________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૧-૨૪]
સ્કંધો [ અતિસૂક્ષ્મા: ફતિ] અતિસૂક્ષ્મ [ પયન્તિ ] કહેવામાં આવે છે.
ટીકાઃ- આ, વિભાવપુદ્દગલના સ્વરૂપનું કથન છે.
સુમેરુ, પૃથ્વી વગેરે (ઘન પદાર્થો) ખરેખર અતિસ્થૂલસ્થૂલ પુદ્દગલો છે. ઘી, તેલ, છાશ, દૂધ, જળ વગેરે સમસ્ત (પ્રવાહી) પદાર્થો સ્થૂલ પુદ્દગલો છે. છાયા, આતપ, અંધકાર વગેરે સ્થૂલસૂક્ષ્મ પુદ્દગલો છે. સ્પર્શનેંદ્રિય, રસનેંદ્રિય, ઘ્રાણંદ્રિય અને શ્રોત્રંદ્રિયના વિષયો-સ્પર્શ, રસ, ગંધ અને શબ્દ-સૂક્ષ્મસ્થૂલ પુદ્દગલો છે. શુભાશુભ પરિણામ દ્વારા આવતાં એવાં શુભાશુભ કર્મોને યોગ્ય ( સ્કંધો ) તે સૂક્ષ્મ પુદ્દગલો છે. આમનાથી વિપરીત અર્થાત્ કર્મોને અયોગ્ય (સ્કંધો ) તે સૂક્ષ્મસ્થૂલ પુદ્દગલો છે.-આમ (આ ગાથાઓનો ) અર્થ છે. આ વિભાવપુદ્દગલનો ક્રમ છે.
૩૧૭
[ભાવાર્થ:- સ્કંધો છ પ્રકારના છેઃ (૧) કાષ્ઠપાષાણાદિક જે સ્કંધો છેદવામાં આવતાં સ્વયમેવ સંધાઈ શકતા નથી તે સ્કંધો અતિસ્થૂલસ્થૂલ છે. (૨) દૂધ, જળ આદિ જે કંધો છેદવામાં આવતાં ફરીને સ્વયમેવ જોડાઈ જાય છે તે સ્કંધો સ્થૂલ છે. (૩) તડકો, છાંયો, ચાંદની, અંધકાર ઇત્યાદિ જે સ્કંધો સ્થૂલ જણાતા હોવા છતાં ભેદી શકાતા નથી કે હસ્તાદિકથી ગ્રહી શકાતા નથી તે સ્કંધો સ્થૂલસૂક્ષ્મ છે. (૪) આંખથી નહિ દેખાતા એવા જે ચાર ઇન્દ્રિયોના વિષયભૂત સ્કંધો સૂક્ષ્મ હોવા છતાં સ્કૂલ જણાય છે ( -સ્પર્શનેંદ્રિયથી સ્પર્શી શકાય છે, જીભથી આસ્વાદી શકાય છે, નાથી સૂંઘી શકાય છે અથવા કાનથી સાંભળી શકાય છે) તે સ્કંધો સૂક્ષ્મસ્થૂલ છે. (૫) ઇન્દ્રિયજ્ઞાનને અગોચર એવા જે કર્મવર્ગણારૂપ સ્કંધો તે સ્કંધો સૂક્ષ્મ છે. (૬) કર્મવર્ગણાથી નીચેના (કર્મવર્ગણાતીત ) જે અત્યંતસૂક્ષ્મ દ્વિ-અણુકપર્યંત સ્કંધો તે સ્કંધો સૂક્ષ્મસૂક્ષ્મ છે.)
એવી જ રીતે (શ્રીમદ્દભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત ) શ્રી પંચાસ્તિકાયસમયમાં (ગાથા દ્વારા ) કહ્યું છે
66
[ ગાથાર્થ:- ] પૃથ્વી, જળ, છાયા, ચાર ઇન્દ્રિયોના વિષયભૂત, કર્મને યોગ્ય અને કર્માતીત-એમ પુદ્દગલો ( સ્કંધો ) છ પ્રકારનાં છે.”
વળી માર્ગપ્રકાશમાં (શ્લોક દ્વારા ) કહ્યું છે કેઃ
66
[ શ્લોકાર્થ:- ] સ્થૂલસ્થૂલ, પછી સ્થૂલ, ત્યારપછી સ્થૂલસૂક્ષ્મ, પછી સૂક્ષ્મસ્થૂલ, પછી સૂક્ષ્મ અને ત્યારપછી સૂક્ષ્મસૂક્ષ્મ (-આમ સ્કંધો છ પ્રકારના છે).”
એવી રીતે ( આચાર્યદેવ ) શ્રીમદ્દ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૪૪મા શ્લોક દ્વા૨ા ) કહ્યું છે કે
[ શ્લોકાર્થ:- ] આ અનાદિ કાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમાં વર્ણાદિમાન પુદ્દગલ જ નાચે છે, અન્ય કોઈ નહિ; ( અભેદ જ્ઞાનમાં પુદ્દગલ જ અનેક પ્રકારનું દેખાય છે, જીવ તો અનેક પ્રકારનો છે નહિ; ) અને આ જીવ તો રાગાદિક પુદ્દગલવિકારોથી વિલક્ષણ, શુદ્ધ ચૈતન્યધાતુમય મૂર્તિ છે.”
વળી ( આ ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ વિવિધ પ્રકારનાં પુદ્ગલોમાં રતિ નહિ કરતાં ચૈતન્યચમત્કારમાત્ર આત્મામાં રતિ કરવાનું શ્લોક દ્વારા કહે છે ) :
Please inform us of any errors on rajesh@AtmaDharma.com