________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૧-૨૪]
૩૨૩
ભાઈ, રાગ બંધનું કારણ છે, જ્યારે આત્મસ્વભાવ અબંધસ્વરૂપ છે. રાગ, વિપરીત છે, જ્યારે તેનો ચૈતન્યસ્વભાવ અવિપરીતભાવ છે. એ તો સમયસા૨ની ૭મી ગાથામાં ન આવ્યું ? કે‘ અસુષિતં ય વિવરીયમાવં ય વુજ્વસ્ત હારબં' અહા! ‘વિવરીયમાવં’અર્થાત્ રાગાદિ આત્માથી વિપરીત ભાવ છે એમ ૭૨મી ગાથામાં કહ્યું, જ્યારે અહીં કળશમાં એમ આવ્યું કે રાગથી વિપરીત આત્મા છે. અહા! ત્યાં ગાથા ૭૨માં એમ આવ્યું કે-રાગાદિ આસ્રવ દુઃખનું કારણ છે, વિપરીત ભાવ છે ને અશુચિ છે. જ્યારે અહીં કહે છે કે આત્માનો શુદ્ધ સ્વભાવ રાગાદિથી વિલક્ષણ-જુદો છે, અર્થાત્ દુઃખથી વિપરીત એવો આત્મસ્વભાવ છે. અહા ! આવી ઝીણી વાતુ !
6
દ્રવ્યસંગ્રહની પ૬મી ગાથામાં આવે છે કે-‘મા વિઠ્ઠ૪ મા ખંપન્ન મા ચિન્તઃ' કહે છે ભાઈ! ‘મા વિદ્વત્ત’-કાયાના વેપા૨થી જુદો થા, કેમકે કાયા ને કાયાનો વેપાર તારો નથી. કાયાનું આમ થવું ને તેમ થવું-એ બધું તારાથી ભિન્ન છે. તેમ ‘મા નંપદ ’-બોલીશ મા. કાંઈ પણ બોલીશ નહીં. વચનના વેપારથી જુદો થા; ને અંદર ચિત્તૂપમાં સ્થિર થા; કેમકે વચન તારું સ્વરૂપ નથી, પણ પુદ્દગલની ચીજ છે. ‘ મા વિન્તજ્ઞ ’-હવે મનની વાત કરે છે. કાયગુતિ, વચનગુતિ ને મનગુપ્તિ-એમ આવે છે ને? તો પહેલાં કાયા લીધી, પછી વચન લીધું, ને હવે મનની વાત કરે છે. તો કહે છે-‘મા વિત્તજ્ઞ ’-મનમાં વિકલ્પ ન કર; ચિંતવના ન કર. કેમ ? ‘ નેળ હોફ થિરો' કે જેથી આત્મા સ્થિર થાય. ‘અપ્પા અશ્મિ રો’આત્મા, આત્મામાં એટલે કે સહજ જ્ઞાનાનંદ-સ્વભાવમાં લીન થાય. લ્યો, આનું નામ ધ્યાન ને આ શુદ્ઘરત્નત્રયરૂપ મોક્ષનો માર્ગ છે, ને આ શુદ્ધોપયોગ છે.
અહા! આ દેહ, વાણી તો ધૂળ-માટી પુદ્દગલ છે. માટે ત્યાંથી વિરમી જા. અને વાણી બોલવાનો જે વિકલ્પ ઊઠે છે તે અંતર્જલ્પ છે; પણ એય તારું સ્વરૂપ નથી, કેમકે એ પુદ્ગલસ્વરૂપ છે. માટે તેનાથી પણ વિરમી જા. જુઓ, મનમાં જે કોઈ વિકલ્પ ઊઠે છે તે પણ પુદ્દગલસ્વરૂપ છે એમ કહે છે. તો કહે છેમન-વચન-કાયાના વેપારથી વિરમી જા. જેથી ‘નેન હોર્ થિરો' વિકલ્પ ને એક સમયની પર્યાયની પાછળ અંદર વસ્તુ ચિદાનંદમય ચૈતન્યબિંબ છે તેમાં સ્થિરતા થાય; ને ‘અપ્પા અમ્મિ રો’-આત્મા, આત્મામાં–સહજ જાણવા-દેખવાના ને આનંદના સ્વભાવમાં લીન થઈ ૨મે ને જમે. લ્યો, આનું નામ ભગવાન ધ્યાન કહે છે, ને આ શુદ્ધોપયોગ અર્થાત્ મોક્ષનો માર્ગ છે. હવે આવો મારગ કઠણ પડે જગતને ! પણ ભાઈ, આ જ મારગ છે.
એ જ અહીં કહે છે કે-‘આ જીવ તો રાગાદિક પુદ્દગલવિકારોથી વિલક્ષણ...' જુઓને! આ એક શબ્દમાં કેટલું નાખ્યું છે! અહા! એ છ સ્કંધોનું લક્ષ છોડ; કેમકે એ સ્કંધો તારા સ્વરૂપમાં નથી, તારા નથી. હવે એ સ્કંધોમાં બધી પ૨વસ્તુ આવી ગઈ ને? શરીર, મન, વાણી, ઇન્દ્રિય, કર્મ, નોકર્મ, ધન, દાળ-ભાત-લાડુ ઇત્યાદિ-એ બધું જ સ્કંધમાં આવી ગયું કે નહિ? (આવી ગયું). તો, કહે છે-એ બધો જડ પુદ્દગલનો જથ્થો છે, માટે ત્યાંથી વિરમી જા; કેમકે એ તારામાં નથી, તું એમાં નથી ને તારે લઈને પણ એ નથી. એ તો ઠીક, પણ એ સ્કંધોના લક્ષે ને સંગે જે પુણ્ય-પાપના ભાવ થાય છે એય પુદ્દગલવિકારો છે; માટે, ત્યાંથી દષ્ટિ હટાવી લે, કેમકે એનાથી વિરુદ્ધ-જુદું તારું ચૈતન્યસ્વરૂપ છે. આવી વાત!
અહા ! પુણ્ય-પાપના પુદ્દગલવિકારોથી વિરુદ્ધ તારું સ્વરૂપ છે-એ તો નાસ્તિથી કહ્યું. પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com