવ્યશાર્દૂલ !'—એમ સંબોધન કરીને આ કહેવું છે હોં.
અહા! ચૈતન્યચમત્કારસ્વરૂપ નિજ આત્મામાં-ભગવાન જ્ઞાનાનંદસ્વરૂપમાં-રતિ કરતાં તેના ફળરૂપે, કહે છે, તેને મુક્તિ મળશે કે જે સાદિ-અનંતકાળ રહેશે. અહા ! એ પરમસુખમય એવી મુક્તિની દશા તારાથી હવે કદીય જુદી પડશે નહિ. લ્યો, આનું નામ “વભ” હોં. “વલ્લભ થઈશ ”—એમ અંદર છે ને? એટલેશું? કે એ મુક્તિરૂપી પરિણતિ કોઈ દિ' હવે જુદી પડશે નહિ. અહા ! આત્માના ચૈતન્યચમત્કાર સ્વભાવમાં અતુલ રતિ કરવાથી અંદર પૂર્ણ આનંદની એવી નિર્મળ પરિણતિ પ્રગટ થશે કે જે એક સમયમાત્ર પણ હવે દૂર નહિ રહે.
અહા! “પરમશ્રીરૂપી કામિની'—એમ કહ્યું છે ને? તો પરમશ્રી એટલે પરમ–ઉત્કૃષ્ટ લક્ષ્મી. જુઓ, મુક્તિ પરમલક્ષ્મીસ્વરૂપ છે ને એવી પરમલક્ષ્મીરૂપી કામિનીનો વલ્લભ થઈશ એમ કહે છે. એટલે કે મુક્તિરૂપી રમણી-પરિણતિ એને વરશે અને તેનો એ એવો વલ્લભ થશે કે તે એને કોઈ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com