________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૧-૨૪]
૩૧૯ ગાથાઓનો) અર્થ છે. આ વિભાવપુદ્ગલનો ક્રમ છે.'
હવે, એના અર્થનું જરી સ્પષ્ટીકરણ કરે છે: ભાવાર્થ- “સ્કંધો છ પ્રકારના છે.'
જુઓ, પરમાણુના પિંડને સ્કંધ કહે છે. ઘણા પરમાણુઓ પિંડરૂપે એકઠા થાય તે સ્કંધ છે. તે સ્કંધો છ પ્રકારના છે:
(૧) કાપાષાણાદિક જે સ્કંધો છેદવામાં આવતાં સ્વયમેવ સંધાઈ શકતા નથી તે સ્કંધો અતિશૂલસ્થૂલ છે.' લાકડું, પાષાણ, લોઢું ઇત્યાદિ જે સ્કંધો છે તેના જો કટકા થાય તો તે આપમેળે સંધાઈ ભેગા થતા નથી. તેથી તેને અતિસ્થૂલસ્થૂલ કહે છે.
(૨) દૂધ, જળ આદિ જે સ્કંધો છેદવામાં આવતાં ફરીને સ્વયમેવ જોડાઈ જાય છે તે સ્કંધો સ્કૂલ છે.” અહા ! દૂધ, જળ, તેલ વગેરે પ્રવાહી સ્કંધો છૂટા પડે છે ને પાછા આપમેળે જોડાઈ જાય છે. આવો એનો-જડ પુદગલનો સ્વભાવ છે એમ કહે છે. આવા સ્કંધો સ્થૂલ છે.
“(૩) તડકો, છાયો, ચાંદની, અંધકાર ઇત્યાદિ જે સ્કંધો સ્થૂલ જણાતા હોવા છતાં ભેદી શકાતા નથી કે હસ્તાદિકથી ગ્રહી શકાતા નથી તે સ્કંધો સ્થૂલસૂક્ષ્મ છે.” જુઓ, પ્રકાશ કે છાંયો કાંઈ પકડી શકાય? ના, માટે તેને સ્થૂલસૂક્ષ્મ કહેવામાં આવે છે.
(૪) આંખથી નહિ દેખાતા એવા જે ચાર ઇન્દ્રિયોના વિષયભૂત સ્કંધો સૂક્ષ્મ હોવા છતાં સ્કૂલ જણાય છે (-સ્પર્શનેંદ્રિયથી સ્પર્શી શકાય છે, જીભથી આસ્વાદી શકાય છે, નાકથી સુંઘી શકાય છે અથવા કાનથી સાંભળી શકાય છે) તે સ્કંધો સૂક્ષ્મણૂલ છે.' આ નિમિત્તથી કથન છે હોં. બાકી, આસ્વાદી શકાય છે, ને સૂંઘી શકાય છે ઇત્યાદિનો અર્થ એ છે કે તે તે કાળે જીવને નિમિત્તપણે માત્ર ઇન્દ્રિયો હોય છે બસ એટલી વાત છે.
પ્રશ્ન: આપ એક કોર એમ કહો છો કે-એક પરમાણુ બીજા પરમાણુને અડે નહિ, એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહિ, ને વળી અહીં કહ્યું કે-જીભથી આસ્વાદી શકાય છે, સ્પર્શનેંદ્રિયથી સ્પર્શી શકાય છે ઇત્યાદિ. તો આ કેવી રીતે છે?
સમાધાનઃ એક પરમાણુ બીજા પરમાણુને અડે નહિ એ તો એમ જ છે, એ સત્યાર્થ છે. પણ અહીં તો વ્યવહારનયના કથન દ્વારા પુદ્ગલની જાતને સમજાવે છે. ( નિમિત્તની મુખ્યતાથી કરેલાં વ્યવહારનયનાં કથન બધાં એવાં જ હોય છે.).
“(૫) ઈન્દ્રિયજ્ઞાનને અગોચર એવા જે કર્મવર્ગણારૂપ સ્કંધો તે સ્કંધો સૂક્ષ્મ છે.” (કર્મવર્ગણા ને કર્મ સૂક્ષ્મ છે. ઇન્દ્રિયગોચર નથી, તો સૂક્ષ્મ છે.)
(૬) કર્મવર્ગણાથી નીચેના (કર્મવર્ગણાતીત) જે અત્યંત સૂક્ષ્મ દ્વિ-અણુકપર્વત સ્કંધો તે સ્કંધો સૂક્ષ્મસૂક્ષ્મ છે.'—આ પરમાણુની વાત નથી હોં; પણ દ્વિ-અણુક આદિ સ્કંધની વાત છે. અહીં તો સ્કંધના ભેદની વાત છે ને? તો, બે પરમાણુ સુધીના તે સ્કંધો સૂક્ષ્મસૂક્ષ્મ છે.
હવે કહે છે એવી જ રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પંચાસ્તિકાયસમયમાં (ગાથા દ્વારા) કહ્યું છે કે
[ ગાથાર્થ- ] પૃથ્વી, જળ, છાયા, ચાર ઇન્દ્રિયોના વિષયભૂત, કર્મને યોગ્ય અને કર્માતીત–એમ પુગલો (સ્કંધો) છ પ્રકારનાં છે.'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com