________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૦
[ નિયમસાર પ્રવચન આનો વિસ્તાર ઉપર આવી ગયો છે. આ તો, જેમ અહીં નિયમસારમાં કહ્યું છે તેમ આ પંચાસ્તિકાયમાં પણ સ્વયં આચાર્ય કુંદકુંદદેવે કહ્યું છે એમ એનું સમર્થન કર્યું.
“વળી માર્ગપ્રકાશમાં (શ્લોક દ્વારા) કહ્યું છે કે –
[શ્લોકાર્ચ- ] સ્કૂલપૂલ, પછી સ્થૂલ ત્યારપછી સ્કૂલસૂક્ષ્મ, પછી સૂક્ષ્મણૂલ, પછી સૂક્ષ્મ અને ત્યારપછી સૂક્ષ્મસૂક્ષ્મ (આમ સ્કંધો છ પ્રકારના છે ).” આમાં પણ છે સ્કંધોનાં નામ છે. હવે કહે છે -
એવી રીતે (આચાર્યદવ ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૪૪મા શ્લોક દ્વારા) કહ્યું છે કે –
આ સમયસારનો કળશ છે.
જુઓ, શું કહે છે? કે-“આ અનાદિ કાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમાં વર્ણાદિમાન્ પુદ્ગલ જ નાચે છે, અન્ય કોઈ નહિ...”
અહાહા...ભગવાન આત્મા તો અંદર જ્ઞાનાનંદ-સહજાનંદની મૂર્તિ પ્રભુ છે. જ્યારે આ શરીરાદિક છે, ને કર્મના નિમિત્તે થતા પુણ્ય-પાપના વિકલ્પ છે એ બધું પુદ્ગલનું નાટક છે; ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ આત્માનું નહિ. અહાહા...ભગવાન આત્મા તો શુદ્ધ જ્ઞાન ને આનંદનો ઘનપિંડ પ્રભુ છે; અને એની દષ્ટિ થવી તે ધર્મનું પહેલું પગથિયું સમ્યગ્દર્શન છે. પણ એના ભાન વિના એને જે આ બધા સંયોગ આવે ને જાય એ બધું પુગલનું નાટક છે. હવે આવું ઝીણું બાપુ! સમજાય છે કાંઈ?
અહા! આ બધા પુદ્ગલના ભેદોનું વર્ણન ચાલે છે ને? તો, તન, મન, વચન, કર્મ, મહેલ ને મકાન ઇત્યાદિ અવિવેકનું નાટક છે. અથવા તે નાચમાં પુદ્ગલ જ નાચે છે. અહાહા...! આ હાલે, ચાલે, બોલે, ખાય, પીવે ઇત્યાદિ ક્રિયાઓ જડ પુદ્ગલની છે. અહા ! એ બધી ક્રિયા કાંઈ આત્મા કરે નહિ. શું કીધું? આ ખાય-પીવે ને બોલે એ કાંઈ આત્મા નહિ. ભારે વાત ભાઈ ! આત્મા તો ધ્રુવ અખંડ ચિદાનંદકંદ પ્રભ છે. તે કાંઈ રાગમાં ને શરીરની ક્રિયામાં આવતો નથી. અહા ! આ દયા, દાન, ભક્તિ ઇત્યાદિનો વિકલ્પ ઊઠે છે તેમાં કાંઈ આત્મા આવતો નથી; કેમકે એ વિકલ્પ જડ અનાત્મા છે. એ બધું અવિવેકનું-અનાત્માનું નાટક છે.
અહા! આ અનાદિના મોટા અવિવેકના નાટકમાં વર્ણાદિમાન્ પુદ્ગલ જ પરિણમે છે, અન્ય કોઈ નહિ, અર્થાત્ આત્મા નહિ. અહા ! આત્મા કોને કહીએ? અહાહા ! જ્ઞાનાનંદની મૂર્તિ અભેદ એક જ્ઞાન ને આનંદનો ઘન પિંડ પ્રભુ આત્મા છે. તેમાં પરનો કે રાગાદિ વિકારનો પ્રવેશ જ નથી. અહા ! આવા નિજસ્વરૂપની અંતરદષ્ટિ થવી એનું નામ સમ્યગ્દર્શન છે, અને એ ધર્મનો પહેલો પાયો છે. એ સિવાય બાપુ ! દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ બધું જ પુદ્ગલનું-અજીવનું નાટક છે. અને આ નાટકમાં, કહે છે, પુદ્ગલ જ નાચે છે. એ ભગવાન આત્માનો નાચ નહિ પ્રભુ! અહા! અભેદ જ્ઞાનમાં પુદ્ગલ જ અનેક પ્રકારે થયેલું દેખાય છે, કેમકે શુદ્ધ જીવવસ્તુ ચૈતન્યમહાપ્રભુ તો અનેક પ્રકારનો છે જ નહિ. સમજાય છે કાંઈ..?
જુઓ, શું કહે છે? કે-“અને આ જીવ તો રાગાદિક પુદ્ગલવિકારોથી વિલક્ષણ...' જુઓ, ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ શરીર, મન, વાણી ઇત્યાદિ સ્કંધો ને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com