________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૧-૨૪]
૩૨૧ પરમાણુથી તો જુદો છે જ, પણ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના પરિણામથી પણ જુદો-વિલક્ષણ-છે એમ કહે છે. તો, રાગથી શુભાશુભથીય ભિન્ન આવો હું અંદર ચિદાનંદકંદ પ્રભુ આત્મા છું એમ ભાન ને શ્રદ્ધાન થાય એ ધર્મની પ્રથમ દશા છે અને આ સિવાય બધું થોથેથોથાં છે.
અહા ! ભાષા કેવી કરી છે એ તો જુઓ! કે-“આ જીવ તો રાગાદિક પુદ્ગલવિકારોથી વિલક્ષણ...', છે અંદર? છે કે નહિ? છે. તો, પહેલાં પરમાણુનું વર્ણન કર્યું, પછી સ્કંધનુંવિભાવપુદ્ગલનું વર્ણન કર્યું. હવે, સમયસારના કળશનો આધાર આપી કહે છે કે આત્મામાં (પર્યાયમાં) થતા શુભાશુભ ભાવ-દયા, દાન, વ્રત, ભક્તિ આદિ અને હિંસા, જૂઠ આદિ એ સમસ્ત વિકલ્પ-પુદ્ગલનો વિકાર છે. અહા ! એ બધો પુદગલનો ખડખડાટ (નાચો છે પ્રભુ! અહા ! આત્મા તો ત્રિકાળ જ્ઞાનાનંદસ્વરૂપે એક પ્રકારે છે, એમાં તો આ અનેક પ્રકાર છે નહિ; તો, એ અનેક પ્રકાર કોના છે? તો, કહે છે, પર્યાયમાં પુદ્ગલના નિમિત્તે થતા એ ભાવો પુદ્ગલવિકારો છે. આકરી વાત બાપા !
રાગાદિક પુગલવિકારો—એમ કહ્યું ને ? એટલે એ શું કહ્યું? કે આ પંચમહાવ્રતના વિકલ્પ, ને દયા, દાન, ભક્તિ, પૂજા, જાત્રા આદિનો જે પ્રશસ્ત રાગ છે તે બધાય પુદ્ગલનો વિકાર છે. અહા! એ શુભના પરિણામ આત્માની જાત-ભાતના છે જ નહિ. અહા ! એ જડ પુદ્ગલકર્મના સંગે થયેલો ખડખડાટ (ખળભળાટ) બધો પુદ્ગલનો વિકાર છે, ને ભગવાન આત્મા તો એનાથી ભિન્ન છે.
આ કળશ સમયસારમાં આવેલો છે. તો એમાં ભાષા એમ છે કેરા' વિપુત્તિવિવેકારવિરુદ્ધ શુદ્ધ.”- “રાગાદિક પુદ્ગલવિકારોથી વિલક્ષણ, શુદ્ધ.” ભાષા એમ છે. તો, પરમાણુ ને છ પ્રકારના સ્કંધોથી આત્મા વિરુદ્ધ-ભિન્ન છે જ ને તેથી શુદ્ધ છે, પણ પુણ્ય-પાપના વિકલ્પોદયા, દાન, વ્રત, ભક્તિ આદિ તથા કામ, ક્રોધ આદિ જે વિકલ્પો-એ બધો પુગલવિકાર છે, ને એનાથી ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ વિરુદ્ધ-વિલક્ષણ-જુદો છે. એટલે કે એ રાગાદિ આત્માનું લક્ષણ નથી. જુઓ, એક “વિલક્ષણ” શબ્દમાં કેટલું ભર્યું છે!
અહા! પુણ્ય-પાપના ભાવ જે થાય છે તે કર્મ જે અનંત પરમાણુઓનો સૂક્ષ્મ સ્કંધ છે તેના લક્ષ થાય છે, એ કાંઈ આત્માના લક્ષે થતા નથી. અહીં સ્કંધોની વ્યાખ્યા આવી કે નહિ? તો, એમાં કર્મ એ સૂક્ષ્મ સ્કંધ છે. તે સ્કંધના લક્ષે, અહા! તે સ્કંધના અસ્તિત્વ ઉપર લક્ષ જતાં, આ પુણ્ય-પાપ આદિ વિભાવો પ્રગટ થાય છે, ને તેથી તેને પુદ્ગલવિકારો કહેવામાં આવે છે. જ્યારે ભગવાન સચ્ચિદાનંદસ્વરૂપ આત્મા તો એનાથી વિલક્ષણ નામ જુદો જ છે. રાગ આત્મવસ્તુમાં છે જ નહિ, તેથી રાગ એનું લક્ષણ નથી. જુઓ, સ્કંધોની વ્યાખ્યામાં આ વાત કરી છે, કેમકે સ્કંધોની જેમ રાગ પણ જડ છે, પુદ્ગલવિકાર છે.
અહા! શરીર, મન, ધન, વચન કર્મ-એ બધું તો પુલ છે, પરંતુ એના લક્ષે થતો વિકલ્પ પણ પુદગલનો વિકાર છે. અહા ! અજ્ઞાનીને જે વિકાર થાય છે તે પુદ્ગલનો વિકાર છે, એ જીવનો સ્વભાવ નથી એમ કહેવું છે. જો કે સ્વભાવની દષ્ટિ થતાં, પર્યાયમાં જે રાગાદિ ને અલ્પપણું રહ્યા છે તે એની (જીવની) દશામાં છે એમ જ્ઞાન જાણે છે, તોપણ વસ્તુના સ્વભાવની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com