________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૮
[નિયમસાર પ્રવચન (માનિની) इति विविधविकल्पे पुद्गले दृश्यमाने न च कुरु रतिभावं भव्यशार्दूल तस्मिन्। कुरु रतिमतुलां त्वं चिच्चमत्कारमात्रे भवसि हि परमश्रीकामिनीकामरूपः ।। ३८ ।।
[શ્લોકાર્ચ- ] આ રીતે વિવિધ ભેદોવાળું પુદ્ગલ જોવામાં આવતાં, હે ભવ્યશાર્દૂલ ! (ભવ્યોત્તમ !) તું તેમાં રતિભાવ ન કર. ચૈતન્યચમત્કારમાત્રમાં (અર્થાત્ ચૈતન્યચમત્કારમાત્ર આત્મામાં). તું અતુલ રતિ કર કે જેથી તે પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થઈશ. ૩૮.
ગાથા ૨૧ થી ૨૪: ટીકા ઉપરનું પ્રવચન આ વિભાવપુદ્ગલના સ્વરૂપનું કથન છે.”
જુઓ, સ્વભાવપુદ્ગલની સાધારણ વ્યાખ્યા પહેલાં (કળશ ૩૭માં) આવી ગઈ. અને કાર્યપરમાણુ તથા કારણપરમાણુ-એમ તેના ભેદોની વિશેષ વ્યાખ્યા આગળ (ગાથા ર૫માં) કહેશે. જ્યારે અહીં વિભાવપુદ્ગલની વાત છે.
અહા! ઘણા પરમાણુઓ જે એકઠા થાય છે ને છૂટા પડે છે તે ક્રિયા જડ પુદ્ગલની છે, પણ તે આત્માની ક્રિયા બિલકુલ નથી. તો, તેને જાણીને, અહા! પરમાણુની આવી જાત છે, ને તેની સ્થિતિ આવી છે એમ જાણીને એનાથી લક્ષ છોડવું, ને નિજ ચૈતન્યસ્વરૂપમાં લક્ષ જોડવું, નિજ ચૈતન્યસ્વરૂપની જ દષ્ટિ કરવી. આટલા માટે જ અહીં આ વાત છે. અહા ! તો જેનું લક્ષ છોડવું છે તે ચીજ શું છે ને કયા પ્રકારે છે તે જાણવું તો જોઈશે ને?
તો, કહે છે-“સુમેરુ, પૃથ્વી વગેરે (ઘન પદાર્થો) ખરેખર અતિસ્થૂલસ્થૂલ પુદ્ગલો છે.”
અહા ! મેરુ પર્વત આદિ ઘન પદાર્થોના ટુકડા થતાં તે ભેગા ન થાય એવી એ ચીજ છે. એટલે એને અતિસ્થૂલસ્થૂલ કહે છે.
“ઘી, તેલ, છાશ, દૂધ, જળ વગેરે સમસ્ત (પ્રવાહી) પદાર્થો પૂલ પુદ્ગલો છે.” (પ્રવાહી છે ને? તો તેમને છેદતાં સ્વયમેવ એકઠા જોડાઈ જાય છે. તેથી એને સ્થૂલ કહે છે.)
“છાયા, આતપ, અંધકાર વગેરે સ્થૂલસૂક્ષ્મ પુદ્ગલો છે.' (આવા પદાર્થો નેત્રથી જણાય છે, પણ છેદી શકાતા નથી, કે હાથમાં ગ્રહી શકાતા પણ નથી. તો તે સ્થૂલસૂક્ષ્મ પુદ્ગલો છે.)
સ્પર્શનેંદ્રિય, રસનેંદ્રિય, ધાણંદ્રિય અને શ્રોત્રંદ્રિયના વિષયો-સ્પર્શ, રસ, ગંધ અને શબ્દ-સૂક્ષ્મણૂલ પુગલો છે.'
શુભાશુભ પરિણામ દ્વારા આવતાં એવાં શુભાશુભ કર્મોને યોગ્ય (સ્કંધો) તે સૂક્ષ્મ પુદ્ગલો છે.” -કર્મ સૂક્ષ્મ પુદ્ગલ છે. આમનાથી વિપરીત અર્થાત્ કર્મોને અયોગ્ય (સ્કંધો) તે સૂક્ષ્મસૂક્ષ્મ પુદ્ગલો છે.-આમ (આ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com