________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૨
[નિયમસાર પ્રવચન દષ્ટિમાં તો એ રાગાદિ પર છે, પુદ્ગલવિકાર છે; એ કાંઈ નિજસ્વભાવ નથી.
આ સમયસારના કળશમાં એકદમ (શુદ્ધ) દ્રવ્યસ્વભાવ કહેવો છે ને? તો, કહે છે“ન્નિનાવિનિ મહત્યવિવેઝનાલ્ય વMવિમાન નીત પુનિ વ ના ન્ય: ' અહાહા..! જગતમાં, અવિવેકના અખાડામાં, પુદ્ગલો નાચે છે, આત્મા નહિ. કેમકે ભગવાન આત્મા શુદ્ધ ચિતૂપ પ્રભુ તો નિત્ય અભેદ એકરૂપ છે. તેથી, તે અનેકમાં કેમ આવે? અર્થાત્ અનેકરૂપ કેમ થાય? ન થાય. માટે આ અનેકરૂપ દેખાય છે એ બધો પુદગલનો નાચ છે. સમજાય છે કાંઈ....?
ભાઈ, અહીં બે વાત કરી છે:
-એક તો એ વાત કરી કે શરીર, મન, વચન, ધન, કર્મ ઇત્યાદિ બધું છે એ જડ પુગલનું નાટક છે, એમાં આત્માનું કાંઈ (સ્વામીત્વ કે કર્તાપણું ) નથી.
બીજી વાત એ કરી કે રાગાદિ પુદ્ગલવિકાર છે. અહા ! વસ્તુના દ્રવ્યસ્વભાવની દૃષ્ટિની અપેક્ષાએ એ બધા પુણ્ય-પાપ આદિ ભાવ પુગલનો વિકૃતભાવ છે. એ તો પછી જ્યારે તે જ્ઞાન કરે ત્યારે જાણે કે જરી રાગનો ભાવ પર્યાયમાં છે. એમ પણ જાણે, કેમકે જ્ઞાનનો સ્વ અને પાનેબેયને જાણવાનો સ્વભાવ છે ને? તો આ સ્વભાવથી જુદી ચીજ પર્યાયમાં છે એમ જાણે. પણ દષ્ટિ તો એકલી નિર્વિકલ્પ છે. અભેદને જ એ દેખે-સ્વીકારે છે. તેથી દષ્ટિ અપેક્ષાએ રાગાદિને પુદગલવિકાર ગણીને તેનાથી વિલક્ષણજુદો એવો ભગવાન ચિટૂપરૂપ આત્મા શુદ્ધ છે એમ કહ્યું છે. “રવિપુત્રવિવારવિરુદ્ધ શુદ્ધ.' વિરુદ્ધનો અર્થ અહીં વિલક્ષણ-જુદો કર્યો છે.
શું કહ્યું એ?
કે ભગવાન આત્મા શુદ્ધ ચિતૂપ વસ્તુ રાગથી વિરુદ્ધ છે. અહા ! આત્મા એને કહીએ કે જે રાગથીપુણ્ય-પાપ આદિ ભાવથી-વિરુદ્ધ હોય. કેમકે એ રાગાદિ ભાવ પુદ્ગલના વિકાર છે, ને તેથી એનાથી આત્મા વિરુદ્ધ છે. અહા! આત્માના સ્વભાવથી એ રાગાદિ વિરુદ્ધ છે એ તો ઠીક, પણ અહીં તો એ રાગાદિ ભાવથી આત્મા વિરુદ્ધ છે એમ કહે છે. ભાઈ, આ વ્યવહારરત્નત્રયનો વિકલ્પ-એ શુભોપયોગપણ રાગ હોવાથી પુગલનો વિકાર છે, ને તેથી, આત્મા એનાથી વિરુદ્ધ છે. આ અજીવ અધિકાર છે ને? અને ત્યાં સમયસારમાં પણ અજીવ અધિકાર છે. તો, આ નાખ્યું છે. શું? કે રાગ-પાપ ને પુણ્ય ભાવ પણ-પુગલવિકાર છે, અને તેનાથી ભગવાન આત્મા તન્ન વિરુદ્ધસ્વરૂપવાળો છે; કેમકે રાગાદિ અજીવસ્વભાવ-જડસ્વભાવ છે. ને ભગવાન આત્મા જીવસ્વભાવ-ચૈતન્યસ્વભાવ છે. માટે રાગાદિથી વિરુદ્ધ-વિલક્ષણ-જુદો એવો આત્મા છે. સમજાણું કાંઈ ?
અહા! રાગાદિથી વિલક્ષણ-ભિન્ન એવો આત્મા અંદર એકલો જ્ઞાનાનંદનો સાગર છે. માટે તેમાં નિમગ્ન થઈ તેનો અનુભવ કરવો. અહા ! એ સ્વાનુભવમાં અતીન્દ્રિય આનંદનો આસ્વાદ આવે, નિરાકુલ સુખનું વેદન અનુભવાય તેને અહીં સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન કહે છે.
પ્રશ્નઃ વિકારને પરનો-પુદ્ગલનો કેમ કહ્યો?
સમાધાનઃ અહા ! એ વિકારની પર્યાય પરના-પુગલકર્મના લક્ષ થાય છે, તેથી તેને અહીં પરનોપુદ્ગલનો કહીને કાઢી નાખ્યો છે, અને તેનાથી વિરુદ્ધ આત્મા–ભગવાન શુદ્ધ ચિતૂપ-છે એમ કહ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com