________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર૪
[નિયમસાર પ્રવચન અતિ શું છે? તો, કહે છે
શુદ્ધ ચૈતન્યધાતુમય મૂર્તિ છે.' અહાહા ! શુદ્ધ સહુજ જ્ઞાન ને આનંદની મૂર્તિ પ્રભુ આત્મા છે. અહાહા! ચૈતન્ય....ચૈતન્ય..ચૈતન્ય એવા શુદ્ધ ચૈતન્યધાતુમય મૂર્તિ પ્રભુ આત્મા છે. અહાહા....! એકલા અતીન્દ્રિય અનાકુળ શાંતરસ-આનંદરસ-સુખરસ-ચૈતન્યરસનું ઢીમ એવો ચૈતન્યધાતુમય પ્રભુ આત્મા તું છો એમ કહે છે. અહા ! એકલું ચૈતન્યપણું જેણે ધારી રાખ્યું છે તે ભગવાન! તું છો; પણ આ પુણ્યપાપને ધારી રાખે, કે અહીં કહ્યા તે સ્કંધોને ધારી રાખે તે તારું-આત્માનું સ્વરૂપ નથી; કેમકે એ બધું જડ અનાત્મા છે, પુદ્ગલસ્વભાવ છે. સમજાણું કાંઈ....?
શ્લોક ૩૮: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન હે ભવ્યશાર્દૂલ!' અહાહા..! કેવું પુરુષાર્થને જાગ્રત કરનારું સંબોધન! અહા ! શાર્દૂલ નામ સિંહ જેમ હરણિયાને ચીરીને ફાડી નાખે છે તેમ હે ભવ્યોત્તમ! તું રાગાદિને ચીરી નાખ. તું ભવ્ય છો ને પ્રભુ! તો રાગાદિને હણી નાખ. કેમકે એ તારાથી ભિન્ન છે, તારી ચીજમાં એ છે નહીં. લ્યો, આવું સંબોધન!
તો, કહે છે-“આ રીતે વિવિધ ભેદોવાળું પુદ્ગલ જોવામાં આવતાં.”
અહાહા..! શું કહે છે? કે તું તો ભગવાન! શુદ્ધ ચૈતન્યધાતુમય એવો ત્રિકાળ અભેદ એકરૂપ છો; ને આ વિવિધ ભેદો જે જોવામાં આવે છે એ તો પુગલના ભેદો છે. અહા ! જોવામાં આવતાં “વૃશ્યમાને”—એમ લીધું છે ને? તો જોવામાં આવતાં જે વિવિધ પુદ્ગલો છે એ તારી ચીજ છે નહિ. એમ કે તું તો શુદ્ધ ચૈતન્યવહુ અભેદ છો, ને આ ભેદો જોવામાં આવે છે એ જડ પુદ્ગલની જાત છે; તેથી એ તારી ચીજ છે નહિ. શું કીધું? આ સ્ત્રીનું શરીર, કુટુંબીઓનું શરીર, ને પોતાનું શરીર, તથા હીરા, માણેક ને ધનના–ધૂળના ઢગલા ઇત્યાદિ જે જોવામાં આવે છે એ તો પુદ્ગલની જાત છે. અહા! આ ચામડી કાળી હોય, ધોળી હોય, કે સુંવાળી હોય; આકાર નમણો હોય, રૂપાળો હોય કે કુબડો હોય-એ બધી પુગલની જાત છે ભગવાન! એમાં તારું કાંઈ નથી, ને એ તારા કાંઈ (સંબંધી) નથી; કેમકે એમાં તું નથી, ને એ તારામાં નથી.
માટે, “હે ભવ્યશાર્દૂલ! (ભવ્યોત્તમ!) તું તેમાં રતિભાવ ન કર.”
અહા! આવું સંબોધન કરીને જીવની મોક્ષની સમીપતા દર્શાવી છે. એમ કે હે ભવ્યોમાં ઉત્તમ! તારો મોક્ષ સમીપ છે, તો તું આ પુદ્ગલોમાં રતિ ન કર, ને રાગમાં-પુગલવિકારમાં પણ રતિ ન કર. અહા! જે તારાથી વિરુદ્ધ છે, ને જેનાથી તું વિરુદ્ધ છો એવા વિરુદ્ધ રાગાદિ પુદ્ગલવિકારમાં પ્રીતિ ન કર. કેમ! કેમકે એથી ભાઈ ! તને દુઃખ થશે, તારી ત્યાં હિંસા થશે. રાગાદિમાં પ્રીતિ કરવાથી આત્મા ચૈતન્યચમત્કારપણે રહી શકતો નથી, હણાઈ જાય છે. સમજાય છે કાંઈ...?
અહાહા...! ભગવાન આત્મા ચૈતન્યચમત્કારમાત્ર વસ્તુ છે. તે પોતાને જાણે, રાગને જાણે, તેમ જ વિવિધ પ્રકારના પુદ્ગલોને પણ પોતામાં રહીને જાણે. અહા ! પોતાના સ્વભાવના સામર્થ્યથી જ સ્વ અને પરને જાણે એવો એ ચૈતન્યચમત્કારમાત્ર પદાર્થ છે. એ એના ચૈતન્યનો ચમત્કાર છે કે તે સ્વ-પરસર્વને-જાણે. કાંઈ પર ચીજ છે તો એનું જાણવાનું થાય છે એમ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com